________________
-
-
" થી સિદ્ધચક
છ
- જુન : ૧૯૩૯ મહાપુરુષોમાં તું જ એક મુગટ સમાન છે.
એ પ્રમાણે અંતઃપુરસહિત પ્રત્યાખ્યાનપૂર્વક રાજા, દેવેંદ્રની જેમ નિષ્કટક રાજ્યનું પાલન કરવા
લાગ્યા.
એવામાં એક વખતે જૈનધર્મમાં તત્પર બનેલ રાજા કુમારપાલને બંને રીતે બલ (બળ તથા સૈન્ય)હીન જાણીને કેટલાક બાતમીદાર સેવકોએ એ વાત કલ્યાણકટકના અધિપતિ રાજાને નિવેદન કરી, જેથી તે મોટું લશ્કર લઈને તેમની સામે આવ્યો. એ સમાચાર પોતાના ખાનગી પુરુષો પાસેથી જાણવામાં આવતાં કુમારપાલને ચિંતા થવાથી તેમણે ગુરુ મહારાજને વિનંતિ કરી કે –“હે ભગવદ્ ! હું જૈન છતાં એ રાજાથી જો મારો પરાભવ થાય તો જિનશાસનની લઘુતા થાય. ત્યારે આચાર્ય કહેવા લાગ્યા કે – હે નરેન્દ્ર ! શાસનદેવી તારું રક્ષણ કરશે, અને તે લગ્ન (મુહુર્ત) સાતમે દિવસે છે, તે જાણવામાં આવશે.' એમ ચમત્કારી વચન સાંભળીને રાજા પોતાના સ્થાને ગયા. અહીં રાત્રે ગુરુમહારાજે વિધિપૂર્વક સૂરિમંત્રનો જાપ કર્યો એટલે તેના અધિષ્ઠાયક દેવ સાક્ષાત્ આવ્યા અને તેમને જણાવ્યું કે– કુમારપાલના ભાગ્યથી તેમના શત્રુનો ઉદ્યમ નષ્ટ થયો છે. એવામાં સાતમે દિવસે ચરપુરુષોએ રાજાને શત્રુના મરણના સમાચાર આપ્યા, જે સાંભળતાં રાજા બોલી ઉઠ્યા કે– અહો ! મારા ગુરુનું જેવું જ્ઞાન છે તેવું બીજે ક્યાંય પણ નહિ હોય. अन्येधु नधर्मस्थं, भूपालं प्रणिधिवजैः । बलहीनं द्विधा ज्ञात्वा, कल्याणकटकाधिपः ॥६९९॥ भूपोऽयमित्रयन्नायात्प्रयाणं बलकोटिभिः । कुमारपालस्तज्ज्ञात्वा, चारैश्चिंतामवाप च ॥७००॥ विज्ञप्तं च प्रभूणां तत्, प्रभो ! जैनस्य मे किमु । अस्मात्पराभवो भावी, प्राप्तशासनलाघवः? ॥७०१॥ प्रभुराह महाराज ! त्वां श्रीशासनदेवताः । पांति जानाति लग्नस्तत्, सप्तमे वासरे भवान् ॥७०२॥ श्रुत्वेति सचमत्कारं, ययौ भूपः स्वमन्दिरम् । अध्यायदजनौ सूरिविधिना परमाक्षरम् ॥७०३॥ तदधिष्ठायकस्तस्यादेशं साक्षाद्ददौ तदा । भाग्यात्कुमारपालस्य, शत्रुरस्तंगतोऽधमः ॥७०४॥ सप्तमे वासरे चारैररिमृत्योः स वर्द्धितः । नृपोऽवददहो ज्ञानं, मद्गुरो परत्र तत् ॥७०५॥ अन्यदा लिख्यमाने च, स्वगुरुग्रंथसंचये । प्रागीत्या शास्त्रवितारविधये निधये धियाम् ॥७०६॥ ताडपत्रत्रुटिर्जज्ञे, शलभेभ्यो दवेन च । देशांतरादनायातैस्तैश्चिता भूपतेरभूत् ॥७०७॥ . मद्गुरोः करणे शक्तिर्लेखनेऽपि न मे पुनः । शास्त्राणां वीडिता अद्य, ततस्ते पूर्वजा मयः ॥७०८॥ गत्वाऽऽरामे निजे तालजाले स्थित्वाऽस्य पूजनम् । गंधद्रव्यैर्व्यधाद्भूपः, सुगंधकुसुमैस्तथा ॥७०९॥ उवाच वनराज ! त्वं, पूज्यो ज्ञानोपकारतः । सर्वदर्शनिशास्त्राणामाधारस्त्वं दलैः कलैः ॥७१०॥