SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ C - - = ===== = = (જુલાઈ : ૧૯૩૯) પરરમણીથી નિવૃત્ત થયો છે. જેમ કમળોનું સ્થાન સરોવર, રત્નોનું રોહણાચલ અને તારાઓનું સ્થાન જેમ આકાશ છે, તેમ પરદારાવિરમણવ્રત તે બધા ગુણોનું સ્થાન છે. હવે ગુરુમહારાજે પુનઃ કહ્યું કે- હે નરેન્દ્ર ! વેશ્યાવ્યસન તજવાલાયક છે, જે વ્યસન કમળવનને હિમની જેમ ધનનો નાશ કરે છે. જે સમુદ્રમંથનથી થયેલ કાલકૂટની જેમ ક્ષયરોગ પેદા કરે છે, જે શશિબિંબને રાહુમુખની જેમ સમસ્તકુળને ગ્રસ્ત કરે છે, અને જે ચિત્રકર્મને ધૂમની જેમ ઉજ્જવળ ગુણગણને મલિન કરે છે, વળી જે ભુજંગોના રાફડા-વિવરની જેમ દોષોના સ્થાન રૂપ છે. વેશ્યામાં આસક્ત થયેલ પુરૂષ ત્રણવર્ગના મૂલરૂપ ધનનો વિનાશ કરીને પાછળથી અશોકની જેમ પશ્ચાતાપ પામે છે. रन्ना भणियं-भयवं !, वेसासु मणं अहंपि न करिस्सं । गुरुणा भणियं-भवउ, उत्तमपुरिसस्स जुत्तमिणं ॥ संपयं मज्जवसण-दोसे सुणसुनच्चइ गायइ पहसइ, पणमइ परिभमइ मुयइ वत्थंपि । तूसइ रुसइ निक्कारणंपि मइरामउम्मत्तो ॥ जणणिंपि पियतम, पियतमंपि जणणिं जणो विभावतो । मदिरामएण मत्तो, गम्मागमं ण याणेइ ॥ न हु अप्पपरविसेसं, वियाणए मज्जपाणमूढमणो । बहु मन्नइ अप्पाणं, पहुंपि निब्भत्थए जेण ॥ वयणे पसारिए साणया विवरब्भमेण मुत्तन्ति । पहपडियसबस्स व दुरप्पणो मज्जमत्तस्स ॥ धम्मत्थकामविग्धं विहणियमइकित्तिकंतिमज्जायं । मज्जं सबेसिपि हु, भवणं दोसाण किं बहुणा ? ॥ जं जायवा ससयणा, सपरियणा सविहवा सनयरा य । निच्चं सुरीपसत्ता, खयं गया तं जए पयडं ॥ કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્ ! વેશ્યામાં હું કદી પણ મન લગાડીશ નહિ' એટલે શ્રી હેમચંદ્રગુરુરાજ બોલ્યા કે-“ઉત્તમપુરુષને એમ કરવું યુક્ત જ છે. હે રાજન્ ! હવે મદિરાવ્યસનના દોષ સાંભળો-મદિરાથી મસ્ત થયેલ પુરુષ નાચે છે, ગાય છે, હસે છે, નમે છે, ભમે છે, પોતાનાં વસ્ત્રને પણ તજી દે છે અને વિના કારણે તુષ્ટ અને રુટ છે. વળી તે પોતાની માતાને પ્રિયતમા કહી બોલાવે છે અને પ્રિયતમાને માતા સમજી લે છે. મદ્યથી મસ્ત થયેલ માણસ ગમ્યઅગમ્યને જાણતો નથી. મદ્યપાનથી વ્યાકુળ થયેલ પુરુષ સ્વ-પરનું અંતર જાણતો નથી, તે પોતાને શ્રેષ્ઠ સમજે છે અને પોતાના સ્વામીની પણ નિર્ભર્સના
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy