________________
( જુન ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક્ર
| 803 અને વૃથા પરિશ્રમ કર્યા કરું છું. વળી બાલ્યાવસ્થાથી બળદને ચલાવતાં કંટાળી ગયો છું, તેમજ દિવસભરમાં એક રૂપિયાનો લાભ થતાં તો, હું પોતાને ભાગ્યશાળી માની લઉં છું.” એમ તે ચિંતવન કરતો હતો તેવામાં દ્વારપાલે તેને દૂર કરી દીધો. એવામાં દૈવયોગે શ્રીમાનું વાભયમંત્રીના તે જોવામાં આવ્યો. એટલે તેણે હુકમ કર્યો કે-“એ વણિકને બોલાવો.” આ વખતે જો કે તે દૂર નીકળી ગયો હતો, છતાં સ્વામીના આદેશથી દ્વારપાલ તેને બોલાવી લાવ્યો. ત્યાં સભાની અંદર અમાત્યની પાસે આવતાં તે ઠુંઠા વૃક્ષની જેમ સ્થિર થઈને ઊભો રહ્યો, કારણકે તે ગ્રામ્ય હોવાથી સરલતાને લીધે પ્રણામ વગેરેના વિવેકથી અજ્ઞ હતો. ત્યારે મંત્રીએ તેને બોલાવતાં કહ્યું કે હે ભદ્ર! તું કોણ છે? ' એટલે ભારે દુઃખ લાવીને તેણે પોતાનો પૂર્વવૃત્તાંત બધો મંત્રીને કહી સંભળાવ્યો. જે સાંભળી મંત્રીશ્વરે તેને જણાવ્યું કે હે ભદ્ર ! તેં ક્લેશથી ઉપાર્જન કરેલ રૂપિયાનો વ્યય કરીને જે જિનેશ્વરની પૂજા કરી, તેથી તે ધન્ય છે.' એમ કહેતાં મંત્રીએ તેનો હાથ પકડીને તેને પોતાના અર્ધાસન ઉપર બેસાડ્યો અને કહ્યું કે –“તમે મારા ધર્મબંધુ છો, માટે મારા લાયક કંઈક કામ બતાવો.” એ પ્રમાણે મંત્રીના મધુરવાક્યોથી અંતરમાં પ્રસન્નતા પામતાં તે પ્રમોદપૂર્વક ચિંતવવા લાગ્યો કે – “અહો ! મને દરિદ્રને પણ એણે સભા સમક્ષ આટલું બધું માન આપ્યું.' तदा साघमिकास्तत्र. व्यवहारिनियोगिनः । इष्टे तीर्थसमुद्धारे, बध्नत्पुण्यभरार्थिनः ॥६३५॥ वहिकां मंडयामासुर्दव्यमीलनिकाकृतेः । प्राग्मंत्रिणस्ततो ज्येष्ठानुक्रमादभिधा व्यधुः ॥६३६॥ दृष्टवा नामान्यसौ दध्यौ, चेद्दम्मा सप्त मामकाः । कार्येऽस्मिन्नुपकुर्वंति, तन्न धन्यो मया समः ॥६३७॥ वक्तुकामोऽसि किंचित्किमित्युक्तो मंत्रिणा स च । प्राह सप्त गृहीत्वाऽमून्, दम्मान् प्रीणय मां प्रभो! ॥६३८॥ तदाचारात्परानंदमेदुरः सचिवोऽवदत् । त्वं मे धर्मसुहृद् भ्रातस्तत्तानर्पय सत्वरम् ॥६३९॥ श्रीतीर्थजीर्णोद्धारस्य, निष्पत्याशाऽद्य मेऽभवत् । नीवीं जीवितवत् स्वीयां, यदक्लेशं त्वमव्ययः ॥६४०॥ वहिकादौ च तन्नाम, लिखित्वाऽथ निजाभिधाम् । अधस्तस्य ततो नामान्यन्येषां धनशालिनाम् ॥६४१॥ वयं तु कोटिसंख्यस्य, द्रव्यस्य खरकर्ममिः । उपात्तस्य व्यये न प्रभवोऽन्यधनमिप्सुकाः ॥६४२॥ स्वकीयकोषादाहार्षीत्ततः पट्टांशुकत्रयम् । द्रम्मपंचशतीं चैवं, प्राहैतद्धि गृहाण भोः ! ॥६४३॥ मंत्रीशेन स चेत्युक्तः, स्मित्वाऽवादीदसौ वणिक् । न विक्रीणे ध्रुवं पुण्यमस्थिरद्रव्यलेशतः ॥६४४॥ भवंतः स्वामिनः प्राच्यपुण्यसंपन्नवैभवाः । कुर्वंतः किं न लज्जंते ? मादृशां विप्रलंभनम् ? ॥६४५॥ इत्याकर्योद्धषदोमा, मंत्रींदुः प्राह वाणिजम् । मत्तो धन्यस्त्वमेवासि, यस्येदृग् निःस्पृहं मनः ॥६४६॥ ततः केलिमपूगैः स, पत्रै गरखंडकैः । बीटकं प्रददावस्य कर्पूरपरिपूरितम् ॥६४७॥ એવામાં તીર્થોદ્ધારના કામમાં નિયુક્ત કરેલા વ્યવહારીયા શ્રાવકો તીર્થોદ્ધાર માટે દ્રવ્ય ઉઘરાવતાં વહી લઈને ત્યાં આવ્યા. તેમાં તેમણે પ્રથમ મંત્રી અને પછી જયેષ્ઠાનુક્રમથી નામો લખ્યાં હતાં, તે નામો