________________
૪િ30
મિસિસક
(જુલાઈ : ૧૯૩૯) સંખ્યા અને સમાજમાં લાગવગ ઘણી પ્રબળ હતી તેઓ આ નવીન ઉત્પન્ન થયેલા વિરોધી વર્ગનો દરેક રીતે બહિષ્કાર કરતા-કરાવતા, પોતાની સત્તા નીચે રહેલાં જૈન મંદિરોમાં તેમને પ્રવેશતા અટકાવતા, અને વધારે
૩૮૦. તેમના જૈનધર્મના સ્વીકારથી તેમના પુરોહિતો કે જે નાગર બ્રાહ્મણો હતા, તેમણે પુરોહિતાઈ છોડી નહોતી. કુમારપાલ સાથે અન્ય રાજ્યવંશોનો સંબંધ પણ પૂર્વવત્ સારો રહ્યો હતો. કુમારપાલ પોતાના ગુરુશ્રી હેમચંદ્રાચાર્યના મૃત્યુ પછી છ મહિને સં.૧૨૩૦માં ૮૦ વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગસ્થ થયા.
- ૩૮૧. તેમના રાજ્યની કેટલીક ઘટનાઓ નોંધીએ-સં. ૧૨૦૧માંઆબુ પરની વિમલવસહીની ભમતીમાં તેના મૂલસ્થાપક વિમલમંત્રીના મોટા ભાઈ નેડના પુત્ર મંત્રી લાલિગના પુત્ર મંત્રી મહિંદુકના પુત્ર મંત્રી દશરથે નેમિનાથના બિંબની પ્રતિષ્ઠા કરી. સં. ૧૨૦૪માં તે વિમલમંત્રીના મોટા ભાઈ નેડના બીજા પુત્ર ધવલના પુત્ર આનંદના પુત્ર પૃથ્વપાલ મંત્રીએ તે પ્રસિદ્ધ વિમલવસહી નામના મંદિરનો ઉદ્ધાર કર્યો.૩૦૦ તે વખતે ધનેશ્વરસૂરિશિષ્ય શ્રીચંદ્રસૂરિ હાજર હતા. - ૩૮૨. મેડતા પાસેના ફલવદ્ધિ પુર (ફલોધી)ના પારસ શ્રાવકે ત્યાં નીકળેલી પાર્શ્વનાથની મૂર્તિ માટે વાદિદેવસૂરિના કહેવાથી એક પ્રાસાદ કરાવ્યો અને તે આચાર્યે ઉક્ત વર્ષ સં.૧૨૦૪માં તે પ્રાસાદમાં તે બિંબની પ્રતિષ્ઠા કરી.૩૦૪
જેર ચાલતું ત્યાં ગામમાં પણ રહેવા માટે કનડતા. સિદ્ધરાજ અને કુમારપાલના રાજ્યકાળમાં આ સ્થિતિમાં ઘણો જ ફેરફાર થઈ ગયો હતો, તો પણ કેટલાંક જૂનાં અને પ્રધાન મંદિરોમાં હજી પણ તેવી જ સ્થિતિ ચાલતી હતી. આ જ કારણને લઈને કુમારપાલે પોતાના બંધાવેલા આ જાવાલિપુરના “કુંવરવિહાર'નામના મંદિરને શુદ્ધાચારી દેવાચાર્યના સમુદાયને સમર્પણ કર્યું હોય તેમ જણાય છે, કે જેથી વીતરાગભાવ પ્રાપ્ત કરવા-કરાવવા માટે બંધાયેલા એ દેવસ્થાનનો બીજાં મંદિરોની માફક જાગીર તરીકે ઉપભોગ ન થાય અને તે દ્વારા આચારહીનતાને ઉત્તેજન ન મળે. ભાવુક યતિવર્ગને, ચૈત્યવાસીઓની સત્તા નીચે રહેલાં દેવમંદિરોમાં દેવદર્શન જવા માટે જે હરકતો અને કનડગતો થતી, તે દૂર કરવા માટે તે વખતે નવીન ચૈત્યો ઠેકાણે ઠેકાણે તૈયાર થતાં હતાં, અને તેમને “વિધિ ચૈત્ય' કહેવામાં આવતાં હતાં. આ લેખમાં વર્ણવેલું “કુમારવિહાર' ચૈત્ય પણ તેમાંનું જ એક ગણાવું જોઈએ. પૃ.૨૪૮-૪૯ વળી જુઓ સં. ૧૨૩૦ ના વિધિચૈત્યનો લેખ જિ. ૨, નં. ૩૭૮. ३०१ आज्ञावतिषु मण्डलेषु विपुलेष्वष्टादशस्वादरा -
दब्दान्येव चतुर्दश प्रसृमरां मारी निवार्योजसा। कीर्तिस्तम्भनिभांश्चतुर्दशशती संख्यान्विहारांस्तथा
कृत्वा निर्मितवान् कुमारनृपति जैनो निजैनोव्ययम् ॥ –પોતાના વશવર્તી અઢાર માંડલિકોના મોટા દેશોમાં ફેલાયેલી હિંસાને ચૌદ વર્ષ સુધી પોતાના ઓજસબલવડે નિવારીને-દૂર કરીને કીર્તિસ્થંભ જેવા ચૌદસો મોટા વિહારો (જૈનમંદિરો)બનાવીને જૈન કુમારનૃપતિએ પોતાના પાપનો નાશ કર્યો.
૩૦૨ એમ ગુજરશ્વર પુરોહિત સોમેશ્વર દેવના “સુરથોત્સવ' કાવ્ય પરથી જણાય છે. ઓઝા રાવ ઈ. પ્રથમ ભાગ પૃ. ૧૧૪ ટિપ્પણ.