________________
જુન : ૧૯૩૯
કીરિક युष्माकमाज्ञाम् । स्वामिन्नु| निषिद्धं धनमसुतमृतस्याथ मुक्तं तथाऽर्हच्चैत्यैस्तंसिता भूरभवमिति समः संप्रतेः संप्रतीह ॥१७॥ पूर्वं पूर्वजसिद्धराजनृपतेर्भक्तिस्पृशो याञ्चया, सांगं व्याकरणं सुवृत्ति सुगमं चक्रुर्भवन्तः पुरा । मद्धेतोरथ योगशास्त्रममलं लोकाय च व्याश्रयच्छन्दोऽलंकृतिनामसंग्रहमुखान्यन्यानि शास्त्राण्यपि ॥१८॥ लोकोपकारकरणे स्वयमेव यूयं, सज्जाः स्थ यद्यपि तथाऽप्यहमर्थयेऽदः । मादृग्जनस्य परिबोधकृते शलाकापुंसां प्रकाशयत वृत्तमपि त्रिषष्टेः ॥१९॥ तस्योपरोधादिति हेमचन्द्राचार्यः शलाकापुस्मेतिवृत्तम् । धर्मोपदेशैकफलप्रधानं, न्यविशच्चारुगिरां प्रपंचे ॥२०॥ તે દેવચંદ્રસૂરિના ચરણકમલમાં ભ્રમરરૂપ હેમચંદ્રનામે આચાર્ય થયા કે જેઓએ તે ગુરુના પ્રાસાદથી જ્ઞાનસંપત્તિનો મહોદય પ્રાપ્ત કર્યો. ચેદી, દશાર્ણ, માલવ, મહારાષ્ટ્રના પશ્ચિમ છેડા સુધી કુર, સિંધુ અને બીજા દુર્ગમદેશોને પોતાના ભજવીર્યની શક્તિથી હરિની જેમ જીતનાર પરમાહત, વિનયવાનું અને ચૌલુક્યકુળના શ્રીમૂલરાજના વંશમાં થયેલા કુમારપાલરાજાએ એક વખતે તે (શ્રી હેમચંદ્ર) સૂરિને નમીને આ પ્રમાણે કહ્યું કે “હે સ્વામી ! નિષ્કારણ ઉપકાર કરવાની બુદ્ધિવાળા જે તમે છો તેમની આજ્ઞાને પ્રાપ્ત કરીને નરકગતિ સંબંધી આયુષ્યના નિમિત્તરૂપ એવા મૃગયા, ધૂત, અને મદિરા વગેરે દુર્ગુણો તો મારી પૃથ્વીમાંથી નિષિદ્ધ કર્યા છે. તથા પુત્રરહિત મૃત્યુ પામેલાનું ધન લેવું પણ મેં છોડી દીધેલું છે અને બધી પૃથ્વી અરિહંતના ચૈત્ય વડે સુશોભિત કરી દીધી છે. તેથી હવે હું સાંપ્રતકાળમાં સંપ્રતિ રાજા જેવો થયો છું. પૂર્વે મારા પૂર્વજ સિદ્ધરાજની ભક્તિ યુક્ત યાચનાથી આપે વૃત્તિ (વિવરણોથી યુકત એવું સાંગવ્યાકરણ (સિદ્ધહેમચંદ્ર) રચેલું છે. તેમજ મારે માટે નિર્મળ યોગશાસ્ત્ર રચેલું છે અને લોકોને માટે હાશ્રયકાવ્ય, છંદોનુશાસન, કાવ્યાનુશાસન, અને નામસંગ્રહ (અભિધાનચિંતામણી વગેરે કોષ) પ્રમુખ બીજાં શાસ્ત્રો પણ રચેલાં છે. તે સ્વામિ ! જો કે તમે સ્વયમેવ લોકો પર ઉપકાર કરવાને અર્થે સજજ થયા છો. તથાપિ મારી પ્રાર્થના છે કે મારા જેવા મનુષ્યોને પ્રતિબોધ થવાને માટે આપ ત્રિષષ્ટિશલાકાપુરુષોના ચરિત્ર પ્રકાશ કરો, આ પ્રમાણેના કુમારપાળરાજાના આગ્રહથી શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મોપદેશ જેનું એક પ્રધાન ફળ છે એવું આ ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વાણીના વિસ્તારમાં સ્થાપન કર્યું અર્થાત્ રચ્યું.
કુમારપાલનો સમય જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ
સં. ૧૧૯૯ થી સં. ૧૨૩૨ स्वर्गे न क्षितिमण्डले न वडवावको न लेभे स्थिति, त्रैलोक्यैकहितप्रदाऽपि विधुरा दीना दया या चिरम् ।