________________
(જુઓ અનુસંધાન પાન ૩૩૬નું ચાલુ) આજ કારણથી પરમપદના ધ્યેયથી નિરૂપણ કરાયેલા જૈનશાસનમાં જૈન ધર્મનું સ્વર્ગ અને જ * મોક્ષરૂપી પારલૌકિક ફળ સ્થાને સ્થાને બતાવવામાં જેમ આવ્યું છે, તેવી જ રીતે અનેક ધર્મકૃત્ય જ
થાવત્ પંચપરમેષ્ટિમંત્ર સ્મરણ જેવા સામાન્ય ધર્મના સર્વ પાપના નાશને અને પ્રથમ મંગળતારૂપ છે * ફળ જણાવ્યા છતાં ઇહ લોગંમ્મિ તિરંડી વિગેરે કહીને ઔલૌકિક ફળોની અપેક્ષાએ પણ તે જ * નમસ્કારપાઠની કર્તવ્યતા આદરણીય જણાવવામાં આવી છે, તેવી જ રીતે આ ઓળી નામનું પર્વ છે છે કે જેની આરાધના જ્ઞાનપંચમી આદિ પર્વોની માફક મોક્ષના એક એક અંશને આરાધવા માટે નહિ,
પરંતુ દેવગુરુ અને ધર્મ એ ત્રણે તત્ત્વોની અને સમ્યગદર્શનાદિ સર્વ ગુણોની આરાધના માટે નિયત * થયેલું છે અને તેથી તે ઓળીના પર્વોની પ્રવૃત્તિને શાશ્વતી યાત્રા તરીકે ભગવાન પંચાંગીકાર અને જ ગ્રંથકાર જણાવે છે. સુજ્ઞમનુષ્યો સમજી શકશે કે ચાતુર્માસિક અને સાંવત્સરિક જેવા મહાપર્વોની
આરાધ્યતા અત્યંત જરૂરી અને ઉત્તમ છતાં પણ તે માત્ર ભરત ઐરાવતની ચૌવીશીમાં જ હોય છે * અને તેમાં પણ માત્ર આદ્ય અને અંત્ય એવી તીર્થંકર મહારાજના શાસનમાં હોય છે. એટલે ચોવીશમાં મધ્યની બાવીસ તીર્થકરોના શાસનમાં ચાતુર્માસિક અને પર્યુષણાની આરાધના નિયમિત હોતી નથી, છતાં અરિહંત પદાદિ નવપદોની આરાધના તો એવી જબરદસ્ત છે કે જે આરાધનાને
આદરવા માટે કોઈપણ શાસનમાં એટલે ચોવીશીના સર્વ તીર્થંકરના અને મહાવિદેહમાં વર્તતા જ વીશ વિહરમાન જિનેશ્વરના શાસનમાં વિકલ્પ નથી એટલે સર્વ ક્ષેત્રોના સર્વ તીર્થકરના સર્વ જ
શાસનમાં અરિહંત મહારાજ આદિ નવપદોની આરાધના તો નિયમિત જ છે અને તેથી પ્રતિવર્ષે બે , વખત બનતી તેવી આરાધના શાશ્વતયાત્રા તરીકે પંચાંગીકાર અને ગ્રંથકારો જણાવે તેમાં આશ્ચર્ય નથી.
આવી રીતે અરિહંતાદિ નવપદોની આરાધનારૂપી ઓળીનું પર્વ શાશ્વતું છતાં જેમ અંગ છે આ ઉપાંગ વિગેરેમાં સમ્યગદર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાને અંગે પૂર્વ કાળ વૃત્તિ દષ્ટાંતોને સ્થાને આ 0 નવીન બનેલા તત્કાળના દૃષ્ટાંતો જોડીને અંધક અને આદ્રકુમાર વિગેરેના પ્રકરણો યોજવામાં * આવેલા છે, તેવી રીતે આ શાશ્વતી ઓળી એટલે શાશ્વતી ઓળીની યાત્રાની આરાધનાને જ તે અંગે જૈન શાસ્ત્રકારોએ મહારાજ શ્રીપાળનું દૃષ્ટાંત અનુગત કરેલું છે. જૈન જનતા સારી રીતે જ જાણી શકે છે કે શ્રી શ્રીપાળ મહારાજને આચાર્ય ભગવાન મુનિચંદ્રજીએ કરેલ નવપદ જ જ આરાધનાનો ઉપદેશ પરમપદની સિદ્ધિને દેવાવાળો મુખ્યતાએ હતો, છતાં પણ તાત્કાલિક છે અને પ્રધાનપણે કોષ્ટના રોગના નિવારણ માટે હતો એટલે કહેવું જોઇએ કે ભગવાન અરિહંત
મહારાજ વિગેરે નવપદોની આરાધનાવાળું ઓળીનું પર્વ પરમપદની સાધના તરીકે અને પરમપદની વાંછના તરીકે હોવું જરૂરી છતાં ઐહલૌકિક ફળને માટે પણ તેની કરાતી આરાધના કોઇ પણ પ્રકારે ત્યાગ કરવા લાયક તો નથી જ. ધર્મની આરાધના કરનારને પરમપદની સિદ્ધિ
(જુઓ અનુસંધાન પાન ૩૩૪)