________________
શ્રી સિદ્ધચક્ર
(તા. ૯-૧૦-૩૮) જો ક્યાંય મહેલ, શાળા વિગેરેથી અલંકૃત ગંધર્વનગરો (જે આકાશમાં કોઈકવાર દેખાય છે) સ્થિર દેખે (કાયમ રહેતાં દેખે) તો તારી ઋદ્ધિ પણ સ્થિર થાય? (કાયમ રહે.) ૧૭, ૧૮, ૧૯, આત્મશિક્ષા.
હે આત્મન્ ! ધન, સ્વજન અને શક્તિથી મદોન્મત્ત થઈ તું ફોગટ ફુલાતો ફુલાતો ભમ્યા કરે છે, તે અજ્ઞાન છે. કારણ કે પાંચ દિવસ પછી તું રહેવાનો નથી, તારું ધન નહિ રહે અને તારા સ્વજન (પણ) નહિ રહે. પૃથ્વીમાં અનંતકાળે અનંતા બલદેવ, ચક્રવર્તી અને વાસુદેવો પણ (જન્મી. રાજ્ય ભોગવી) ચાલ્યા ૧૨ગયા, તો તું કોણ માત્ર? અને તારો વૈભવ પણ શું હિસાબમાં? ૨૦, ૨૧. સર્વ વસ્તુઓ અનિત્ય તો છે જ, પણ તેમાંની કોઈ વસ્તુ મરતાં પણ બચાવે નહિં.
કોઈ માણસને ભવન-ઉપવન (બગીચા) શયન, આસન, યાન વાહન આદિ શાથતાં રહ્યાં નથી, તેમ તે વસ્તુઓથી કોઈનો બચાવ નથી થયો, (૨૨). માબાપ વિગેરેની સાથે રહેશું એમ ધારો તો એ નિત્ય રહેશે કે નહિ?
માતપિતા સાથેનો સહવાસ, સાથે વધેલા મિત્રની સાથે કરેલા સ્નેહ અને પુત્ર અથવા સ્ત્રી સાથે કરેલી પ્રીતિ અથવા પ્રેમ એ પણ અનિત્ય છે૪ (૨૩). અંતે - - બલ, રૂપ, ઋદ્ધિ, યૌવન, પ્રભુતા, સુભગતા, નિરોગીપણું, ઈષ્ટની સાથે સંયોગ અને જીવીતવ્ય (એ બધુંય) અશાશ્વતું છે. (૨૪) એવી રીતે સંસારમાં જે જે રમણીય દેખાય (બલ, રૂપ, ઋદ્ધિ વિગેરે તે તે સર્વ અનિત્ય જાણીને નિત્યસ્વરૂપએવા ધર્મમાં જ બલિ રાજર્ષિની માફક પ્રયત્ન કરો (૨૫) ઈતિ અનિત્ય ભાવના
તપગચ્છનાયક જ્ઞાન-સાયર, શાસ્ત્રના પારંગમી, આનંદ સાગર પ્રવર મુનિવર ધર્મો કથે મોક્ષગમી. નૃપ બોધદાતા જગત ત્રાતા, સૂત્ર વાચનદાયકા, વંદન કરી ઈચ્છું સદા હું ચિરજીવો ! મુનિ નાયકા.
લેખક :- “આનંદ શિશુ.” (અનુસંધાન પેજ - ૨૫)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
–
–
–
–
–
–
૧૨ જેઓના પૈસે પગલે પગલે આ પૃથ્વી ભરાઈ, જેઓએ લીલા માત્રથી જગત જીતી લીધું, તેવા રાજાઓ પણ
આગાધ સંસાર-સરોવરમાં પરપોટા જેવી લીલા ધરી ધરીને નાશ પામી ગયા. ૧૩ જયારે યમરાજાની નગરીમાં જવાનું તેડું આવે ત્યારે ક્રોડો હાથી, ઘોડા, સૈન્ય હોય. મણિ રચિત
મહેલોના મહેલો હોય, લક્ષ્મી અપૂર્વ હોય, સ્ત્રીઓ બહુ હોય, પણ કોઈ સાથે ન આવે, એટલું નહિ પણ
આપતુપતિતને તે શરણ પણ ન થાય. ૧૪ આદરતાપૂર્વક ગૌરવ કરીને, હંમેશાં ઘણું ધન આપીને, હંમેશાં તેને રાજી રાજી રાખીને, અત્યંત શુદ્ધ
વિનય દેખાડીને પણ ઘણા વર્ષોનો એકઠો કરેલો પ્રેમ પણ કોઈ એક જ વચનમાં એકાએક તૂટી જાય છે. ૧૫ સુદેવત્ત્વ, સુમનુષ્યત્ત્વ આદિ પ્રાપ્ત કરવા દ્વારા એ પરંપરાએ મોક્ષ લક્ષણ જે નિત્ય કાર્ય તેને મેળવી દે છે
માટે ધર્મ નિત્ય જ છે. મોક્ષમાં કથંચિત્ નિત્યાનિત્યત્વ નથી, જેમાં જે પર્યાય કોઈ પણ કારણથી અર્પિત કરીને ઉત્કટ વિવક્ષાય તેમાં તેથી જ વ્યપદેશ થાય, બીજાથી નહિ. મોક્ષમાં અનંત ચતુષ્ટય જ્ઞાનાદિમયત્વ, અમૂર્તત્ત્વ આદિ લક્ષણ નિત્ય પર્યાય ઉત્કટ છે :