SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૧છે . શ્રી સિદ્ધચક્ર ૧૯૩૯) તેમણે ત્યાં પણ તરત અક્ષત નાંખ્યા. જેથી તે પણ બધા અદશ્ય થઈ ગયા. ત્યાંથી આગળ ચાલતાં શ્રીસેંધવી દેવીના મંદિર પાસે કાયરજનોને ભય પમાડનાર બિલાડાઓનું એક મંડળ તેમના જોવામાં આવ્યું. તે નિરંતર મહારૌદ્રશબ્દથી બાળકોને બિવરાવે તેવું હતું. તેમના પર રક્તપુષ્પો ફેંકતાં તે પણ બધાં ભાગી ગયા. પછી મહાદેવીના તોરણ આગળ આચાર્ય આવીને ઉભા રહ્યા. એવામાં ગણી મહારાજ આકુળતા લાવ્યા વિના કહેવા લાગ્યા કે –હે દેવી ! બહુ દૂરથી પગે ચાલી કષ્ટ વેઠીને શ્રીહેમસૂરિ તારે આંગણે આવ્યા છે માટે અભ્યસ્થાનાદિક સત્કાર કરવો તારે ઉચિત છે. કારણ કે સર્વ જાલંધરાદિકોએ એમની પૂજા કરી છે.” તે એ પ્રમાણે બોલતા હતા, તેવામાં શ્રીસેંધવી દેવી ચંચલકુંડળથી શોભતી એવી અંજલિ જોડીને સમક્ષ ઉભી રહી, ત્યારે ગણી બોલ્યા કે-હે વિબુધેશ્વરી ! અમો જે અતિથિઓ છે તેમનું આતિથ્ય કર. એટલે પોતાના પરિવાર અને બળથી અંબડને મુક્ત કર.” એમ ગુરૂનું વાક્ય સાંભળતાં તે કહેવા લાગી કેતમે બીજું કાંઈ માગો, કારણ કે એ તો યોગીનીઓમાં હજાર પ્રકારે વહેંચાયેલ છે.' ત્યારે ગણી બોલ્યા કે “મોટા આક્ષેપથી કહેવા લાગ્યા કે તારે એમ કરવું હોય તો પણ ભલે, તથાપિ તારે નિવૃત થઇને પોતાના સ્થાને બેસવાની જરૂર છે અને તેમ કરીને પણ શ્રી હેમચંદ્રપ્રભુને તું અદ્ભુત માન આપ, કે જેથી મંડળમાં બંનેનું રૂપ રહી શકે.” એમ સાંભળતાં ભયથી બ્રાંત થયેલ દેવીએ એક મોટો શબ્દ ર્યો, જેથી બધી દેવીઓ મંત્રીને મૂકીને તરત ત્યાં આવી. પછી દેવીએ જણાવ્યું કે તમને કેવું વચન અપાવું?' એટલે ગણી બોલ્યા કે-“પરમબ્રહ્મના નિધાન એવા ગુરૂમહારાજને બાહ્યના વચન પર આસ્થા કેવી? પરંતુ પ્રભાતે અમે આપનો કંઈક સત્કાર કરીશું,' એમ કહી દેવીને પોતાના સ્થાને વિર્સજન કરી અને આચાર્ય પણ ત્યાંથી સ્વસ્થાને આવ્યા. એ પ્રમાણે સમાધાન થવાથી રાત્રે અંબડ મંત્રીને નિષેધ કર્યો. તેમજ ઘોષણાપૂર્વક અમારિપટ વગાડવ્યો. એ રીતે સેંધવી દેવી થકી અંબડને આચાર્ય મહારાજે મુક્ત કરાવ્યો, એટલે તેણે શ્રીમુનિસુવ્રતસ્વામીના ચૈત્યનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અઢાર હસ્ત પ્રમાણ, અસાધારણ રચનાયુક્ત, તથા અનેકદેવગૃહોથી સુશોભિત એવું એ ચૈત્ય કનકાચલના કૂટ(શિખર)સમાન શોભવા લાગ્યું. ત્યાં મંત્રીશ્વરે ધ્વજારોપણનો મહોત્સવ કરાવ્યો. તે જોતાં અત્યંત સંતુષ્ટ થયેલા આચાર્યે તેને આશિષ આપતાં જણાવ્યું કે-જયાં તું નથી, તેવા કૃતયુગનું શું પ્રયોજન છે, અને જ્યાં તું છે, તેને કલિ (કળિકાળ) કેમ કહેવો? જો કલિમાં તારો જન્મ થયો, તો ભલે કળિકાલ જ રહ્યો. કૃતયુગની કાંઈ જરૂર નથી. માટે યાંવચંદ્રદિવાકર તું તારા વંશજો ના મનોરથને પૂર્ણ કરતાં અને આંતર તથા બાહ્યશત્રુઓને ક્ષીણ કરતો જયવંત રહે.” પછી અંબડ મંત્રીની અનુમતિ લઈ ગુરૂમહારાજ સ્વસ્થાને આવ્યા અને પ્રધાનને આયુષ્ય દાન આપવાથી રાજાને તેમણે ભારે આનંદિત બનાવી દીધો. આથી રાજા સંતુષ્ટ થઈને મુક્તકંઠે કહેવા લાગ્યો કે-“અહો! જેના ગુરૂની
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy