________________
( જુન ૧૯૩૯)
શ્રી સિદ્ધચક
. જેણે प्रतिपन्ने ततः श्राद्धव्रतसद्ध्यानहेतवे । भूपस्याध्यात्मतत्त्वार्थावगमाय च स प्रभुः ॥७७१॥ योगशास्त्र सुशास्त्राणां, शिरोरत्नसमं व्यधात् । अध्याप्य तं स्वयं व्यक्तुं , तत्पुरश्च व्यचारयत् ।।७७२॥
હવે ઉદયનનો બીજો અંબડ નામે મોટો પુત્ર કે જે અસાધારણ પરાક્રમી હતો, તેણે કુમારપાળના આદેશથી કોંકણદેશના અધિપતિ મલ્લકાર્જુન રાજાનો શિરછેદ કર્યો અને પોતે સ્વામીના પ્રસાદથી તેમજ પોતાના પરાક્રમથી લાટ, સહસ્રનવક, મંડળ, ભંભેરી, કંકણ, પદ્ર, રાષ્ટ્ર,પલ્લી અને વનોને ભોગવતો હતો, વળી તે રાજસંહાર એવા સાન્વય ઉગ્ર બિરૂદને ધારણ કરતો હતો. એ કદા શ્રીભૂગકચ્છ નગરમાં શ્રી મુનિસુવ્રત સ્વામીનું પુરાતન કાષ્ઠમંદિર જીર્ણ થયેલ તેના જોવામાં આવ્યું. કીટકોને લીધે તેના જીર્ણકાષ્ઠમાંથી પડતા ચૂર્ણથી જમીન આચ્છાદિત થઈ ગઈ હતી અને તેના લોખંડના ખીલા શિથિલ થવાથી તેના પાટીયા પડવા માંડયા હતાં. વળી વધારે વૃષ્ટિ થતાં તેમાંથી પાણી ગળતું તથા ભીંતો બધી જીર્ણ હોવાથી ગભારામાં તેમજ ભગવંતની પ્રતિમા પર પણ પાણી પડતું હતું; આથી પ્રથમના પ્રસાદને ઉખેડી જીર્ણોદ્ધાર શરૂ કરાવતાં તેણે પાયો ખોદાવ્યો અને તે વખતે પ્રભુને પોતાના સ્થાને પધરાવ્યા. એવામાં તે સ્થળે યોગિનીઓ બત્રીસ લક્ષણ યુક્ત તે હોવાને લીધે શ્રીમાનું અંબડને છળવા લાગી. જેથી સર્વાગે તેને વ્યથા થવા લાગી, તેની કાંતિ ક્ષીણ થઈ ગઈ, સુધા કે તૃષાની અરૂચિ વધતાં તેનું શરીર કેવળ ક્ષીણ થવા લાગ્યું. આથી તેની પદ્માવતીમાતાએ પદ્માવતીદેવીનું આરાધન કર્યું એટલે તેણીએ સ્વપ્નમાં આવીને જણાવ્યું કે “હે વત્સ ! સત્યવચન કહું છું તે સાંભળ–સમસ્તયોગિનીઓનું એ મહાપીઠ સ્થાન છે, અહીં તે આવીને આનંદ કરે છે. તેણીઓ જેને નડે છે તેને હેમચંદ્રગુરૂ વિના અન્ય કોઇ છોડાવી ન શકે. ત્યારે પ્રભાતે ગુરૂને બોલાવવા માટે તેણે પોતાના માણસોને આદેશ કર્યો. જેથી એકદમ તેમણે ગુરૂ પાસે જઈને પોતાનો આદેશ નિવેદન કર્યો. તે વખતે પદ્માવતી પણ આવીને કહેવા લાગી કે- છીંક આવે ત્યારે સૂર્યનું જ શરણ લેવાય, અન્ય કોઈનું નહિ.” હે નાથ ! પુત્ર સહિત મને જીવિત આપો.' ત્યારે ગુરૂ બોલ્યા કે–“ધર્મના પ્રભાવે બધું સારું થશે.' પછી યશશ્ચંદ્ર ગણી સહિત પગે ચાલીને ગુરૂમહારાજ અંબડ મંત્રી પાસે આવ્યા. ત્યાં ગણિતમાં નિષ્ણાત એવા ગણી મહારાજે તેની બધી ચેષ્ટા જોઈ અને પોતાના ચિત્તમાં ચિંતવીને લક્ષ્યમાં બુદ્ધિ ધરાવનાર એવા તેમણે તેની માતાને શિખામણ આપતાં જણાવ્યું એટલે તેણે અર્ધરાત્રે એક વિશ્વાસપાત્ર પુરૂષને તેમની પાસે મોકલ્યો. તે સુગંધિ દ્રવ્ય સહિત બળી લઈને આવ્યો. પછી નગરના મુખ્યદ્વાર પાસે રાત્રે આચાર્ય મહારાજ બળી અપાવતાં તે ગણી સાથે કિલ્લાની બહાર ચાલ્યા. ત્યાં દ્વાર ઉઘાડીને આગળ ચાલતાં માર્ગમાં એક ચકલાનો સમૂહ તેમના જોવામાં આવ્યો. એટલે ચગચગાટ અવાજ કરતા તેના મુખમાં બળિ માર્યો, ત્યાં યશશ્ચંદ્રને તરત તેદષ્ટનષ્ટ થઈ ગયા. પછી ત્યાંથી આગળ ચાલતાં કેટલેક દૂર વાંદરાનો સમૂહ જોવામાં આવ્યો, ત્યારે