________________
( જુન ૧૯૩૯ ) શ્રી સિદ્ધચક્ર
ઉલ્લે વિરોધીઓ રૂપી શત્રુ તે રૂપ હાથીઓને ભયકરનારી છે વિકરાળ તરવાર જેમની, દશ દિશારૂપી જે મંડળ તેમાં અખંડ રીતે શોભાવનારી કીર્તિ રૂપી જે વેલડીનો સમૂહ તેને માટે આલવાલ (ક્યારો)એવા અને પ્રજાનું પાલન કરનાર એવા, કુમારપાળ મહારાજ ચાર સમુદ્ર સુધીની પૃથ્વીનું સામ્રાજ્ય કરતા હતા. તે કુમારપાળ મહારાજા કલિકાલસર્વજ્ઞ શ્વેતામ્બરાદિ ષડ્રદર્શનમાં જેમની અખંડ આજ્ઞા છે અને પોતાની બુદ્ધિથી જેમણે બૃહસ્પતિનો પરાભવ કરેલો છે એવા હેમચંદ્રસૂરિના વચનામૃતવડે કરીને ગળી ગયું છે મિથ્યાત્વગરલ(ઝેર)જેમનું, અત્યંત રૂડા એવા તેમણે શ્રીજિનેશ્વર મહારાજાએ પ્રરૂપેલ જિનમાર્ગને સ્વીકાર કર્યો અને શ્રીજિનેશ્વર મહારાજે કહેલા નવતત્ત્વોની તેઓ શ્રદ્ધા કરતા હતા, પ્રથમવ્રતમાં પોતાની માલિકીના ૧૮ દેશમાં અમારી પ્રવર્તાવી.માર એવા હિંસક શબ્દ સાંભળવામાં આવે તો પણ ઉપવાસ કરવો. બીજા અણુવ્રતમાં અસત્ય અગર વિરુદ્ધ વચન બોલાય તો આયંબિલ કરવું. ત્રીજા અણુવ્રતમાં ૭૨ લાખનો કર હતો તે મુક્ત કર્યો. ચોથા અણુવ્રતમાં ધર્મપ્રાપ્તિ પછી પરણવાનો નિયમ કર્યો અર્થાત્ હવે નવીન લગ્ન ન કરવું. ચોમાસામાં ત્રિવિધ શીયળ પામવું. ભોપલદેવી વગેરે આઠ સ્ત્રીઓ મરણ પામી, ત્યારે પ્રધાનાદિ મુખ્ય પુરુષોનો અત્યાગ્રહ છતાં પણ, પાણિગ્રહણ ન કર્યું. પાંચમા પરિગ્રહ પરિમાણવ્રતમાં છે અને આઠ ક્રોડ સોના રૂપાના સિક્કા, એક હજાર તોલા કીંમતી મણિ અને રત્નો, બત્રીસ-બત્રીસ હજાર મણ તેલ ઘી, ત્રણ ત્રણ લાખ મણ ડાંગર ધાન્ય વગેરે, અગિયારસો હાથી, ૫૦ હજાર રથો, અગિયાર લાખ ઘોડા, સર્વ સૈન્ય મળીને અઢાર લાખ, અઠ્ઠાવીશ લાખ સુભટો, એક હજાર ઉંટ, એંશી હજાર ગાયો, પાંચસો પાંચસો ઘર, હાટ, સભા, વાહન, અને ગાડાં રાખવાનાં સ્થાનો, છઠ્ઠા વ્રતમાં ચોમાસામાં નગરના સીમાડાથી આગળ ન જવું. સાતમા વ્રતમાં મદ્ય માંસ, મધ, ઘણાં બીજવાળાં ફળો, પંચ ઉદુંબર અનંતકાય ઘેબર વગેરેનો નિયમ અર્થાતુ ન ખાવું. આઠમાવ્રતમાં પોતાની આજ્ઞા પ્રવર્તે તે દેશોમાં સાત વ્યસન (શિકાર, માંસ, દારૂ, જુગટું ચોરી, વેશ્યાગમન અને પરસ્ત્રીગમન)નો નિષેધ. નવમા સામાયિકવ્રતમાં બંને કાળ એટલે સાંજ સવારે પ્રતિક્રમણ અને સામાયિકવ્રત ગ્રહણ કરે ત્યારે શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા સિવાય બીજા કોઈપણ સાથે વાતચીત ન કરવી. દશમા વ્રતમાં ચોમાસામાં યુદ્ધ ન લડવું, અગિયારમા વ્રતમાં અષ્ટમી અને ચતુર્દશીએ પૌષધ લેવો, કાઉસગ્નમાં પગે મંકોડો ડંખ દેતો હતો છતાં મંકોડાની દયાથી ચામડી સહિત મંકોડાને ખસેડ્યો. બારમા વ્રતમાં સીદાતા સાધર્મિકશ્રાવકોનો ૭૨ હજારો જે કર લેવાતો તે છોડી દીધો અને સાધર્મિકના ઉદ્ધાર માટે ક્રોડ સોનૈયા ખરચતા હતા. પારણાના દિવસે પોતાના સગાસ્નેહી નહિ પરંતુ કોઈપણ સાધર્મિક પોતાની દૃષ્ટિએ પડેલો હોય તેવા સાધર્મિકોને સાથે બેસાડી ભોજન કરવું. વગેરે નિયમોને અંગીકાર કરીને પ્રભુ સન્મુખ પૂર્વે કરેલા પાપની શુદ્ધિનિમિત્તે પ્રાયશ્ચિત્ત માગતા હતા. ગુરુમહારાજાએ શાસ્ત્રમાં બતાવેલાં પ્રાયશ્ચિત્તસ્થાનોનો વિચાર કરીને નીચે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપ્યું. ૧૪૪૪ નવીન જિનમંદિરો કરાવવાં. - ૧૬૦૦ જીર્ણમંદિરોનો ઉદ્ધાર કરાવવો. સાત મોટી યાત્રા, ૨૧ મોટા જ્ઞાનભંડારો તૈયાર કરાવવા. વગેરે. વિશેષથી તો પોતે ધર્મ પામ્યા પહેલાં અભક્ષ્ય જે માંસાદિક તેનું ભક્ષણ કરેલું તેથી ૩૨ દાંતની શુદ્ધિ નિમિત્તે એકજ પીઠ ઉપર દાંતની સરખી સંખ્યાવાળા જિનપ્રસાદો કરાવવા.