________________
શ્રી સિદ્ધચક ( જુન ૧૯૩૯) કયું અકાર્ય ન થાય? અથવા તે મોહાદિકને લીધે પુદ્ગલમાં વિશ્વાસ અગર પોતાપણાની બુદ્ધિથી મૂઢ બનેલા એવા મારે કોઈપણ વસ્તુ ન કરવાલાયક ન રહી, એ ખેદની વાત છે.૧૯
म्लेच्छैर्नृशंसैरतिराक्षसैश्च, विडम्बितोऽमीभिरनेकशोऽहम् । प्राप्तस्त्विदानी भुवनैकवीर ! त्रायस्व मां यत्तव पादलीनम् ॥२०॥
અત્યાર સુધી મ્લેચ્છો અને રાક્ષસોને પણ વટી જાય તેવા આ નિર્દય લોકો) વડે અનેક વખત હું દુઃખ પામ્યો છું. ભુવનને વિષે એક વીર એવા હે પરમાત્મા ! તમને તો હમણાં જ પ્રાપ્ત કર્યા છે માટે તમારા ચરણમાં લીન એવા મારું રક્ષણ કરો.૨૦
हित्वा स्वदेहेऽपि ममत्वबुद्धि, श्रद्धापवित्रीकृतसद्विवेकः । मुक्तान्यसङ्गः समशत्रुमित्रः, स्वामिन् ! कदा संयममातनिष्ये ॥२१॥
હે સ્વામી ! મારા પોતાના શરીરને વિષે મમતાબુદ્ધિનો ત્યાગ કરીને અને શ્રદ્ધાવડે પવિત્ર કર્યો છે શુદ્ધ (જ્ઞાન) વિવેક એટલે હેયાદિકનો કર્યો છે વિભાગજેણે એવો તથા છાડ્યા છે. બીજા અંગો જેણે એવો તથા શત્રુ અને મિત્રો સરખા છે જેને એવો થઈને હું ચારિત્ર ક્યારે પામીશ? ૨૧
त्वमेव देवो मम वीतराग !, धर्मो भवदर्शितधर्म एव । इति स्वरूपं परिभाव्य तस्मा नोपेक्षणीयो भवति स्वभृत्यः ॥२२॥ 'હે વીતરાગ ! તમેજ મારા દેવ છો અને તમે બતાવેલો ધર્મજ મારો ધર્મ છે એ વગેરે સ્વરૂપ વિચારીને અને તે બુદ્ધિમાં પોતાના સેવકની ઉપેક્ષા કરવી લાયક નથી. ૨૨
जिता जिताशेषसुरासुराद्याः, कामादयः कामममी त्वयेश!। त्वां प्रत्यशक्तास्तव सेवकं तु, निध्नन्ति ही मां पस्त्रं स्वैव ॥२३॥
હે સ્વામી! જીત્યા છે સર્વ દેવ અને દાનવો જેણે એવા આ કામાદિક છે, તેને તમેએ તો સર્વથા જીત્યા છે; પરંતુ તમને જીતવાને અશક્ત એવા તે કામાદિક મને જાણે ક્રોધથી જ ન હોય, તેમ નિર્દયતાથી હણે છે. એ ખેદની વાત છે. ૨૩
सामर्थ्यमेतद्भवतोऽस्ति सिद्धि, सत्त्वानशेषानपि नेतुमीश !। क्रियाविहीनं भवदंहिलीनं, दीनं न कि रक्षसि मां ? शरण्य ! ॥२४॥
હે શરણ કરવાલાયક દરેક ! આત્માઓને મુક્તિમાં લઈ જવાની એ તમારી શક્તિ છે તો પછી ક્રિયારહિત તેમજ તમારા ચરણમાં રક્ત અર્થાતુ તમારી પાસે દીનતા દાખવતા એવા મને કેમ બચાવતા નથી ! ૨૪