________________
ઉદને
શ્રી સિદ્ધચક્ર
( જુન : ૧૯૩૯ ) ભાજન (દુઃખી) કરે છે, માટે હે પ્રભુ! હે જગતના શરણભૂત ! તમે મારું રક્ષણ કરો. ૮
कदा त्वदाज्ञाकरणाप्ततत्त्व-स्त्यक्त्वा ममत्वादि भवैककन्दम् । आत्मैकसारो निरपेक्षवृत्ति र्मोक्षऽप्यनिच्छो भविताऽस्मि?नाथ ! ॥९॥
હે નાથ તમારી આજ્ઞાને કરવાથી પ્રાપ્ત થયું છે તત્ત્વ જેને એવો હું આ સંસારના મૂળ કારણરૂપ મમત્વાદિકનો ત્યાગ કરીને, આત્મા એ જ તત્ત્વ છે તથા સંસારથી) નિરપેક્ષ છે વર્તન જેનું તથા મોક્ષની પણ ઇચ્છા ન કરતો(એવા પ્રકારનો) એવો હું ક્યારે થઈશ?૯. ‘तव त्रियामापतिकान्तिकान्तैर्गुणैर्नियम्यात्ममनःप्लवङ्गम् । कदा त्वदाज्ञाऽमृतपानलोलः, स्वामिन् ! परब्रह्मरति करिष्ये ? ॥१०॥
હે સ્વામી! તમારા ચંદ્રની કાંતિના સરખા મનોહર ગુણો (દોરી) વડે કરીને એટલે પોતાના મન રૂપી વાંદરાને બાંધીને, તમારી આજ્ઞારૂપી અમૃતના પાનમાં લયલીન થયેલો હું, ક્યારે આત્મસ્વરૂપમાં આનંદ કરીશ?૧૦.
एतावती भूमिमहं त्वदंध्रिपद्मप्रसादाद्गतवानधीश । हठेन पापास्तदपि स्मराघा, ही मामकार्येषु नियोजयन्ति ॥११॥
હે સ્વામી! હું તમારા ચરણકમળની કૃપાથી આટલા ઉંચા સ્થાને પામ્યો છું, તોપણ ખેદની વાત છે કે બળાત્કારથી કામવિકારાદિ પાપકર્મો મને નહિ કરવાલાયક એવી પ્રવૃત્તિઓમાં જોડે છે. ૧૧
भद्रं न किं त्वय्यपि नाथनाथे, सभ्भाव्यते मे? यदपि स्मराघाः। अपाक्रियन्ते शुभभावनाभिः,पृष्ठिं न मुञ्चति तथापि पापाः ॥१२॥
તમારા સરખા માલિક હાજર હોવા છતાં, મને કહ્યું કલ્યાણ સંભવતું નથી ? અર્થાત્ બધું કલ્યાણ થવાનું છે જ તોપણ કામ વગેરે શત્રુઓ શુભભાવના વડે કરીને દૂર કરાય છે છતાં, તે પાપીઓ મારો છેડો મૂકતા નથી. ૧૨.
भवाम्बुराशौ भ्रमतः कदापि, मन्ये न मे लोचनगोचरोऽभूः। निस्सीमसीमन्तकनारकादि दुःखातिथित्वं कथमन्यथेश ! ॥१३॥
હે ઈશ ! ભવસમુદ્રમાં ભમતા એવા મને કદાપિ તમારું દર્શન થયું નથી એમ હું માનું છું. નહિતર જેની મર્યાદા નથી એવા દુ:ખની ખાણરૂપ સીમંતક નારક વગેરે દુઃખોને ભોગવનારો કેવી રીતે થયો ? ૧૩