________________
श्री सिद्धचक्राय नमः
1 સમિતિના લાઈક શ્રી સિદ્ધચક્ર થી નવપદોમય
1:લ-વા-જ-મ: ૧ સમિતિના લાઈફ
મેમ્બરોને વિના મૂલ્ય તથા ૨ અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
રૂા. ૨-૦-૦ ટપાલ ખર્ચ
સહિત ૩ છુટક નકલ કિં. ૦-૧-૬
-: લખો :શ્રી-સિ–સા-પ્રસ
-: ઉદેશઃશ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને છે આયંબિલ વર્ધમાનતપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરવો.
છે.
શ્રી સિદ્ધચક્ર સાહિત્યપ્ર. સમિતિનું
પાક્ષિક મુખપત્ર ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ.
પુસ્તક (વર્ષ) ૭, અંક ૧૭-૧૮ વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી
જેઠ સુદી પૂર્ણિમા જેઠ વદી અમાવાસ્યા
પરમાહેત મહારાજા .
કમારપાલ
श्राद्धः श्रोता सुधीर्वक्ता, युज्येयातां यदीश ! तत् । त्वच्छासनस्य साम्राज्यमेकच्छत्रं कलावपि ॥१॥
કષ-છેદ અને તાપની પરીક્ષાથી શુદ્ધ થયેલા ભગવાન જિનેશ્વર મહારાજના શાસનમાં અને તે દ્વારાએ શુદ્ધ દેવ-ગુરુ અને ધર્મમાં શ્રદ્ધા ધારણ કરનારો જો શ્રોતા હોય અને તેની સાથેજ યુગમાં પ્રધાન એવા સર્વ આગમોને જાણવા સાથે, ઉત્સર્ગ-અપવાદાદિ ઐદંપર્યથી શુદ્ધપણે તેને જાણનારા ગીતાર્થ જો શાસ્ત્રના તત્ત્વને પ્રરૂપનારા મહાપુરુષ હોય અર્થાત્ સોના અને સુગન્ધી પેઠે હે ભગવનું એ બન્નેનો જો સંજોગ મળે તો નક્કી કલિયુગમાં પણ તારા શાસનનું સામ્રાજય એકછત્રા જ થાય.
(વીતરાગસ્તોત્ર)
કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પરમહંત મહારાજા કુમારપાલે ગાદીએ બેઠા પછી તરત જ તેમણે જાહેરરીતે જૈનધર્મ સ્વીકાર્યો.