________________
જd
શ્રી પાક
( જુન : ૧૯૩૯ ) पुस्तकावस्थितौ चेन्मे, भाग्यं जागति-निर्भरम् । तदा भवंतु श्रीतालाः, सर्वेऽमी तालभूस्हः ॥७११॥ इत्युक्त्वा ग्रंथितं भुक्त्वा, माणिक्यैः स्वर्णनिर्मितम् । ग्रैवैयकं तरोः स्कन्धे, न्यवेशयदशंकधीः ॥७१२॥ व्यावृत्य सौधमूर्द्धानमधितस्थौ नराधिपः । प्रातः प्रावर्द्धयंस्ते चारामपालाः प्रभुं मुदा ॥७१३॥ सर्वे श्रीताडतां जग्मुः, स्वामिन्नत्र नवदुमाः । यथेच्छलेखकैः शास्त्रसमूहो लिख्यतां ततः ॥७१४॥ वस्त्राभरणभोज्यादि, तेषां सत्पारितोषिकम् । ददावदैन्यदं दानमनादीनवचेतनः ॥७१५॥ ततः प्रववृते पुस्तकानां लेख्यविधिस्तदा । भूपालयशसा भाग्यसंघात इव संगतः ॥७१६॥ राजा सांतःपुरो गेहिव्रतं बिभ्रदनिदितम् । सम्यग् बभार साम्राज्यं, स चक्रीव त्रयोदशः ।।७१७॥ अन्यदा भूपति श्रीमदजितस्वामिसंस्तवम् । कुर्वन्तं प्राग रिपुच्छेदसंकल्पपरिपूरितः ॥७१८॥ तत्प्रासादविधानेच्छं, प्रभुरादिक्षत स्फुटम् । गिरौ तारांगनागाख्येऽनेकसिद्धोन्नतस्थितौ ॥७१९॥ विहार उचितः श्रीमन्नक्षय्यस्थानवैभवात् । शत्रुजयापरा मूर्तिगिरिरेषोऽपि मृश्यताम् ॥७२०॥ चतुर्विंशतिहस्तोच्चप्रमाणं मंदिरं ततः । बिंबं चैकोत्तरशतांगुलं तस्य न्यधापयत् ॥७२१॥ अद्यापि त्रिदशवातनरेन्द्रस्तुतिशोभितः । आस्ते संघजनैदृश्यः प्रासादो गिरिशेखरः ॥७२२।।
હવે એકદા બુદ્ધિના નિધાનરૂપ એવા શાસ્ત્રનો વિસ્તાર કરવા પૂર્વની રીતિ પ્રમાણે પ્રવર્તતા એવા પોતાના ગુરુના ગ્રંથનો સમૂહ લખાવતાં કીડાઓ અને દાવાનળના ઉપદ્રવથી તાડપત્ર ખુટી પડ્યાં, અને દેશાંતરથી મંગાવેલ આવ્યાં નહિ, જેથી રાજાને ભારે ચિંતા થઈ પડી. તે ચિંતવવા લાગ્યા કે–અહા ! મારા ગુરુ ગ્રંથ બનાવવામાં જેટલી શક્તિ ધરાવે છે, તેટલી તેને સંપૂર્ણ લખાવવાની પણ મારી શક્તિ નથી; તેથી મારા પૂર્વજોને આજે લજજા પમાડવાનો વખત મારે આવ્યો. એમ ધારી ઉદ્યાનમાં જતાં તાલવૃક્ષોની ઘટામાં બેસી તેનું સુગંધિ દ્રવ્ય અને પૂષ્પોથી પૂજન કરીને રાજાએ જણાવ્યું કે –“જ્ઞાનવડે ઉપકાર કરવાથી તે વનરાજ ! તમે પૂજનીય છો, સુંદરપત્રોને લીધે તમે સર્વ દર્શનીઓના શાસ્ત્રોના આધારભૂત છો. પુસ્તકોને કાયમ રાખવા માટે જો મારું ભાગ્ય જાગતું હોય, તો આ બધાં તાલવૃક્ષો નવપલ્લવિત થઈ જાઓ.' એમ કહી માણિજ્યથી મઢેલ સુવર્ણનું પોતાનું કંઠાભરણ નિઃશંક થઈને રાજાએ વૃક્ષના સ્કંધ પર સ્થાપન કર્યું. પછી પોતે પોતાના રાજભવનના ઉપલા ભાગ પર બેસી ગયા. પછી પ્રભાત થતાં ઉદ્યાનપાલકો એ પ્રમોદપૂર્વક રાજાને વધામણી આપી કેહે સ્વામિન્ ! અગ્નિથી દગ્ધ થયેલાં વૃક્ષો બધાં ઉદ્યાનમાં નવ૫ત્રો યુકત બની ગયા છે. માટે હવે ઇચ્છાનુસાર લેખકો પાસે શાસ્ત્રો લખાવો.” આથી પ્રસન્ન થતા અને નિર્દોષ એવા રાજાએ તેમને વસ્ત્રાભરણાદિનું એટલું ઈનામ આપ્યું કે તેમની ગરીબાઈ દૂર થઈ ગઈ. પછી રાજાના યશની સાથે જાણે ભાગ્યનો સમૂહ ભળ્યો હોય તેમ પુસ્તકોનું લખાણ ચાલવા માંડ્યું. પોતાના અંતઃપુર સહિત નિર્દોષ