________________
ક
જૂલાઈ : ૧૯૩૯) શ્રી સિદ્ધચક
કરવું આ અચલગઢ જતાં ૩ મૈલ પર ઓરિઆ (ઓરિસ્સા) ગામની સડકની ડાબી બાજુએ અર્ધા મૈલને છેટે આવેલ જૈનમંદિર હાલ છે તે પ્રાયઃ હોઈ શકે-મુનિ કલ્યાણવિજયનો “આબુના શિલાલેખો' એ પરનો લેખ. વ્યું તે હાલ મોજૂદ છે, કે જે તેણે સવિધિના પ્રવર્તન માટે વાદિદેવસૂરિના પક્ષને સમર્ખ.૩૦૦ ગુજરાતમાં માંડલિક સામન્ત રાજાઓના રાજ્યમાં ઘોષણા કરી જીવહિંસા બંધ કરી.૩૦ નાનાં-મોટાં ૧૪૦૦ મંદિરો બંધાવ્યાં, તેથી ધર્મસાધના સાથે શિલ્પકલાનો વિકાસ સાધ્યો. ૨૧ જ્ઞાન-ભંડારો કરાવ્યા. જુઓ પારા ૩૮૮.
૩૭૭. કુમારપાલ નિર્વિકાર દૃષ્ટિ રાખી પોતાની રાણી સિવાય સર્વ સ્ત્રીને મા-બહેન સમજતાં. મહારાણી ભોપલ દેવીના મૃત્યુ પછી, આજન્મ બ્રહ્મચર્યવ્રતનું પાલન કર્યું. રાજ્યલોભથી પરાભુખ રહ્યા. મદ્યપાન તથા માંસ ને અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ કરતા નહોતા. દીન દુઃખી અને અર્થીને નિરંતર દાન આપતાં. ગરીબ અને અસમર્થ શ્રાવકોના નિર્વાહ માટે દરવર્ષે લાખો રૂપિયા ખર્ચતા. લાખો રૂપિયા ખર્ચ કરી જૈન શાસ્ત્રોનો ઉદ્ધાર કરાવ્યો.
૩૭૮. કુમારપાલે અનાથ અને અસમર્થ શ્રાવક આદિ જનોના ભરણપોષણ અર્થે એક સત્રાગાર બંધાવ્યું કે જેની અંદર વિવિધ જાતનાં ભોજનો અને વસ્ત્રાદિ તેના અર્થીઓને આપવામાં આવતાં હતાં. તેમજ તે સત્રાગારની પાસેજ એક પૌષધશાળા બંધાવી કે એની અંદર રહીને ધર્માર્થી જનો ધર્મધ્યાન કરીને પોતાનું જીવન શાંત રીતે વ્યતીત કરી શકે. સત્રાગાર અને પૌષધશાલાનો કારભાર ચલાવવા માટે શ્રીમાલવંશીય નેમિનાથના પુત્ર અભયકુમારની યોજના કરી હતી. તે શ્રેષ્ઠી બહુ સત્યવ્રત, દયાશીલ, સરલસ્વભાવ અને પરોપકારપરાયણ હતા. તેમની આવા પુણ્યદાયક કાર્ય ઉપર થયેલી યોગ્ય નિમણુકને જોઈ કવિ સિદ્ધપાલે રાજાની યોગ્ય પ્રશસા કરી હતી. (“કુમારપાલ પ્રતિબોધ').
૩૭૯. એકંદરે એક અંગ્રેજ વિદ્વાન્ (ઢડ) ના શબ્દોમાં “કુમારપાલે જૈન ધર્મનું ઘણી ઉત્કૃષ્ટતાથી પાલન કર્યું અને સમસ્ત ગુજરાતને એક આદર્શ જૈન-રાજય બનાવ્યું.”.
- 300. જુઓ જિનવિજય ૨,નં. ૩પર. આ લેખ પર સમાલોચના કરતાં શ્રી જિનવિજય કહે છે કે “કુમારપાલના સમયમાં તેમજ તેની પૂર્વે ઘણા લાંબા સમયથી શ્વેતામ્બર સંપ્રદાયમાં ચૈત્યવાસી તિવર્ગનું ઘણું જોર જામેલું હતું. તે યતિઓએ જૈન મંદિરોને, મધ્યકાળના બૌદ્ધ વિહારો-મઠોના જેવા આકાર-પ્રકારમાં ફેરવી દીધા હતાં. રાજા-મહારાજાઓ અને સત્તાધારી શ્રાવકો-મહાજનો તરફથી મંદિરોના નિભાવ ખર્ચે જે ગામોનાં ગામો આપવામાં આવતાં, તેમની સઘળી વ્યવસ્થા એ ચૈત્યવાસી યતિવર્ગ કરતો અને જમીનની ઉપજનો ઉપભોગ પણ એ જ વર્ગ સ્વેચ્છાપૂર્વક કરતો હતો. જૈન આચારને નહિ છાજે તેવી રીતભાતો પણ એચૈત્યાલયોમાં ચાલતી હતી. આવી પરિસ્થિતિના પરિણામે ધીરે ધીરે જૈનધર્મ પણ બૌદ્ધધર્મની માફક નિર્વાણ દશાને પ્રાપ્ત થશે કે શું, એવો ભય કેટલાક વિદ્વાન અને વિચારવાનું યતિ વર્ગને ઉત્પન્ન થયો અને તેમણે પોતાની નિર્બળતાનો ત્યાગ કરી શુદ્ધ જૈનાચારનો સ્વીકાર કર્યો. આ લેખમાં વર્ણવેલા વાદિદેવસૂરિનો યતિસમૂહ પણ તેવો જ શુદ્ધાચારી હતો. જેમ-જેમ આવા શુદ્ધાચારીઓની સંખ્યા વધતી ગઈ અને તેઓ ચૈત્યવાસીઓની શિથિલતા-આચારહીનતાનો પ્રગટપણે વિરોધ કરતા ગયા, તેમ-તેમ બંને વર્ગોમાં પરસ્પર ભેદભાવની વૃદ્ધિ થવા લાગી અને પરિણામે વાદવિવાદની વૃદ્ધિ થઈ શત્રુભાવ જણાવા લાગ્યો. ચૈત્યવાસીઓ કે જેમની