________________
( જુન: ૧૯૩૯
શ્રી સિદ્ધરાજ .
भानुर्दवीयानपि दर्पणेऽशुसङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥३॥
હે સ્વામી તમે મુક્તિને વિષે ગયા હોવા છતાં પણ, મારા નિર્મળચિત્તને વિષે (તમારા) ગુણોનો આરોપ કરવા વડે કરીને તેમને) સાક્ષાત્ છો. અત્યંત દૂર એવો સૂર્ય દર્પણમાં કિરણોના સંગથી ઘરની અંદર શું પ્રકાશ નથી કરતો? ૩.
तव स्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि ।। कियच्चिरं चण्डस्चेमरीचिस्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ? ॥४॥
તારા સ્તવન વડે કરીને પ્રાણીઓના (અનેક) ભવોનાં એકઠાં કરેલાં પાપો ક્ષય પામે છે. સૂર્યના 'કિરણોનો સમૂહ હાજર હોય તો, અંધકાર ક્યાં સુધી ટકી શકે? ૪.
शरण्य कासण्यपरः परेषां, निहंसि मोहज्वरमाश्रितानाम् । मम त्वदाज्ञां वहतोऽपि मूर्धा, शान्ति न यात्येष कुतोऽपि हेतोः ? ॥५॥
હે શરણ કરવાલાયક ભગવન્! કરુણા કરવામાં તત્પર એવા (તમે) તારો આશ્રય કરીને રહેલા એવા બીજાઓના મોહનવરને હણો છો, (પરંતુ) મસ્તક વડે કરીને તમારી આજ્ઞા વહેતા એવા મારા આ મોહજવરની કોણ જાણે કયા કારણથી શાંતિ નથી થતી? ૫.
भवाटवीलङ्घनसार्थवाहं, त्वामाश्रितो मुक्तिमहं यियासुः। कषायचौर्जिन !, लुप्यमानं, रत्नत्रयं मे तदुपेक्षसे किम् ? ॥६॥
મુક્તિમાં જવાની ઈચ્છાવાળો હું ભવરૂપી અટવીને ઓળંગવામાં સાર્થવાહ સમાન એવા તમને આશ્રય કરીને રહેલો છું. તો પછી હે જિન ! કષાયરૂપી ચોરો વડે કરીને ચોરાતા એવા મારા ત્રણ રત્નોની તમે કેમ ઉપેક્ષા કરો છો? ૬.
लब्धोऽसि स त्वं मयका महात्मा, भवाम्बुधौ बंभ्रमता कथंचित् । आ: पापपिण्डेन नतो न भक्त्या या,न पूजितो नाथ ! न तु स्तुतोऽसि ॥७॥
ભવસમુદ્રમાં રખડતા એવા મને કોઈ પ્રકારે મહામુસીબતે) આપ મહાત્મા મળ્યા હતા. પરંતુ ખેદની વાત છે કે આ પાપના પોટલાવાળા મારા વડે ભક્તિથી આપને ન મળાયું, ન પૂજા કરાઈ તેમજ ન સ્તુતિ પણ કરાઈ. ૭.
संसारचक्रे भ्रमयन् कुबोधक्रदण्डेन मां कर्ममहाकुलालः । करोति दुःखप्रचयस्थभाण्डं, ततः प्रभो ! रक्ष जगच्छरण्य ! ॥८॥ આ સંસારચક્રમાં કર્મરૂપી મોટો કુંભાર કુબોધરૂપી દંડ વડે કરીને મને ભમાવતો દુઃખના સમૂહનું