________________
જુન : ૧૯૩૯
થી રિટ છે
:::
:
પછી પરમભક્તિથી તેણે ગુરુનહારાજને તેમના સ્થાને મોકલ્યા, અને પોતે બીજે દિવસે વાલ્મટના જિનાલયમાં આવ્યા. ત્યાં જતાં નેપાળ દેશમાંથી એકવીશ અંગુલનું ચંદ્રકાંતમય જિનબિંબ સાક્ષાત્ ચિંતામણિ સમાન ભેટ આવ્યું, જે દેખવાથી પૂર્ણિમાની રાત્રી સમાન રાજા ભારે ઉલ્લાસ પામ્યા. પછી મુખપર નિર્મળ પ્રસાદ બતાવતાં મંત્રીને બોલાવીને રાજાને જણાવ્યું કે– હું તમારા કોઈક અમાત્યકાર્યમાં ઋણી થાઉં.” એમ સાંભળતાં મંત્રી બોલ્યા કે –“આ પ્રાણ પણ આપને તાબે છે, તો પરિવાર, ધન, ભૂમિ કે અન્યવસ્તુઓમાં શી આસ્થા? એટલે રાજા અંજલિ જોડીને કહેવા લાગ્યા કે “હે મંત્રિનું ! તમે મને પ્રાસાદ આપી દો કે જેથી હું તેને આ પ્રતિમાથી સનાથ કરું.' ત્યારે મંત્રી બોલ્યા- “હે નાથ! આ તો મારા પર મોટો પ્રસાદ થયો, એમ થવામાં મારી પ્રસન્નતા છે. હવે પછી તે કુમારવિહાર એવા આપના નામથી ભલે પ્રસિદ્ધ થાય. પરંતુ મારે આપને કંઈક વિનંતિ કરવાની છે, તે લક્ષ્યપૂર્વક સાંભળો–કીર્તિપાલના મુખથી પિતાએ મને આદેશ કર્યો છે કે જીર્ણશીર્ણ થઈ ગયેલ શ્રી શત્રુંજયતીર્થના પ્રસાદનો તારે મારા કલ્યાણ નિમિત્તે ઉદ્ધાર કરાવવો. એ મારું કર્તવ્ય છે. તેમજ તે વખતે યાત્રાના અવસરે દેવસ્મરણની વેળાએ તમે પોતે પણ કીર્તિપાલનું વચન સાંભળતાં જણાવ્યું હતું કે–અમારા ભંડારમાંથી ધન લાવીને તારે ચૈત્યનો ઉદ્ધાર કરવો, તો પિતાના ઋણથી મુક્ત થવા માટે આપ મને તે આદેશ ફરમાવો.” એમ સાંભળીને રાજાએ કહ્યું કેસખે! આ અમારા કાર્યમાં જ તારો હે બંધુસમાન આદર છે, માટે એ પ્રમાણે કરો. અમારાથી તારું વચન ઓળંઘાય તેમ નથી. એટલે અમાત્યે કહ્યું- હે સ્વામિન્ ! એ આપનો મોટો પ્રસાદ થયો' એમ કહી શ્રેષ્ઠીઓના પરિવાર સહિત તે સિદ્ધાચલ પર ગયા. तत्र तीर्थे प्रभुं नत्वा, नाभेयं भक्ति निर्भरः । गुरुद्वारान् प्रदाप्यास्थात्, प्रतिसीराश्च सर्वतः ॥६१५॥ विमानकानि मंचाश्च, प्रादात्करभिकास्तथा । वाटिकानि चतुष्पाटीः, पट्टशाटकमंडिताः ॥६१६॥ चंचच्चतुरकांश्चापि, स्वर्विमानोपमद्युतीन् । अनेकभेदसंघातसंकीर्णीकृतपर्वतान् विशेषकम् ॥६१७॥ तत्र चैको वणिक् प्रत्यासन्नग्रामात् समागतः । निधिदौंस्थ्यस्य घृष्टातिपटच्चरयुगं दधत् ॥६१८॥ षड्द्रम्मनीविकस्तैश्च, क्रीताज्यकुतपं वहन् । कटके ग्राहकव्यूहबाहुल्यादूपकाधिकम् ॥६१९॥ द्रम्म स चार्जयित्वाऽतितुष्टः श्रीवृषभप्रभुम् । कुसुमै समकक्रीतैः, पूजयामास भक्तितः ॥६२०॥ सप्त द्रम्मान् सप्त लक्षानिव ग्रंथौ वहन् मुदा । वीक्षकः सचिवाधीशं, तत्कंटीद्वारमागमत् ॥६२१॥ सेवा ददृशे तेन मंत्रोदुरीषज्ज्वनिकांतरात् । कूर्मेनेव हृदे बद्धजालास ? बालरंधतः ॥६२२॥ स व्यमृक्षत् प्राच्यपुण्यपापयोरेतदंतरम् । पुरुषत्वे समेऽमुष्य, मम चानीगाकृतिः ॥६२३॥ स्वर्णमौक्ति कमाणिक्याभरणांशुदुरीक्षस्छ । व्यापारिव्यहार्यस्त्रजीविव्रातपरिच्छदः ॥६२४॥