________________
- છે
શ્રી સિદ્ધચક " (જુલાઈ ૧૯૩૯) (પ્રો. રવજીભાઈએ કરેલી લી. . ની ટીપ જૈનધે કોન્ફરન્સ ઓફિસ. ગિરનાર અને શંત્રુજયની એક યાત્રાનું વર્ણન કુમારપાલપ્રતિબોધમાં છે.) નામે ૨૪ જિનનું મંદિર બંધાવ્યું ૨૭ પછી પોતાના પિતા ત્રિભુવનપાલના સ્મરણાર્થે ત્રિભુવન વિહાર' નામનું ૭૨ જિનાલયવાળું મોટું મંદિર બંધાવ્યું. તે સિવાય ૨૪ તીર્થકરનાં ૨૪ જુદાં-જુદાં મંદિરો તેમજ ત્રિવિહાર' પ્રમુખ બીજા પણ ઘણા વિહારો એકલા પાટણમાં કરાવ્યા.૨૯૮ બીજે કરાવ્યા તે જુદા. એ મંદિરોમાં તેમના આદેશથી જસદેવના પુત્ર દંડાધિપ અભયની દેખરેખ નીચે તારંગાપર્વત ઉપર બંધાવેલું અજિતનાથનું મંદિર ખાસ ઉલ્લેખ કરવા યોગ્ય છે.(કુ.પ્રતિ.) - ૩૭૫. આવી રીતે માત્ર જિનમંદિરો બંધાવીને જ અટકી ન જતાં કુમારપાલ શ્રદ્ધાળુ શ્રાવકની પેઠે નિરંતર જિનપૂજા કરતા એટલું જ નહિ પણ જૈનધર્મનો મહિમા પ્રક્ટ કરવા માટે અષ્ટાલિકા મહોત્સવ વગેરે જૈન ઉત્સવો પણ ઠાઠથી ઉજવતા. એ મહોત્સવો પ્રતિવર્ષ, ચૈત્ર અને આશ્વિન માસના શુક્લપક્ષના છેલ્લા આઠ દિવસોમાં પાટણના મુખ્ય અને પ્રસિદ્ધ “કુમારવિહાર'નામના મંદિરમાં કરવામાં આવતા. ચૈત્ર અને આશ્વિનની પૂર્ણિમાને દિને સાંજે રથયાત્રાનો વરઘોડો દરબારના આડંબર સહિત તેમજ રાજનો, મંત્રી, વ્યાપારી આદિ સમેત કાઢતાં. આવી રીતે રાજા પોતે કરતાં અને પોતાના તાબાના બીજા માંડલિક રાજાઓએ પોતપોતાના નગરોમાં કુમારવિહારો બંધાવ્યા હતા, અને તેમની અંદર આવા મહોત્સવો પણ હંમેશા કરતા-કરાવતા હતા. (કુ.પ્રતિo)
૩૭૬. આ પૈકીનાં ઘણાં-ખરાં મોટાં ભવ્ય મંદિરો ત્યાર પછીના અજયપાલના અને મુસલમાનના સમય-રાજયમાં તૂટી ગયાં છે; પરંતુ તે પૈકી ઉપરોક્ત તારંગાનું અજિતનાથનું ભવ્ય મંદિર (સોમસુંદરસૂરિના સમયમાં સંઘપતિ ગોવિંદના શુભ પ્રયાસથી જીર્ણોદ્ધધૃત થઈ) હજુ મોજુદ છે. કુમારપાલે આબુ ઉપર મહાવીરનું મંદિર બંધાવ્યું હતું. તે પણ અત્યારે પ્રાયઃ વિદ્યમાન છે. ૨૯૯ વળી તેમણે “કુમારવિહાર'નામનું જ સુંદર મંદિર જાલોરનાં કાંચનગિરિગઢ ઉપર સં.૧૨૨૧માં બંધા -
ર૯૭. જુઓ કુમારપાલ પ્રતિબોધમાં તેનું ટૂંક વર્ણન-અષ્ટાપદ સમાન ૨૪ જિનાલયથી રમણીય, સુવર્ણ ધ્વજદંડોવાળું, ચંદ્રકાંતમય પાર્શ્વનાથની મૂલ પ્રતિભાવાળું ને તે ઉપરાંત સોના રૂપા તથા પિત્તળની અન્ય અનેક પ્રતિભાવાળું હતું. વળી આ મંદિરનું વિસ્તારપૂર્વક વર્ણન કુમારવિહારશતકમાં રામચંદ્ર ગણિએ કર્યું છે, તે જુઓ.
૨૯૮. પોતે જૈન થયાં તે પહેલાં માંસભોજનમાં પોતે બહુ આસક્ત હતા તેના પ્રાયશ્ચિત્ત તરીકે કુમારપાલે ત્રિભુવનવિહાર અને ૩ર બીજાં જિનવિહારો કરાવ્યા તે બાબતનો ઉલ્લેખ મોહપરાજય નાટક.૯૩ અને ૫ પર છે. २९९ कुमारपालभूपालचौलुक्यकुलचंद्रमाः । श्रीवीरचैत्यमस्योच्चैः शिखरे निरमीमपत् ॥
-જિનપ્રભસૂરિ અબ્દકલ્પ.