SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ જા શ્રી રાકે (જુલાઈ : ૧૯૩૯) એ પ્રમાણે સાંભળીને કુમારપાળ રાજાએ કહ્યું કે- હે ભગવાન ! ક્રીડા નિમિત્તે પણ હું પાશામરિથી નહીં રમું, શ્રી હેમચંદ્રસૂરિ બોલ્યા- “હે મહારાજ ! તમારા જેવા જીતેનદ્રિયપુરુષોને પાશાથી ધૂત કે ક્રીડા કરવાનો ત્યાગ કરવો તે જ યોગ્ય છે.” ત્યારે મંત્રીઓ બોલ્યા કે- હે દેવ! તમે પોતે જુગારનો ત્યાગ કર્યો, તેમ રાજયમાં પણ સર્વત્ર તેનું નિવારણ કરવું જોઈએ. એમ સાંભળતાં રાજાએ કહ્યું-“ભલે, એમ કરો.” “જેવી આપની આજ્ઞા એમ કહીને મંત્રીઓએ રાજાના આદેશને અમલમાં મૂક્યો. પછી ગુરુમહારાજ બોલ્યા કે-“સર્વ અનર્થના કારણરૂપ પરરમણીને સેવવાનો ત્યાગ કરો, કારણ કે જે પરદારની કામના કરે છે, તે પોતાના કુળને કલંક લગાડે છે, માહાભ્યને મલિન કરે છે, તે પોતાના વડીલોને નીચે જોવરાવે છે, પોતાના ગુણોને હાથે કરી દૂર હડસેલે છે, પોતાનો અપયશ ગવરાવે છે, પોતાના આત્માને તે દુઃખની નજીકમાં લાવે છે, કલ્યાણને દૂર કરે છે, સતિના દ્વારને ઢાંકે છે અને બન્ને ભવમાં પ્રચંડ દુઃખને તે આમંત્રણ કરે છે. ઉતાવળથી નમસ્કાર કરતા નરેશ્વરોના મુગટ પોતાના ચરણમાં પડ્યા છે જેના એવો પ્રદ્યોત મહારાજા પરરમણીની કામના કરતાં બંધનને પામ્યો. रन्ना वुत्तं-भयवं !, मूलाओ च्चिय मए परत्थीओ। दूरं भयंकरीओ, भुयंगमीओव्व चत्ताओ॥ पररमणीपसत्तमणो, पाएण जणो न कोऽवि मह रज्जे। गुरुणा भणियं धन्नो, सि जो परत्थीनियत्तो सि ॥ कमलाण सरं रयणाण रोहणं तारयाण जह गयणं । परदारनिवित्तिवयं, वन्नति गुणाण तह ठाणं ॥ अह गुस्णा वागरियं, वेसावसणं नरिंद ! मुत्तव्वं । दविणस्स विणासयरं, जं कमलवणस्स तुहिणं व ॥ जं नीररासिमहणं, व कालकूडं जणेइ खयरोगं । कवलेइ कुलं सयलं, जं राहुमुहं व ससिबिंबं ॥ धूमोव्व चित्तकम्मं जं, गुणगणमुज्जलंपि मलिणेइ । जं दोसाण निवासो, वंमियविवरं व भुयगाणं ॥ वेसावसणासत्तो, तिवग्गमूलं विणासिउं अत्यं । पच्छा पच्छायावेण, लहइ सोयं असोओव्व ॥ કુમારપાલરાજાએ કહ્યું કે- હે ભગવન્! ભુજંગી સમાન ભયંકર પરસ્ત્રીઓનો તો મેં મૂળથી જ ત્યાગ કરેલો છે; એટલું જ નહિ, પણ પરરમણીનો અભિલાષી પુરુષ ઘણું કરીને મારા રાજ્યમાં પણ કોઈ નહિ હશે. આ તેની ભાવનાથી સંતુષ્ટ થઈને શ્રી હેમચન્દ્ર મહારાજ બોલ્યા કે- હે રાજન્ ! તને ધન્ય છે કે જે
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy