SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ઉછે ( જુન : ૧૯૩૯ ! કરી સિદ્ધચક हंता पलस्य विक्रेता, संस्कर्ता चोपहर्ता भक्षकस्तथा। क्रेताऽनुमंता दाता च, घातका एव यन्मनुः ॥५८७॥ अनुमंता विशसिता, निहंता क्रयविक्रयी । संस्कर्ता चोपहर्ता च, खादकश्चेति घातकाः ॥५८८॥ नाकृत्वा प्राणिनां हिंसां, मांसमुत्पद्यते क्वचित् । न च प्राणिवधः स्वय॑स्तस्मान्मांसं विवर्जयेत् ॥५८९॥ इत्यादिसर्वहेयानां, परित्यागमुपादिशत् । तथेति प्रतिजग्राह, तेषां च नियमान्नृपः ॥५९०॥ હવે એક દિવસે ધર્મવાસનાથી અત્યંત વાસિત થયેલ કુમારપાલરાજાએ પોતાના વાલ્મટ અમાત્યને આઈઆચારના ઉપદેશક એવા ગુરુને માટે પ્રશ્ન કર્યો, ત્યારે તેણે શ્રી હેમચંદ્રસૂરિના અતુલવિદ્યા ઉપશમ તથા ગુણગૌરવ કહી સંભળાવ્યા. જે સાંભળતાં રાજાએ જણાવ્યું કે તેમને સત્વરે અહીં બોલાવો.” એટલે વાડ્મટ મંત્રી આચાર્ય મહારાજને બહુમાનથી રાજભવનમાં તેડી લાવ્યા, ત્યારે રાજાએ ઊભા થઈને તેમને માન આપતાં આસન આપ્યું, જેના પર ગુરુ બિરાજમાન થયા. ત્યાં રાજા બોલ્યો કે- “હે ભગવન્! અજ્ઞતાને ટાળનાર એવા જૈનધર્મનો મને ઉપદેશ આપો. આથી આચાર્ય મહારાજ તેને દયામૂલ ધર્મ સંભળાવતાં બોલ્યા કે– હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ (મૈથુન) અને પરિગ્રહનો ત્યાગ એ ધર્મ છે, તથા રાત્રિભોજન અને માંસાહારનો ત્યાગ કરવો. એ વસ્તુ શ્રુતિ, સ્મૃતિ વગેરે અને પોતાના સિદ્ધાંતોથી અત્યંત દઢપણે જણાવી. વળી યોગશાસ્ત્રમાં પણ કહેવામાં આવ્યું છે કે–જે પ્રાણીઓનો સંહાર કરીને માંસ ખાવાની ઈચ્છા રાખે છે, તે ધર્મરૂપ વૃક્ષના દયારૂપ મૂળને ઉખેડી નાંખે છે. વળી જે માંસનું ભક્ષણ કરતાં દયા પાળવાની ઇચ્છા રાખે છે, તે બળતા અગ્નિમાં લતાને રોપવાની ઈચ્છા રાખવા જેવું કરે છે. તેમજ મનુએ કહ્યાં છે કે–“પ્રાણીને હણનાર, માંસ ખાનાર, માંસ વેચનાર, પકાવનાર, ખરીદનાર, અનુમોદન આપનાર અને દાતાર, એ બધા હિંસક સમજવા.” તથા બીજી રીતે પણ એ જ વાત બતાવેલ છે કે – અનુમોદન કરનાર, મારનાર, બાંધનાર, ક્રયવિક્રય કરનાર, પકાવનાર, લાવી આપનાર અને ખાનાર, એ બધા જીવહિંસાના ભાગીદાર સમજવા. પ્રાણીઓની હિંસા કર્યા વિના ક્યાંય માંસ મળતું નથી અને જીવવધથી સ્વર્ગની પ્રાપ્તિ નથી, માટે માંસનો ત્યાગ કરવો જોઈએ.” ઇત્યાદિ સર્વ ત્યાગ કરવા લાયક વસ્તુઓનો ગુરુએ ઉપદેશ આપ્યો, જેથી રાજાએ તેનો સ્વીકાર કરીને તેમાંના કેટલાક નિયમો તેમણે અંગીકાર કર્યા. _श्री चैत्यवंदनस्तोत्रस्तुतिमुख्यमधीतवान् । वंदनक्षामणाऽऽलोचप्रतिक्रमणकान्यपि ॥५९१॥ प्रत्याख्यानानि सर्वाणि, तथा गाथा विचारिका । नित्यं द्व्यशनमाधत्त, पर्वस्वेकाशनं तथा T૧૨ા. स्नानाऽऽचारप्रकारं चारात्रिकस्याप्यशिक्षत । जैनं विधि समभ्यस्य, चिरं श्रावकवद् बभौ ॥५९३॥ प्राकृते चामिषाहारे, परमानुशये गतः । उवाचावाच्यमेतन्मे, पातकं श्वभ्रपातकम् ॥५९४॥... निक्रयोऽस्याहसो नास्ति, पुनरेतद् ब्रवीम्यहम् । अपराधी निगृह्येत, राजनीतेरिति स्थितिः ॥५९५॥ दशनान् पातयाम्यद्य, मांसाहारपराधिनः । सर्वत्र सहते कर्ता, दृष्टमित्थं स्मृतावपि ॥५९६॥ गुरुराह महाराज!, रूढं स्थूलमिदं वचः । सकृदेहापदा स्यान्न, निकृतिः कृतकर्मणः ॥५९७॥ तत आर्हतधर्मेच्छापवित्रितमना भवान् । प्रवर्त्ततां तथा पंकः, समस्तः क्षाल्यते यथा ॥५९८॥ दतां द्वात्रिंशतः पाप्ममोक्षाय त्वं विधापय । द्वात्रिंशतं विहाराणां, हाराणाभिव तेऽवने ॥५९९॥
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy