SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ :::: : -- **** **** છે . શ્રી સિદ્ધચક (જુન ૧૯૩૯) निजवस्तुस्त्रिभुवनपालस्य सुकृताय च । मेस्शृंगोन्नतं चैत्यं, श्रीजैनेंदं विधापय ॥६००॥ अथाऽऽह मेदिनीपालः, सुरीतिरियमुज्वला । भवकांतारनिस्तार, एतदेव च शंबलम् ॥६०१॥ વળી ચૈત્યવંદન, સ્તોત્ર, સ્તુતિપ્રમુખનો તેણે અભ્યાસ કરી લીધો, તથા વંદન, ક્ષમાપન, આલોચન અને પ્રતિક્રમણ પણ તે શીખ્યા. તેમજ સર્વ પ્રત્યાખ્યાનો અને વિચારવાની ગાથાઓ તેણે ધારી લીધી. તે પ્રતિદિન બે વાર (બે આસણાથી)અને પર્વના દિવસે એકવા૨(એકાસનથી) ભોજન કરતા. વળી સ્નાનાચારનો પ્રકાર અને આરતી પણ તે શીખ્યા. એમ જૈનવિધિનો અભ્યાસ કરવાથી તે એક સારા શ્રાવકની જેમ શોભવા લાગ્યા. પણ પૂર્વે માંસાહાર કરેલ હોવાથી ભારે પશ્ચાત્તાપમાં પડતાં તે કહેવા લાગ્યા કે – “અહા? નરકમાં પાડનાર એ મારું પાતક તો ખરેખર અવાચ્ય છે. એ મારા પાપનો વિસ્તાર થઈ શકે તેમ નથી, તેથી હું એમ કહેવા માગું છું કે–અપરાધીનો નિગ્રહ કરવો એ રાજનીતિ છે માટે માંસને ખાનાર મારા દાંતને હું આજ પાડી નાખું, કારણ કે તે માંસાહારથી અપરાધી બનેલા છે. વળી સ્મૃતિમાં પણ એમ સંભળાય છે કે કર્તાને સર્વત્ર સહન કરવું પડે છે. ત્યારે ગુરુ કહેવા લાગ્યા કે “હે રાજનું ! એ તો સ્થૂલ લૌકિક વચન છે કે એકવાર દેહને કષ્ટ અપાવાથી કૃતકર્મનો નાશ થાય, પરંતુ તે અજ્ઞાનતા છે. તું આહતધર્મની ઇચ્છાથી પવિત્ર મનવાળો થઈને ધર્મારાધન કર કે જેથી સમસ્ત પાપરૂપ પંક ધોવાઈ જાય. બત્રીશ દાંત છે માટે પાપથી મુક્ત થવાને ઉપવનમાં મનોહર બત્રીશ ચૈત્યો કરાવ, તથા તારા પિતા ત્રિભુવનપાલના સુકૃતનિમિત્તે મેરુશિખર સમાન એક ઉન્નત જિનચૈત્ય કરાવ. એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યા કે “એ રીતિ અતિઉજજવળ છે અને સંસારવનથી વિસ્તાર પામવા માટે એ જ શ્રેષ્ઠ સંબલ છે.” अथो परमया भक्त्या, प्राहिणोत् पभुमालये ! अपरेधुश्च संप्राप, वाग्भटस्य जिनालयम् ॥६०२॥ तत्रायातस्य भूपस्य, ययौ नेपालदेशतः । श्री बिंबमेकविंशत्यंगुलं चांदमणीमयम् ।।६०३॥ प्राभृते प्रावृते तत्र, मूर्ते चिंतामणाविव । सर्वतो व्यकसद् राजा, पूर्णमासीनिशीथवत् ॥६०४॥ ततो मंत्रिणमाकार्य, प्रसादविशदाननः । कुत्राप्यमात्य ! कार्येऽहमधमों भवामि वः ॥६०५॥ इत्याकर्ण्य स च प्राह, प्राणाः स्वामिवशा मम । परिच्छदो धनं भूमिरास्था काऽन्येषु वस्तुषु ? ॥६०६॥ राजाऽऽह प्रांजलिर्याचे, प्रसादो मे प्रदीयताम् । सनाथं करवै मित्र !, यथा प्रतिमयाऽनया ॥६०७॥ महाप्रसादो मे नाथ !, भवत्वेवं धृतिर्मम । श्रीकुमारविहारोऽतः, परं स्वाम्याख्ययाऽस्तु तत् ॥६०८॥ किंचिच्च स्वामिने विज्ञपये तदवधार्यताम् । श्रीकीर्तिपालतः पित्रा, संदिष्टं मम यद् वचः ॥६०९॥ श्री शत्रुजयतीर्थस्य, प्रासादः श्रेयसे मम । जीर्णशीर्णस्त्वयोद्धार्य, इति मे कृत्यमस्त्यदः ॥६१०॥ प्रभुपादैस्तथाऽऽदिष्टं, यात्रायाः प्रक्रमे तदा । देवतास्मृतिवेलायां, कीर्तिपालप्रतिश्रुतान् (तम् ) ॥६११॥ अस्मत्कोशधनं लात्वा, कार्या चैत्योद्धृतिस्त्वया । स आदेशो ममास्तु स्वैः, पितुरानृण्यहेतवे ॥६१२॥ श्रुत्वेत्याह नृपोऽस्माकं ,कार्येऽस्मिन् सोदरादरात् । एवमप्यस्त्वनुलवयवचनस्त्वं हि नः सखे ॥६१३॥ स्वामिन् महाप्रसादोयमित्युक्त्वा तत्र धीसखः । विमलादौ ययौ श्रेष्ठिव्यापारपरिवारितः ॥६१४॥
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy