________________
T
(જુન ૧૯૩૯) શ્રી સિદ્ધચક .
ઉ૮૧ चक्रासिचापाङ्कुशवज्रमुख्यैः सल्लक्षणैर्लक्षितमंह्रियुग्मम् નાથ ! તીર્થ શરઈ સ્મિ, કુરમોદવિપક્ષમતઃ ૨૪ો.
હે નાથ! દુઃખે કરીને વારી શકાય તેવા મોહ વગેરે શત્રુથી ડરેલો હું ચક્ર, તરવાર, ધનુષ, વજ પ્રમુખ શુભલક્ષણોવાળું છે એવું કે તમારું ચરણયુગલ તેના શરણે આવેલ છું. ૧૪
Tયાય ! શરાય ! પુથ !, સર્વજ્ઞ ! નિપટવ વિશ્વનાથ! दीनं हताशं शरणागतं च, मां रक्ष रक्ष स्मरभिल्लभल्लेः ॥१५॥
હે અગણિત કરુણાવાળા ! હે શરણ કરવા લાયક ! હે સર્વ જાણનારા ! હે નિષ્ફટક! હે જગતનાથ !દીન અને હણાઈ ગઈ છે આશા જેની એવા અને શરણે આવેલા એવા મારું કામદેવરૂપી ભીલના ભાલાથકી રક્ષણ કરો. ૧૫
त्वया विना दुष्कृतचक्रवालं, नान्यः क्षयं नेतुमलं ममेश!। को वा विपक्षप्रतिचक्रमूलं, चक्रं विना छेत्तुमलंभविष्णुः? ॥१६॥
હે સ્વામી તારા વગર મારા પાપના સમૂહને બીજો કોણ ક્ષય કરવાને સમર્થ છે? અથવા તો શત્રુના સૈન્યના મૂળને ચક્ર વિના કોણ ઉચ્છેદ કરવાને સમર્થ થઈ શકે છે? ૧૬
यद् देवदेवोऽसि महेश्वरोऽसि, बुद्धोऽसि विश्वत्रयनायकोऽसि । तेनान्तरङ्गारिगणाभिभूतस्तवाग्रतो रोदिमि हा सखेदम् ॥१७॥
જે કારણ માટે તમે દેવના પણ દેવ છો, મહેશ્વર છો, બુદ્ધ છો, ત્રણે જગતના નાયક છો, અને હું અંતરંગ શત્રુ(કામક્રોધાદિ)થી પરાભવ પામેલો છું. તે કારણથી તમારી આગળ ખેદસહિત રુદન કરુ છું. ૧૭
स्वामिन्नधर्मव्यसनानि हित्वा, मनः समाधौ निदधामि यावत् । तावत्क्रुधेवान्तरवैरिणो मामनल्पमोहान्ध्यवशं नयन्ति ॥१८॥
હે સ્વામી જેટલામાં અધર્મ અને વ્યસનોને છોડીને મનને સમાધિમાં સ્થાપન કરું છું; તેટલામાં તો જાણે ક્રોધથી જ ન હોય તેમ અંતરંગશાઓ મને અત્યંત મોહાંધતાને પમાડે છે. ૧૮
त्वदागमाद्वेद्मि सदैव देव ! मोहादयो यन्मम वैरिणोऽमी । तथापि मूढस्य पराप्तबुद्धया, तत्सन्निधौ ही न किमप्यकृत्यम् ॥१९॥
હે દેવ ! તારા આગમથી હંમેશા હું આ મોહાદિકને મારા શત્રુઓ છે એમ જાણું છું, પણ મૂર્ખ એવા (મન) ઉત્કૃષ્ટ વિશ્વાસની બુદ્ધિ (શત્રમાં) થઈ છે. અર્થાત્ મોહાદિકની પાસે રહીને પછી