________________
- ઉત્તે
શ્રી સિદ્ધચક
( જૂન : ૧૯૩૯ (જે તારંગાજીમાં ૩૨ માળવાળું ભવ્ય અને અતિતુંગ શિખરવાળું અત્યારે પણ મોજૂદ છે. તે જુદુ) હંમેશા સવારમાં વીતરાગસ્તોત્રના ૩૨ પ્રકાશ, પ્રકાશશબ્દની વ્યુત્પતિ કરે છે. કાશે ધાતુ પ્રકાશ કરવાના અર્થમાં છે, અત્યંત પ્રકાશ કરે અંતરમેલ દૂર થવાથી દાંત જેના વડે તે પ્રકાશા, એટલે ગુણવા કરવા લાયક પાઠ કરવા લાયક. તેમજ શ્રાવકોની હંમેશની વિધિપ્રવૃત્તિને જણાવનાર ૧૨ યોગશાસ્ત્રના પ્રકાશો અને વીતરાગની ભક્તિમય એવા વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશો જે હેમચંદ્રાચાર્ય મહારાજે બનાવેલા છે. એ ઉપર જણાવેલ પાઠથી મહારાજા કુમારપાલનું જૈનત્વ તો શું? પણ કેટલું બધું ઊંચું જૈનત્વ હશે તે જણાય છે. આ અવચૂર્ણિ વિક્રમની સોળમી સદીમાં થયેલી હોવાથી શ્રીકુમારપાલનું મહાન જૈનત્વ કેવું અને કેટલું ચિરસ્થાયી હતું તે સમજાશે. જુઓ પ્રશસ્તિ પ્રકારે મૂલસંબંધ થયો. ___ चञ्चच्चन्द्रकुले सदोदिततपापक्षाख्यबिम्बोल्लसन्मार्तण्डोपमसोमसुन्दरगुरोः शिष्याग्रणी: सूरिराट् ॥ श्रीमानस्ति विशालराजसुगुर्विद्यानदीसागरस्तत्पादप्रणतोऽस्यलंस्तुतिसखा जैनस्तुतेः पञ्चिका ॥१॥ सह पञ्चविंशदक्षरसपादषट्शतमिताऽजनिष्ट सुगमेयम् । वर्षे तिथिरविसङ्खये १५१२ शितिपक्षे तपति गुस्मुष्ये ॥२॥ इति विंशतिप्रकाशानां पस्जिका समाप्ता ॥
દેદીપ્યમાન ચન્દ્રકુલમાં હંમેશાં ઉદયવાળા, તપગચ્છરૂપી બિબે કરીને ઉલ્લાસ પામતા એવા સૂર્ય સરખા સોમસુન્દરઆચાર્યના વિદ્યારૂપી નદીના સાગર સરખા તથા શિષ્યોમાં આગેવાન એવા આચાર્ય શ્રીમાનું વિશાળરાજ નામે પવિત્ર આચાર્ય જે છે તેમના ચરણકમળમાં, સ્તુતિ છે મિત્ર જેને એવો હું નમસ્કાર કરું છું. પચીસ અક્ષર સહિત એવા સવાછસો શ્લોકના પ્રમાણવાળી આ જૈનસ્તુતિની પંજિકા સંવત ૧૫૧૨ માં ગૂરૂ પુષ્ય તપતાં અજવાળા પખવાડામાં કરી.
ઉપર જણાવેલ લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સોળમી સદીમાં પણ પરમહંત મહારાજા કુમારપાલનું શ્રાવકના બારવ્રત ધારણ કરવા વગેરે સત્કૃત્યોને અંગે તેમનું પરમાતપણું સિદ્ધ હતું.
प्रभावकचरिते श्रीहेमचन्द्रसूरि प्रबन्धः पत्रं ३३० अन्येधुर्वाग्भटामात्य, धर्मात्यंतिकवासनः । अपृच्छदार्हताचारोपदेष्टारं गुरुं नृपः ॥५७९॥ सूरेः श्रीहेमचन्द्रस्य, गुणगौरवसौरभम् । आख्यदक्षामविद्यौघमध्यामोपशमाश्रयम् ॥५८०॥ शीघ्रमाहूयतामुक्त, राज्ञा वाग्भटमंत्रिणा । राजवेश्मन्यनीयंत, सूरयो बहुमानतः ॥५८१॥ अभ्युत्थाय महीशेन, ते दत्तासन्युपाविशन् । राजाऽऽह सुगुरो ! धर्म, दिश जैनं तमोहरम् ॥५८२॥ अथ तं च दयामूलमाचख्यौ स मुनीश्वरः । असत्यस्तेनताऽब्रह्मपरिग्रहविवर्जनम् ॥५८३॥ निशाभोजनमुक्तिश्च, मांसाहारस्य हेयता । श्रुतिस्मृतिस्वसिद्धांतनियामकशतैर्मुढा ॥५८४॥उक्तं च योगशास्त्रेचिरवादिषति यो मांसं, प्राणिप्राणापहारतः । उन्मूलयत्यसौ मूलं, दयाख्यं धर्मशाखिनः ॥५८५॥ अशनीयन् सदा मांसं, दयां यो हि चिकीर्षति । ज्वलति ज्वलने वल्ली , स रोपयितुमिच्छति ॥५८६॥