________________
શ્રી સિદ્ધરાક
જુન ૧૯૩૯) चौलुक्येन कुमारपालविभुना प्रत्यक्षमावासिता, निर्भीका निजमानसौकसि वरे केनोपमीयेत सः ? ॥१॥
–ત્રિલોકમાં જે એકલી હિતપ્રદ હોય તે તો દયા છે. એવી દયા પણ લાંબા કાળ સુધી વિધુર અને દીન બની સ્વર્ગમાં કે ભૂમંડલપર કે સમુદ્રના મુખમાં સ્થિતિ કરી શકી નહિ-રહી નહિ. તેને નિર્ભીક બનાવી ચૌલુકય કુમારપાલરાજાએ પોતાના માનસરૂપી ઉત્તમસ્થાનમાં પ્રત્યક્ષ આવાસ આપ્યો. આ રાજાને કોની ઉપમા આપવી?-અર્થાત્ તે અનુપમેય છે.
एको यः सकलं कुतूहलितया बभ्राम भूमंडलं, प्रीत्या यत्र पर्तिवरा समभवत् साम्राज्यलक्ष्मीः स्वयम् । श्रीसिद्धाधिपविप्रयोगविधुरामप्रीणयद्यः प्रजां, कस्यासौ विदितो न गूर्जरपतिश्चौलुक्यवंशध्वजः ? ॥१॥
–જેણે કુતુહલી થઈ સર્વભૂમંડલમાં ભ્રમણ કર્યું, જેનામાં સામ્રાજ્યલક્ષ્મી પોતાની મેળે પ્રીતિ વડે આવી મળી, જેણે સિદ્ધરાજના વિયોગથી વિધુર બનેલી પ્રજાને પ્રસન્ન કરી, એવા એક જે ચૌલુક્યવંશના ધ્વજરૂપ ગુર્જરપતિ (પરમહંત કુમારપાલ) કોનાથી અજાણ્યા છે? તે કુમારપાલ સર્વને વિદિત છે, (–યશપાલકૃત મોહપરાજય ૧-૨૮)
जिष्णुश्चेदिदशार्णमालवमहाराष्ट्रापरांत्न करून, सिन्धूनन्यतमांश्च दुर्गविषयान्दोर्वीर्यशक्त्या हरिः । चौलुक्यः परमार्हतो विनयवान् श्रीमूलराजान्वयी, तं नत्वेति कुमारपालपृथिवीपालोऽब्रवीदेकदा ॥१॥ पापर्द्धिद्यूतमद्यप्रभृति किमिपि यन्नारकायुनिभित्तं, तत्सर्वं निर्निभित्तोपकृतिकृतधियां प्राप्य युष्माकमाज्ञाम् । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्हच्चैत्यैस्तंसिता भूरभवमिति समः संप्रतेः संप्रतीह ॥२॥
–ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્રની પશ્ચિમ દેશો કુરુ, સિંધુ અને બીજા દુર્ગમ દેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર, પરમાત, વિનયવાનું અને ચૌલુકયકુળના શ્રીમૂલરાજના વંશમાં થયેલા શ્રીકુમારપાલરાજાએ એક વખત (શ્રી હેમચંદ્ર) સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે આપ છો તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિની આયુષ્યના નિમિત્તરૂપ મૃગયા, ચૂત અને મદિરા વગેરે દુર્ગુણોને મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ