________________
ઉં વે
શ્રી સિદ્ધરાજ
( જુન : ૧૯૩૯ કુમારપાળે ઘણા જૈનદેવળો પણ બંધાવ્યાં છે તેમાં ખાસ કરીને એક પાટણમાં મૂષાદિક વિહાર અને હેમાચાર્યની જન્મભૂમિ ધંધુકામાં ઝોલિકાવિહાર બે જાણવા જોગ છે. (ગુજરાતનો ઇતિહાસ).
ઉપર પ્રમાણે સોલંકીવંશમાં મહારાજા સિદ્ધરાજ જયસિંહની ગાદીએ આવેલા પરમાઈત મહારાજા કુમારપાલને ગુજરાત વગેરેના ઇતિહાસને શોધનારા, જાણનારા અને તેના અભ્યાસીઓ સ્પષ્ટપણે જયારે જૈનધર્મી તરીકે જણાવે છે અને તેરમી સદીના લખેલા પુસ્તકોની પુષ્પિકાઓ, પ્રતિમાના લેખો અને કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી વિગેરે પણ ખુલ્લા શબ્દોમાં કુમારપાલ મહારાજાનું જૈનત્વ વિધવિધ રીતે જણાવે છે, ત્યારે વર્તમાનકાળમાં કોઈક જૈનધર્મના દ્વેષને લીધે કોંગ્રેસ તરફથી અમુક ખાતાના પ્રધાન ગણાયેલ કનૈયાલાલ મુનશી અને તેના જેવા તે બાબતમાં લોકોને ભ્રમિત કરવા પ્રયત્ન કરે છે, તેના નિવારણને માટે પરમાઈત કુમારપાલ મહારાજાનું જૈનત્વ જણાવનારા પુરાવા આ અંકમાં પ્રગટ કરવામાં આવે છે. મુનશીએ જો કોઈપણ પુરાવો પરમાઈત કુમારપાલના જૈનત્વપણાની શંકામાં રજૂ કર્યો હોત તો, પહેલાં તેની સમાલોચના કરવાની જરૂર પડત, પરંતુ તેઓએ માત્ર પોતાના વચન સિવાય કોઇપણ પુરાવો પરમહંત કુમારપાલના જૈનત્વનો સંદેહ દેખાડનાર રજુ કર્યો નથી; તેથી તેના તરફના કોઈપણ પ્રમાણને ચર્ચા સિવાય પરમાઈત કુમારપાલના જૈનત્વને જણાવનારા જ પુરાવાઓ રજૂ કરાય છે.
कलिकालसर्वज्ञश्रीहेमचन्द्राचार्यचरणरजचञ्चरीकगुर्जर
सम्राट् श्रीकुमारपालविरचितंसाधारणजिनस्तवनम् ॥ પરમાત મહારાજાધિરાજ કુમારપાલ વિરચિત - સાધારણ જિનસ્તવન સાથે ભાવાર્થ. नमाखिलाखण्डलमौलिरत्नरश्मिच्छटापल्लवितांहिपीठ ! । विध्वस्तविश्वव्यसनप्रबन्ध !, त्रिलोकबन्धो जयताज्जिनेन्द्र ! ॥१॥
સમગ્ર ઇદ્રોના મુકુટોના રત્નના કિરણોના ફેલાવાથી કાંતિમય થયું છે પાદપીઠ જેમનું અને નાશ કર્યો છે જગતનો દુઃખસમૂહ જેમણે તથા ત્રણ લોકના બંધુ એવા હે જિનેન્દ્ર ! તમે જય પામો. ૧
मूढोऽस्म्यहं विज्ञपयामि यत्त्वामपेतरागं भगवन् ! कृतार्थम् । नहि प्रभूणामुचितस्वरूपनिरूपणाय क्षमतेऽर्थिवर्गः ॥२॥
હે ભગવાન નિબુદ્ધિ એવો હું રાગરહિત અને કૃતાર્થ થયેલા એવા આપને વિજ્ઞપ્તિ કરું છું. જે કારણ માટે સેવકવર્ગ માલીકનું ઉચિત સ્વરૂપ નિરૂપણ કરવા માટે સમર્થ થતો નથી. ૨.
मुक्तिं गतोऽपीश ! विशुद्धिचित्ते, गुणाधिरोपेण ममासि साक्षात् ।