________________
( જુન : ૧૯૩૯
થી સિદ્ધચક
:
त्वत्पादपद्मद्वितयं जिनेन्द्र !, स्फुरत्यजद्वस्त्रं हृदि यस्य पुंसः । विश्वत्रयीश्रीरपि न्नमेति, तत्राश्रयार्थं सहचारिणीव ॥२५॥
હે જિનેન્દ્ર ! જે પુરુષના અંતઃકરણમાં તમારા ચરણકમળનું યુગલ હંમેશા રાયમાન છે ત્યાં આગળ ત્રણે જગતની લક્ષ્મી સહચારિણીની માફક આશ્રય કરવાનું નક્કી આવે છે. ૨૫
अहं प्रभो निर्गुणचक्रवर्ती, क्रूरो दुरात्मा हतकः सपाप्मा । ही दुःखराशौ, भववारिराशौ, यस्मान्निमग्नोऽस्मि भवद्विमुक्तः ॥२६॥
હે પ્રભુ ! હું નિર્ગુણીમાં નિર્ગુણી છું, ક્રૂર, દુરાત્મા, હિંસાખોર અને પાપી છું; જે કારણથી તમારાથી છૂટેલો હું આ દુઃખની ખાણ એવા ભવસમુદ્રમાં ડૂબી ગયો છું, એ ખેદની વાત છે. ૨૬
स्वामिनिमग्नोऽस्मि सुधासमुद्रे, यन्नेत्रपात्रातिथिरद्य मेऽभूः । चिन्तामणौ स्फूर्जति पाणिपञ, पुंसामसाध्यो न हि कश्चिदर्थः ॥२७॥
હે સ્વામિન્ ! જે કારણથી આજે તમારા દર્શન થયાં તે કારણથી આજે હું અમૃતના સમુદ્રમાં ડૂબી ગયો છું. જેના હસ્તકમળમાં ચિંતામણિ રત્ન સ્કુરાયમાન થયું છે, તેવા પુરુષને કોઈપણ વસ્તુ અસાધ્ય નથી જ. ૨૭
त्वमेव संसारमहाम्बुराशौ, निमज्जतो मे जिन ! यानपात्रम् । त्वमेव मे श्रेष्ठसुखैकधाम, विमुक्तिरामाघटनाभिरामः ॥२८॥
હે જિનેશ્વર ! સંસારરૂપી મહાસમુદ્રમાં ડૂબતા એવા મને તમેજ વહાણ સમાન છો, અને તમે જ ઉત્તમોત્તમ સુખના અદ્વિતીય સ્થાન છો, અને મુક્તિરૂપી સ્ત્રીનો સંયોગ કરવામાં તમેજ મનોહર છો. ૨૮
चिन्तामणिस्तस्य जनेश ! पाणी, कल्पद्रुमस्तस्य गृहाङ्गणस्थः । नमस्कृतो येन सदाऽपि भक्तया, स्तोत्रैः स्तुतो दामभिरचितोऽसि ॥२९॥ 'હે જિનેશ્વર ! જેણે ભક્તિથી હંમેશા તમને નમસ્કાર કરેલો છે, સ્તવનો વડે કરીને તમને સ્તવ્યા છે, અને પુષ્પની માળાઓ વડે કરીને તમને પૂજયા છે, તેના જ હાથમાં ચિંતામણી અને તેના જ ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઊગ્યો છે. ૨૯
निमील्य नेत्रे मनसः स्थिरत्वं, विधाय यावज्जिन ! चिन्तयामि । त्वमेव तावन्न परोऽस्ति देवो, निःशेषकर्मक्षयहेतुस्तत्र ॥३०॥