________________
|
(તા. ૯-૧૦-૩૮)
એ શ્રી સિદ્ધચક
છે પ્રથમ-અનિત્ય ભાવના - (પર્વત, નગર, ગ્રામ, ભવન આદિ) સર્વ પ્રકારે મનુષ્ય લોક અનિત્ય છે. (કારણ કે એ નાશ પામે છે, ગ્રામ-સ્મશાન થઈ જાય છે, નગર હોય તે ગામડાં થઈ જાય છે વિગેરે દેખીએ છીએ અને સાંભળીયે પણ છીએ.) અરે એની વાત રહેવા દો, (ખુદ) દેવલોકમાં પણ જીવતર, શરીર અને લક્ષ્મી વિગેરે નિત્ય નથી. ૧૧ સંસારની અનિત્યતા સાબિત કરનારાં દષ્ટાંતો
જેવી રીતે બાળકો નાચતા નાચતા નદીને કાંઠે જઈ તેની ધૂળમાં ખોટા હાથી-ઘોડા બનાવી ઘર, રાજ્ય (વિગેરે) રચી રમે છે, પછી પોતે જ એને ભાંગી નાખે છે અથવા બીજાઓ તેને ભાંગી નાંખે છે, અગર તો એમને એમ કરેલાં રહેવા દે અને સૌ જુદી જુદી દિશાએ ચાલ્યા જાય છે, તેવી રીતે આ સંસારમાં સુર નર ખેચર આદિ જીવો ઘર, રાજય, વૈભવ, કુટુંબ આદિ વસ્તુઓમાં પાંચ દિવસ રમીને પોતાના કર્મ રૂપી પ્રલયાનિલથી ઉંચકાઈ ક્યાંય ચાલ્યા જાય છે. ૧૨, ૧૩, ૧૪.
અથવા (માણસને) જેમ સ્વપ્નમાં રાજ્ય આદિ ઈષ્ટ વસ્તુઓ પ્રાપ્ત થાય ત્યારે તેઓ ક્ષણભર ખુશ ખુશ થઈ જાય છે. ૧૦ (અને જયારે આંખ ઉઘડી જાય ત્યારે) પછી શોક ધારણ કરે છે. તેવી જ રીતે કેટલાક દિવસ પૂરતાં મળેલ રાજ્ય આદિ ઈષ્ટ વસ્તુઓમાં જીવો ખુશ થાય છે અને જયારે તે ચાલ્યાં જાય છે ત્યારે ગરીબડા થઈ જાય છે. ૧૫, ૧૬
(વળી) ઈન્દ્રજાલના પ્રયોગથી ક્ષણવાર દેખાઈને નાશ પામનારું સોનું, રૂપું વિગેરે વસ્તુઓ દેખાય છે, તેવી રીતે મળેલા આ વૈભવ વિગેરે હે જીવ! તું જાણજે. ૧૧
સંધ્યા વખતના વાદળાં અને મેઘધનુષ્ય જેમ બનીને થોડીવારમાં અદશ્ય થાય છે, એના સરખા વૈભવ વિગેરે વસ્તુના સમુહ છે, તું જાણતો છતાં તેમાં કેમ મુંઝાય છે?
૮ પલ્યોપમ અને સાગરોપમની અપેક્ષાએ મનુષ્ય ભવ બહુજ થોડો હોવાથી પાંચ દિવસ જણાવ્યા છે. ૯ સુકાં પાદડાંની માફક અહિંથી નરકાદિ ગતિમાં ચાલ્યા જાય છે. તે અદૃશ્ય થઈ જાય છે, અને પછી નામ
પણ નથી જણાતું-કહ્યું છે કે તે રાજા, તે પદાર્થો, તે સ્ત્રીઓ તે રમત-ગમતો જ્યારે તેઓ કૃતાંતથી
ડસાય છે, ત્યારે નાશ પામી જાય છે. ૧૦ મારે ઘેર રત્નના ઢગલા છે, શ્રેષ્ઠ હાથીઓ છે, મારો અપૂર્વ રાજ્યાભિષેક થયો છે, ઈત્યાદિ સ્વપ્નમાં
જણાય ત્યારે જીવ ખુશ ખુશ થઈ જાય પરંતુ નિદ્રા જતી રહ્યા પછી તેમાંથી કંઈપણ ન દેખે, એવી રીતે સાક્ષાત્ મળેલ રાજયાદિમાં પણ વિચારવું. અહીં એ નહિ સમજવું કે સાક્ષાત્ રાજ્યાદિ ઘણા કાળનાં છે ને સ્વપ્નની રૂદ્ધિ ક્ષણવારની છે, કેમકે પલ્યોપમ અને સાગરોપમ સુધી ભોગવેલી પણ લક્ષ્મીમાં પણ સધાયું કંઈ નહિં. કારણ કે એ જીવો આગળ આગળ ભવોમાં ભટક્યા, કહ્યું છે કે, સકલ ઈષ્ટને દેનારી લક્ષ્મી ભોગવી તોય શું? સ્વધનથી કુટુંબ પોપ્યું તોય શું? શરીરથી જીવોને નીચે કરાય તોય શું? શત્રુ ઉપર પગ
મૂક્યા તોય શું? પણ એથી કંઈ સધાયું નથી, પરમાર્થ શૂન્ય જ એ હતું, સ્વપ્ન અને ઈન્દ્રજાલસમ હતું.... ૧૧ જે પદાર્થો પ્રાત:કાલે હોય, તે બપોરે નથી હોતા, બપોરે થાય ત્યારે રાત્રે ન હોય, રાત્રે થાય તે બીજે દિવસે
ન રહે, અહો ! એ વિધિની ઈન્દ્રજાલ છે. ગંધર્વનગર, મેઘધનુષ્ય, શરદ ઋતુનાં વાદળ, વીજળીનો ઉદ્યોત છે એના જેવાં જીવતર, યૌવન, ધન અને પરિજન છે. એવી રીતે સર્વ વસ્તુ અનિત્ય છે.