SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ - જુલાઈ ૧૯૩૯) શ્રી સિદ્ધાક જ છે યશપાલ મંત્રીએ ૧૨૨૯ ને ૧૨૩૩ વચ્ચે રચ્યો, તે પ્રકટ થયો છે. ગા. ઓ. સી. નં. ૯ ૩૭૨. એક દિન એક સ્ત્રીને રાત્રે રોતાં સાંભળતાં કુમારપાલે પથારીમાંથી ઊઠી તેની પાસે જઈ રોવાનું કારણ પૂછયું. તેણી ધનાઢય ગૃહસ્થની સ્ત્રી હતી. તેનો પતિ અને પુત્ર બંને મરણ પામ્યા હતા, તેણીએ જણાવ્યું કે “રાજયનો પૂર્વકાળથી ક્રૂર નિયમ ચાલ્યો આવે છે કે સંતતિહીન મનુષ્યોની મિલ્કતનો માલિક રાજ્ય છે. આથી મારી સર્વ સંપત્તિ રાજય લઈ લેશે તો હું મારું જીવન કેમ વીતાવીશ, આથી મારે પણ આજે મરી જવું સારું છે”.મહારાજે આ સાંભળી આશ્વાસન આપી જણાવ્યું કે તું મર નહિ, રાજા તારું ધન લેશે નહિ. સુખપૂર્વક તું તારી જિંદગીને ધર્મકૃત્ય કરવામાં ગાળ'. રાજાએ પછી પ્રજાનો આ ત્રાસ દૂર કરવા અધિકારીઓને હુકમ આપ્યો કે “નિષ્ણુત્ર મનુષ્યના મરણ પછી તેની સંપત્તિ રાજા લઈ લે છે એ નિયમ બંધ કરો. તેમાં ભલે એક-બે લાખ શું, પણ એક બે કરોડ રૂપિયાનું નુકશાન થાય તોયે શું? આ રીતે અપુત્રોનું ધન રાજખાલસા થતું તે બંધ કર્યું. આ સંબંધી એક શ્લોક એકે કહેલો તે નોંધવા યોગ્ય છે - अपुत्राणां धनं गृह्णन्, पुत्रो भवति पार्थिवः । त्वं तु संतोषतो मुंचन्, सत्यं राजपितामहः ॥ -અપુત્રોનું ધન ગ્રહણ કરનારો રાજા તેનો પુત્ર બને છે, પરંતુ આપ તો સંતોષપૂર્વક તેને છોડી દેવાથી રાજપિતામહ જ થયા છો. ૩૭૩. આ રાજાનું ધાર્મિક જીવન ધર્મપરાયણ હતું, પોતે જિતેંદ્રિય અને જ્ઞાનવાન હતા અને શ્રી હેમચંદ્રાચાર્યનો જ્યારથી અપૂર્વ સમાગમ થયો, ત્યારથી તેમની ચિત્તવૃત્તિ ધર્મ પ્રત્યે વધુ ને વધુ થતી ગઈ. નિરંતર ધર્મોપદેશ સાંભળવા લાગ્યો અને જૈનધર્મ પ્રત્યે પોતાની શ્રદ્ધા વધતી-વધતી દઢ થતી ગઈ. છેવટે સંવત ૧૨૧૬ના માર્ગશીર્ષની શુક્લદ્વિતીયાને દિને પ્રકટપણે જૈનધર્મની ગૃહસ્થદીક્ષા સ્વીકારી-જૈનધર્મ અંગીકાર કર્યો. તેમના સમયમાં તેમની પ્રેરણાથી ઉપકેશગચ્છના કક્કસૂરિએ ક્રિયાતીન ચૈત્યવાસીને ગચ્છબહાર કર્યા હતા. તે રાજાએ ૭ વખત સોમનાથ અને શત્રુંજયાદિ જૈનતીર્થની યાત્રા કરી હતી.૨૯ જયાં જયાં જીર્ણમંદિર હતાં ત્યાં તેનો ઉદ્ધાર કર્યો. ૧૬૦૦ જીર્ણોદ્ધાર, ૧૪૪૪ નવાં જિનમંદિરો પર કળશ ચઢાવ્યા. ૩૭૪. ‘ઠેકાણે ઠેકાણે જિનમંદિરો બંધાવ્યાં, તેમાં સૌથી પ્રથમ પાટણમાં શ્રીમાલ મંત્રી ઉદયનના પુત્ર મંત્રી વાલ્મટે (બાહડે), વાયડવંશીય ગર્ગશેઠના પુત્રો આદિની દેખરેખ નીચે “કુમારવિહાર' ૨૯૬ કુમારપાલની યાત્રાનું વર્ણન લીંબડી ભંડારમાં એક છૂટક કથાની જૂની પ્રતમાં આપ્યું છે, તેમાં જણાવ્યું છે કે તે યાત્રામાં રાણી ભૂ(ભો)પલ દેવી, પુત્રી લીલ, દોહિત્રીઓ, પ્રતાપમલ્લ ઉદયન સુત વામ્ભટ્ટ (બાહડ),પરમાર કપર્દિ રાજા, પાલણપુર વસાવનાર રાજા સણ? (પાલ્પણ પ્ર©ાદન), ષદ્રભાષા ચક્રવર્તી શ્રીપાલ રાય-નાગ શેઠ સુત આભડ, છન્નુલક્ષાધિપતિ છોડાક અને ઘણા કોટિધ્વજ શેઠ સાથે હતા.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy