________________
શ્રી સિદ્ધચક્ર
( જુન : ૧૯૩૯ )
चक्रीव मुकुटाबद्धमंडलाभ्यर्चितक्रमः । श्रीनाभेयमहातीर्थजीर्णोद्धारमनोरथः ॥६२५॥ अहं तु स्वगृहिण्याऽप्यभिभूतो निर्धनत्वतः । संध्यावध्यपि संदिग्धाहारप्राप्तिर्मुधाश्रमः ॥६२६॥ कुतपोद्वहनक्लिष्टशिरा आशैशवादपि । एकस्पकलाभेन, धन्यंमन्यो दिनं प्रति ॥६२७॥ एवं विचिंतयन् द्वारपालेन परतः कृतः । श्रीमद् वाग्भटदेवेन्, मंत्रिणाऽदर्शि दैववत् ॥६२८॥ वणिगाहूयतामेषेत्युक्ते स द्वारपालकः । दूरप्रयातमपि तमाह्वास्तादेशतः प्रभोः ॥६२९॥ तत्पुरः पर्षदंतः स ऊद्धर्वोऽस्थात् स्थानुवत्स्थिरः । अनभिज्ञः प्रणामादौ, ग्रामणीत्वादृजुस्थितिः ॥६३०॥ कस्त्वमित्युक्ति भाजि श्रीमंत्रिणि प्रकटाक्षरम् । प्रागुक्तनिजवृत्तं स, आख्यदक्षामदुःखभृत् ॥६३१॥ मंत्रीश्वरः प्रति प्राह, धन्यस्त्वं क्लेशितोर्जितम् । यदूपकं व्ययित्वाऽर्चा श्रीजिनस्य समाचरः ॥६३२॥ इत्युक्त्वा स करे धृत्वा, स्वार्द्धासनि निवेशितः । धर्मबंधुर्भवान्मे तत्कार्यं किंचिद् ब्रवीहि भो ॥६३३॥ सोऽस्य प्रभोः प्रियैर्वाक्यैः, प्रीणितोऽर्चितयन्मुदा । संप्रापितः परां कोटिमनेनाकिंचनोऽप्यहम् ॥६३४॥
ત્યાં તીર્થ પર ભારે ભક્તિપૂર્વક શ્રી આદિનાથ ભગવંતને પ્રણામ કરી મોટા ધારવાળા ચોતરફ તંબુ ઉભા કરીને તેણે નિવાસ કર્યો, કે જેમાં વાડીઓ માંચડા અને હવાને માટે બારીઓ રાખવામાં આવી હતી, જે મોટા ચોક અને રેશમી વસ્ત્રોથી વધારે સુશોભિત લાગતા હતા. ઊછળતી ધ્વજાઓના દેખાવથી તે સ્વર્ગના વિમાનો જેવા ભાસતા હતા અને તે મોટી સંખ્યામાં હોવાથી ત્યાં પર્વતની ભૂમિ પણ સંકીર્ણ થઈ ગઈ હતી.
હવે ત્યાં પાસેના ગામમાં એક વણિક રહેતો હતો કે જે ભારે દરિદ્ર હોવાથી જીર્ણવસ્ત્રને ધારણ કરતો હતો તે ત્યાં આવી ચડ્યો, તેની ગાંઠમાં છ દ્રમ્મ (ટકા) હતા, જેનાથી તે બૃત ખરીદ કરી પોઠીઆ પર નાખીને કટક-સંઘમાં ફેરી કરતો હતો, ત્યાં ઘરાક બહુ મળવાથી એક રૂપિયો અને અધિક એક દ્રમ્પ ઉપાર્જન કરીને ભારે સંતુષ્ટ થયો. તેણે તે રૂપિયાના પુષ્પો લઈને ભગવંતની ભક્તિપૂર્વક પૂજા કરી. પછી પોતાની ગાંઠે સાત દ્રમ્મને સાત લાખ સમાન આનંદથી ધારણ કરતો તે વણિક અમાત્યને જોવાની ઈચ્છાથી તેના તંબુના દ્વાર પાસે આવ્યો, એટલે દ્રહમાં શેવાલજાલના રંદ્રમાંથી કાચબો જેમ ચંદ્રમાને જુએ તેમ પડદામાંથી તેણે મંત્રીને કંઈક જોઈ લીધા. મંત્રીને જોતાં જ તે પૂર્વના પુણ્ય-પાપના અંતરનો વિચાર કરવા લાગ્યો કે –“અહો ! પુરુષત્વ સમાન છતાં, મારી અને આની સ્થિતિમાં કેટલો બધો તફાવત છે? એ સુવર્ણ, મૌક્તિક અને માણિક્યના આભારણોથી દેદીપ્યમાન છે, તથા શ્રેષ્ઠીઓ અને શ્રાવકોના પરિવારથી પરિવૃત છે, તેમજ ચક્રવર્તીની જેમ મુકુટબંધ માંડલિકરાજાઓ એના ચરણની સેવા કરી રહ્યા છે, વળી શ્રીયુગાદીશના મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરવામાં એ મનોરથ કરી રહ્યા છે, અને હું નિધનપણાને લીધે પોતાની સ્ત્રીથી પણ પરાભવ પામું છું. સંધ્યા સુધી પોતાના પૂરતો ખોરાક પામવાની પણ મને શંકા રહ્યા કરે છે,