SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૮ શ્રી સિદ્ધચક્ર ( જુન ૧૯૩૯ ) રીતે ઉપકાર કરે? વળી રાજાએ સાત હાથના અને વર્ણના અનુસાર બત્રીશ શ્રેષ્ઠ પ્રાસાદ કરાવ્યા. તેમાં બે શ્વેત, બે શ્યામ,બે રકતોત્પલ સમાન વર્ણવાળા, બે નીલ અને સોળ કનક સમાન વર્ણવાળા પ્રસાદ હતા. ત્યાં ચોવીશ ચૈત્યોમાં શ્રી ઋષભાદિક ચોવીશ જિનેશ્વરોને તથા ચાર ચૈત્યમાં શ્રીમંધર પ્રમુખ ચાર જિનવરો,તેમજ શ્રી રોહિણી, સમવસરણ, પ્રભુપાદુકા અને અશોક વૃક્ષ એમ બત્રીશ સ્થાપન કર્યા. એટલે “હું બત્રીશ પૂર્વજ પુરૂષોના ઋણથી મુક્ત થયો” એમ જાણે સૂચવ્યું હોય; એમ પરમાત મહારાજા કુમારપાલ માનવા લાગ્યો. પછી મંત્રીએ પૂર્વ વાક્યના અનુસાર રાજાને નિવેદન કર્યું કે પચીશ હાથ ઉંચા શ્રી તિહઅણપાલ નામના મંદિરમાં પચીશ અંગુલ પ્રમાણ શ્રીમાન નેમિનાથ જિનેશ્વરને સ્થાપન કરો. વળી તેણે સમસ્ત દેશ અને સ્થાનોમાં અન્ય લોકો પાસે પણ જિનમંદિરો કરાવ્યાં. પછી એકદા ધર્મોપદેશના અવસરે ગુરુમહારાજે દુર્ગતિ દુર્યોનિરૂપ ભવ-સંસારમાં ભમાવનાર એવા સાત વ્યસનોનું વર્ણન રાજાને સંભળાવ્યું, જે સાંભળતાં તેણે પોતાના દેશમાં સત વ્યસનોનો નિષેધ કર્યો. તેમજ ઘોષણાપૂર્વક અમારિપટ વગડાવ્યો. હવે પોતાના નગર અને રાજયમાં ભમતાં કુમારપાલરાજાએ એક એવી સ્ત્રી જોઈ કે જેનો પતિ મરણ પામ્યો હતો અને રાજપુરુષો જેને સતાવી રહ્યા હતા. તેની દયા આવવાથી તે જ વખતે રાજાએ તેનું ધન લેવાનો નિષેધ કર્યો અને પોતે નિયમ લીધો કે –“જો સમસ્ત રાજ્ય મારી પાસે છે, તો તેવા ધનનું મારે કાંઈ પ્રયોજન નથી.” એવામાં કોઈ પ્રસિધ્ધ વ્યવહારી ત્યાં મરણ પામ્યો. તે પુત્ર રહિત હોવાથી અધિકારીઓ તેના ધન સહિત સ્ત્રીને રાજા પાસે લઈ આવ્યા, ત્યારે રાજાએ તેમને પૂછયું કે “એ અપુત્રીયાનું ધન કોને મળે?' એટલે તેઓ બોલ્યા કે “હે સ્વામિનું! તેના પુત્રને અથવા રાજાને મળે, એવી રૂઢિ છે.” એમ સાંભળતાં ભૂપાલ હસીને કહેવા લાગ્યો કે–“પૂર્વજરાજાઓની એ અવિવેકબુદ્ધિ હતી; કારણ કે કુટિલતા રાખ્યા વિના પોતાના ગુરુ (વડીલ) ના પણ દોષ બતાવી દેવા જોઈએ. સર્વને આધીન થનાર ક્ષણિક લક્ષ્મીને ખાતર રાજાઓ ઉત્તમ, મધ્યમ અને અધમ જનોના પુત્રપણાને પામે છે, માટે હું તો જગતના લોકનો પુત્ર થનાર નથી; હું પતિ અને પુત્રરહિત અબળાના ધનનો ત્યાગ કરું છું. જે ધન પૂર્વે નળ, રામ વિગેરે રાજાઓ પણ લેતા હતા. આ બનાવથી પોતાના ઉપદેશની સફળતા માનતા શ્રી હેમચંદ્રગુરુ ભારે સંતોષ પામ્યા, અને રાજાની વિકસિત એવી વૃત્તિ તેવા આચરણમાં દઢ કરવા માટે તેમણે આ પ્રમાણે શ્લોક કહી સંભળાવ્યો કૃતયુગમાં ઉત્પન્ન થયેલા એવા રઘુ, નહષ, નાભાગ અને ભરત વગેરે રાજાઓ પણ જે અબળાધનને મૂકી ન શક્યા, તે સંતોષથી નિરાધાર એવી અબળાના ધનને મૂકતો એવો છે કુમારપાલ !
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy