________________
ઉછે.
( જુનઃ ૧૯૩૯
થી નિરક पुरातनप्रबन्धसंग्रहे २७ कुमारपालदेवतीर्थयात्राप्रबन्धः ... ... तदाकर्ण्य श्रीकुमारपालनृपतिः स्वयं कारिते देवालयेऽर्हद्विवम्बमारोप्य ससैन्यः शत्रुञ्जयोज्जयन्तादियात्रायै चचाल । सङ्घन सह-उदयनसुतो वाग्भटश्चतुर्विंशतिमहाप्रासादकारापकः, नागराजश्रेष्ठिभूः શ્રીમાનામ....
एवंविधेन सङ्घन सह स्थाने स्थाने प्रभावनां कुर्वन् चैत्यपरिपाटिं च कुर्वन् याचके भ्य इच्छानुरूपं भोजनं यच्छन् श्रीवर्द्धमानमार्गेण रैवतकादौ गतः । सांकलीआलीपद्यातले श्रीसङ्घ : स्थितः । राज्ञोक्तम्-प्रभो ! पादमवधारयत, यथोपरि गम्यते । गुरुभिरुक्त म्-हे कुमारपालराजन् ! यूयं गच्छत, वयं पश्चादेष्यामः । नृपेणोक्त म्-गुरून्विनोपरि कथं यामि ?। गुरुभस्त्रेिदृ म्-अन्नेदशो जनप्रवादः, यत् यदोत्तमनरद्विकं छत्रशिलाऽधो यास्यति तदाऽनर्थः । अतो यूयं पूर्वं व्रजत । नृपस्तु धौतवासांसि परिधायोपरि गतस्तदनु गुरवः । सर्वं तीर्थकार्यं कृत्वा नृपो वाग्भटदेवेन नूतनपद्यया मन्त्रिणाऽऽप्रेण कारितयोत्तारितः । तदनु तलहट्टिकायां जीर्णदुर्गे सङ्घवात्सल्यं सङ्घपूजां च कृत्वा देवपत्तने ससङ्घो नृपो गतः । इतिश्रीकुमारपालदेवतीर्थयात्राप्रबन्धः ॥ -પુરાતન પ્રબંધસંગ્રહમાં -
૨૭ કુમારપાલદેવતીર્થયાત્રાપ્રબંધ........ તે સાંભળીને શ્રી કુમારપાળ રાજા પોતે કરાવેલા જિનમંદિરમાં જિનેશ્વર મહારાજનું બિંબ પધરાવીને સૈન્ય સહિત શત્રુંજય, ગીરનારજી આદિ તીર્થની યાત્રા માટે ચાલ્યા. સંઘની સાથે ઉદયન-પુત્ર ચોવીસ મહાપ્રાસાદને કરાવનાર વાગ્મટ, નાગરાજશ્રેષ્ઠીનો પુત્ર શ્રીમાનું આભડ............એવા પ્રકારવડે સંઘની સાથે જગા જગા પર પ્રભાવનાને કરતા અને ચૈત્યપરિપાટીને કરતા યાચકોને ઇચ્છાને અનુકૂળ ભોજન આપતા શ્રીવર્ધમાનગ્રામના માર્ગે થઈ રેવતગિરિએ ગયા. સાંકળી શ્રેણીવાળા પગથિયાની તળેટીમાં શ્રીસંઘ રહ્યા. રાજાએ (ગુરુમહારાજને) કહ્યું કે ભગવન્! પધારો જેથી ગિરિ ઉપર જઈએ. ગુરુમહારાજે કહ્યું કે - હે કુમારપાલરાજન! તમે જાઓ, અમે પાછળથી આવીશું. રાજાએ કહ્યું કે-ગુરુમહારાજ વિના ઉપર કેવી રીતે જાઉં? ગુરુએ કહ્યું કે અહીં આવા પ્રકારનો લોકપ્રવાદ છે. કે જયારે ઉત્તમનરનું જોડલું છત્રશિલાની નીચે જશે ત્યારે અનર્થ થાશે? આથી તમે પ્રથમ જાઓ, રાજા સફેદવસ્ત્રો ધારણ કરી ઉપર ગયા અને ગુરુમહારાજ તેમની પાછળ ગયા.સર્વ તીર્થ સંબંધી કાર્ય કરીને રાજા આમ્ર મંત્રી વડે કરાયેલ નૂતન પગથિયાથી વાગભટદેવવડે ઉતારાયા. ત્યાર પછી તલાટીએ જૂનાગઢમાં સાધર્મિક વાત્સલ્ય અને સંઘપૂજા કરીને દેવપતનમાં સંઘ સાથે રાજા ગયા.
ઇતિ કુમારપાલદેવતીર્થ યાત્રાપ્રબંધ