________________
જ જુલાઈ ૧૯૩૯)
સી સિહાયક
. . . $૩૧ ૩૦૩ ત્યાંનો શિલાલેખ જુઓ. મુનિ કલ્યાણવિજયનો “આબુના જૈન શિલાલેખો એ લેખ. “જૈન” તા.૯-૧૦-૨૭પૃ.૭૦૭.
૩૦૪ ઉપદેશસપ્તતિકા-સપ્તમ ઉપદેશ.
૩૮૩. આ ઉપરોક્ત પૃથ્વીપાલ અને દશરથ કુમારપાલના મંત્રીઓ હતા. ઉપરાંત તેમના રાજ્યમાં સિદ્ધરાજના જૈનમંત્રીઓ કાયમ હતા. ઉદયન મંત્રીને તેમણે મહામાત્ય બનાવ્યો, તેને સૌરાષ્ટ્ર જીતવા મોકલ્યો હતો અને ત્યાં સં. ૧૨૦૫ કે ૧૨૦૮માં તેનું અવસાન થયું. તે મંત્રીના પુત્રઅંબડ દંડનાયકે કોંકણના કદંબવંશીય રાજા મલ્લિકાર્જુન પર બીજી સવારી કરી જય મેળવ્યો હતો અને તેથી કુમારપાલે તેને “રાજપિતામહની પદવી આપી હતી.૭૫ ઉદયનનો જયેષ્ઠ પુત્ર વામ્ભટ્ટ (બાયડ)યોદ્ધો હતો, તેમજ તે સાહિત્યનિપુણ હતો, એમ તેણે વાભટ્ટાલંકારનામનો ગ્રંથ રચ્યો ગણીએ તો અવશ્ય કહી શકાય. તેને કુમારપાલે સકલ રાજકાર્ય વ્યાપારમાં અમાત્ય બનાવ્યો હતો ને ઉદયન પછી તેનું ‘મહાત્મા’પદ વાભટ્ટને આપ્યું અને કુમારપાલના અંત સુધી તે એ પદ પર પ્રતિષ્ઠિત રહ્યો હતો.૩૦૭ - ૩૮૪. મહામાત્યબાહડે (સં.વામ્ભટ્ટ) કુમારપાલના રાજ્યમાં પોતાના પિતા ઉદયન મંત્રીની ઇચ્છાનુસાર શત્રુંજય પરનું મુખ્ય મંદિરકે જે લાકડાનું હતું તે જીર્ણ થવાથી તથા તે બળી જાય તેવો ભય ટાળવાના હેતુથી તેનો ઉદ્ધાર કરવા તેનું પાક્કા પત્થરનું મંદિર બંધાવ્યું. ત્રણ વર્ષમાં તે તૈયાર થયું પછી તે મંત્રીએ પાટણથી મોટો સંઘ કાઢી ઘણું દ્રવ્ય ખર્ચા સુપ્રસિદ્ધ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના હાથે સં.૧૨૧૧માં ત્યાં અનુપમ પ્રતિષ્ઠા કરાવી. તેમાં એક કરોડ અને સાઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો.૧૦
૩૮૫. તે જ પ્રમાણે દંડનાયકઅંબડે ભરૂચમાં શકુનિકાવિહાર (મુનિસુવ્રતસ્વામીનું ચૈત્ય)નામના પ્રસિદ્ધ અને પ્રાચીન તીર્થનો ઉદ્ધાર કરી ભવ્ય જૈન મંદિર બંધાવ્યું ને તેમાં હેમચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૩૦૫. પ્રબંધચિંતામણી, સુકૃતસંકીર્તન, વસન્તવિલાસ જુઓ.
૩૦૬. વામ્ભટ્ટાલંકારનો કર્તા વામ્ભટ્ટ તે સોમનો પુત્ર હતો ને તેણે જયસિંહના રાજ્યમાં તે રચ્યો એમ કવચિત્ જણાયું છે.(જુઓ પારા ૩૨૦.)
૩૦૭. જુઓ જયસિંહકૃત કુમારપાલચરિત અને જિનમંડનકૃત કુમારપાલ પ્રબંધ, શ્રીજિનવિજયનું અવલોકન પ્રાચીન લેખસંગ્રહ ભાગ ૨,પૃ.૮૯ . - ૩૦૮. ગુજરાતમાં પૂર્વકાળમાં ઘણું કરી લાકડાનાં મકાનો બંધાતાં હતાં. આનો નિર્ણય આ મંદિર સંબંધી મેરૂતુંગે “પ્રબંધચિંતામણી' માં આપેલ વૃત્તાંતથી સ્પષ્ટ થાય છે. ગુજરાતની પ્રાચીન રાજધાની વલભી નગરીના ધ્વસાવશેષોમાં પત્થરનું કામ જરા પણ ઉપલબ્ધ નથી, તે પરથી પુરાતત્ત્વજ્ઞોનું એવું અનુમાન છે કે આ દેશમાં પહેલાં લાકડાં અને ઇંટનાં જ મકાન બંધાવાતાં હતાં.
૩૦૯. જુઓ પ્રબંધચિંતામણી; પણ પ્રભાવ વરિતમાં સં.૧૨૧૩નો સંવત્ આપ્યો છે – शिखीन्दुरविवर्षे (१२१३ )च ध्वजारोपे व्यधायपत् । प्रतिमा सप्रतिष्ठां स श्रीहेमचन्द्रसूरिभिः ॥ पृ. ३३६