________________
e,
શ્રી સિદ્ધચક
( જુલાઈ : ૧૯૩૯ કરે છે. માર્ગમાં પડેલ શબની જેમ મઘમસ્ત દુરાત્માના પ્રસારેલા મુખમાં વિવરના ભ્રમથી કુતરાઓ મૂતરે છે.મદ્ય જે તે ધર્મ, અર્થ અને કામને તેમજ મતિ, કીર્તિ, કાંતિ અને મર્યાદાને હણનાર છે. વધારે શું કહીએ ? એ બધા દોષોના ભંડારરૂપ છે. મદિરામાં આસક્ત બનેલા યાદવો પોતાના સ્વજન, પરિજન, વિભવ અને નગર સહિત ક્ષય પામ્યા, એ વાત જગતમાં પ્રગટ છે.”
इण्हिं नरिंद ! निसुणसु, कहिज्जमाणं मए समासेणं । वसणाण सिरोरयणं व, सत्तमं चोरियावसणं ॥ परदव्वहरणपावहुमस्स धणहरणमारणाईणि । वसणाई कुसुमनियरो, नारयदुक्खाई फलरिद्धी ॥ जग्गंतो सुत्तो वा, न लहइ सुक्खं दिए निसाए वा । संकाछुरियाए छिज्जमाणहियओ धुवं चोरो ॥ जं चोरियाए दुक्खं, उब्बंधणसूलरोवणप्पमुहं । एत्थवि लहेइ जीवो, तं सब्बजणस्स पच्चक्त्रं ॥ दोहग्गमंगछेयं, पराभवं विभवभंसमन्नपि । जं पुण परत्थं पावइ, पाणी तं केत्तियं कहिमो ? ॥ हरिण परस्स धणं, कयाणुतावो समप्पए जइवि । तह वि हु लहेइ दुक्खं, जीवो वरुणोब परलोए ।
શ્રી હેમચંદ્રમહારાજ કુમારપાલરાજાને કહેવા લાગ્યા કે- હે રાજેન્દ્ર! હવે બધાં વ્યસનોમાં મુગટ સમાન એવું ચોરીવ્યસન સમાસથકી કહું છું, તે સાંભળ-પરધનને હરણ કરવારૂપ પાપવૃક્ષના ધનહરણ અને મારણાદિક દુઃખો તે પુષ્પો છે અને નરકનાં દુઃખો તે તેનાં ફળો છે. શંકારૂપ છરીથી હૃદયમાં ઘાયલ થતો ચોર જાગતાં કે સૂતાં તેમજ દિવસે કે રાત્રે કયાંય સુખ પામી શકતો નથી. વળી ચોરી કરતાં જીવ બંધન કે શુલિ પર ચડવા પ્રમુખનું જે દુઃખ અહીં પામે છે, તે તો સૌ કોઈ સાક્ષાત્ જોઈ શકે છે. તેમજ પ્રાણી પરભવ દૌર્ભાગ્ય, અંગચ્છેદ, પરાભવ, વિભવભ્રંશ વગેરે જે પામે છે તે કેટલું કહીએ. પરંતુ ધનહરણ કર્યા પછી પશ્ચાત્તાપ થતાં કદાચ તે પાછું આપી દે, તો પણ વરુણની જેમ તે જીવ પરલોકમાં દુઃખ પામે છે.”
रन्ना भणियं-भयवं !, पुवंपि मए अदिन्नमन्नधणं । न कया वि हु गहियव्वं, नियरज्जे इय कओ नियमो॥ जो उण कयाइ कस्स वि, कयावराहस्स कीरए दंडो । सो लोयपालणनिमित्तमब्बवत्था हवड इहरा॥