________________
(તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર
, ભૂમિક્ષ છે મંગલાચરણ અભિધેય. (ભક્તિને લીધે) નમન કરતા ઈંદ્રોના મસ્તકોમાં રહેલા મણિજડિત મુકુટોના પ્રકાશતા કિરણો વડે શોભતા જાણે તીર્થકરપણું શુભ સુભગ સુસ્વરોદય યશકીર્તિ આદિ અને શાતાવેદનીય વિગેરે પ્રશસ્ત કર્મપ્રકૃતિ રૂપ બહુ પુન્યના અંકુરાથી શોભતા ન હોય? એવા શ્રીમાન્ મહાવીર સ્વામિના ચરણકમલને નમસ્કાર કરીને સિદ્ધાંતરૂપી સમુદ્રની અંદર રહેલ 'સુયુક્તિરૂપી છીપોમાંથી (અર્થોનો) સંગ્રહ કરી મોતીની માળાની માફક નિર્મળ એવી ભવભાવના રચું છું ભવસ્વરૂપ વિચારવાનું ફલ. સંવેગને પામેલા (ભવ્ય પ્રાણીઓ)ને સંસારરૂપી સમુદ્રનું સ્વરૂપ વિચારતાં અનુક્રમે જેઓને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું છે તેઓને આ (ભવનું સઘળું સ્વરૂપ) પ્રત્યક્ષ થાય છે. ભવસ્વરૂપ વિચારતાં શું લાભ થાય? (સંવેગને પામેલાઓને આ) સંસારના સ્વરૂપનું ચિંતન કરવા રૂપી ચાલણી વડે (અજ્ઞાન અવિરતિ આદિ કારણ છે એવી કમરજ ચાલવાવડે કરી) શુદ્ધ થતા ભાવરૂપી માર્ગમાં ભવ્ય જીવો જાણે હાથથી કે ગાંઠથી પડી ખોવાઈ ગયું હોય અને ધુળ ચાળવાથી મળે તેની માફક વિવેકરૂપી મહારત્ન પામે છે... " એ સ્વરૂપ વિચારતાં બીજા ગુણોની પ્રાપ્તિ થાય છે. સંસાર સ્વરૂપને વિચારતાં, સર્વ સંઘ વગરના એવા શ્રીમાન નેમિજિનેશ્વર આદિ ધીરપુરૂષોએ તે જ પ્રકારે કર્યું છે. (પ્રવ્રયા આદિ મહાભાર વહન કર્યો અને મોક્ષે ગયા.)
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
૧ સુયુક્તિ-પ્રમાણથી અબાધિત હોવાને લીધે જીવાદિતત્વોની સ્થાપના કરવાના કારણભૂત એવી છે
સુયુક્તિ તે જીવાજીવાભિગમ, ભગવતીજી, પન્નવણા વિગેરેમાંની વાણી સમજવી ઈતિ. ૨ મોતીની માળા-જેમ સમુદ્રની છીપોમાંથી મોતીઓ લઈ તેની નિર્મળમાલા કોઈ બનાવે છે, એવી રીતે હું - પણ સિદ્ધાંતને આશ્રિત વિચિત્ર શાસ્ત્રપદ્ધતિથી નિર્મલ ભવભાવના બનાવીશ. ૩ સંવેગ-તીવ્ર એવા શુભ અધ્યવસાય પૂર્વક હર્ષથી મુક્તિ સુખની ઈચ્છા કરવી તે સંવેગ. ૪ થાય છે–તીવ્ર સંવેગ પામેલ જીવને દુરન્ત અનંત દુ:ખ સ્વરૂપ સંસારનું સ્વરૂપ વિચારતાં દરેક ક્ષણે તેમાં
નિર્વેદ થાય, અને એવી રીતે ભવસ્વરૂપ વિચારતાં પ્રકર્ષને પામેલ શુભધ્યાનરૂપી અગ્નિમાં અતિગહનઘાતી કર્મરૂપી મહાવન બળી જાય અને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, પછી તે કેવલ
જ્ઞાનથી તે સ્વરૂપ સાક્ષાત્ દેખાય અને ત્યારબાદ ભવોપગ્રાહી કર્મોનો ક્ષય થાય છે. ૫ શ્રી નેમિનાથ ભગવાનનું નવભવ સમ્બદ્ધ ચરિત્ર આ ગ્રંથમાં અપૂર્વ રીતે ગોઠવાયું છે. લગભગ ૫000
શ્લોક પ્રમાણ છે. આ ચરિત્રની વિશિષ્ટતા તે જોવાથી જણાશે.