________________
(અનુસંધાન ટાઈટલ પાનાં ચોથાનું ચાલુ) અર્થાત્ જન્મ જરા, મરણ, રોગ, શોક, આધિ વ્યાધિ અને ઉપાધિને જયાં અંશે પણ અવકાશ જ એ નથી અને જયાં કાયાની કેદમાં જીવ પંખેરૂને ઝપટાવાનું નથી, જ્યાં સર્વકાળ માટેનું અપ્રતિપાતિ એ
અન્યૂન એવું અનંતાનંત જ્ઞાન સુખ અને વીર્ય ઝળકી રહેલું છે, એવા પરમપદની પ્રાપ્તિના ભવમાં જ
પ્રથમ હૃદયસ્પર્શી ધર્માચરણ હોય નહિ. એટલે કહેવું જોઇએ કે પરમપદની ઇચ્છાવાળાએ એ જે ધર્માચરણ હૃદયસ્પર્શી બને કે હૃદયના સ્પર્શ વિનાનું બને, દુનિયાની બાહ્ય પદાર્થ સિદ્ધિને માટે બને છે છે કે પરમપદના સાધનને માટે બને, તો પણ ભગવાન જિનેશ્વર મહારાજે જગતના ઉદ્ધાર માટે એક
નિરૂપણ કરેલ આચરણ સર્વદા કરવું જ જોઈએ. આ કથનની મતબલ એવી નથી કે હૃદયસ્પર્શી
ધર્માચરણની કીંમત અંશે પણ ઓછી હોય, પરંતુ જે ધર્મનું આચરણ હૃદયસ્પર્શી બની પરમપદ ન આપે તે ધર્મનું આચરણ હૃદયસ્પર્શી ન હોય અગર પરમપદની પ્રાર્થનાથી ઓતપ્રોત થયેલું ન હોય તે
તો પણ કરવા લાયક જ છે. સર્વ શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ધર્મશબ્દનો વ્યુત્પત્તિ અર્થ છે છે એ છે કે તેના આચરણ કરનારને તે દુર્ગતિથી જરૂર બચાવે અને તેને સદ્ગતિમાં જરૂર ધારણ કરે છે
આટલા ઉપરથી ધર્મશબ્દની અનર્થકતા કે નિરર્થકતા નથી એમ સમજી શકાય તેમ છે. જો અનર્થક 1 છે કે નિરર્થક સંજ્ઞા કરવી હોય તો અનેક વ્યંજન અને અનેક સ્વરમય વ્યુત્પત્તિ સિદ્ધ ધર્મ શબ્દને આ યોજવાની જરૂર ન હતી. શાસ્ત્રકારો સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે પરમપદની લેશ માત્ર વાંચ્છા જ
નહીં કરનારા એટલું જ નહિ પરંતુ પરમપદની અસ્તિતાની ધારણા નહિ કરનારા એવા અભવ્ય જ છે અને મિથ્યાદૃષ્ટિ જીવો કે જેઓને ધર્મનું આચરણ પરમપદની સાધનાએ હૃદયસ્પર્શી હોતું નથી.
તેવો પણ તે ભગવાન જિનેશ્વર મહારાજે નિરૂપણ કરેલા ધર્મનું દ્રવ્ય થકી પણ આચરણ કરવાથી નરક અને તિર્યંચ આદિ દુર્ગતિઓમાં અનંતરપણે જતાં જ નથી. એટલું જ નહિં પરંતુ રૈવેયક નામના દેવલોકો કે જે દેવલોકોમાં પરમપદની ધારણાથી હૃદયસ્પર્શીપણે ભગવાન જિનેશ્વર , મહારાજના ધર્મને માનનારા અને અંશે તેને આચરણમાં મેલનારા જેને જૈનશાસ્ત્રોમાં અવિરતિ આ સમષ્ટિ અને દેશવિરતિ સમ્યગદષ્ટિ તરીકે ગણવામાં આવે છે તે પણ પ્રાપ્ત કરી શકતા નથી, આ * તેવા રૈવેયક દેવલોકની પ્રાપ્તિ પૂર્વે જણાવેલા પરમપદની વાંછાને માન્યતા સિવાયના અભવ્ય આ
અને મિથ્યાદષ્ટિજીવો કરી શકે છે. અર્થાત્ પરમપદની સાધનાની માન્યતા સિવાય પણ આચરણમાં જ આ મેલાયેલો જગત ઉદ્ધારક જિનેશ્વર મહારાજનો ધર્મ દુર્ગતિને રોકવા સાથે સદ્ગતિને આપનારો
જરૂર થાય છે, જો કે પરમપદની સાધના અને માન્યતા સાથે આચારમાં મેલાતા જૈનધર્મની મહાગંતા જ આગળ આ દ્રવ્યધર્મની કિંમત એક અંશ જેટલી પણ નથી. એ વાતમાં કોઈપણ સુજ્ઞથી બે મત થઈ
શકે તેમ નથી. પરંતુ જગદુદ્ધારક મહારાજ જિનેશ્વરે કહેલા ધર્મના બાહ્યઆચરણથી પણ કેવો ? એ અનર્ગલ ફાયદો થાય છે તે જ જણાવવા માટે ઉપરનું વિવેચન છે.
(જુઓ અનુસંધાન પાનું ૩૩૫)