________________
થી સિરાક
એપ્રિલ ૧૯૩૯)
સ્વપ્નાન્સરમાં પણ તીર્થવાહીઓની કોઈપણ તીર્થ સંબંધી માગણીમાં અંશે પણ અનુમતી આપી શકે જ નહિ. એવા પ્રસંગે ધનને મહત્તા તે જ આપી શકે કે જેઓ “પૈસો મારો પરમેશ્વર” એમ માનનારા હોય પરંતુ ધર્મ ધન એવા સાચા જૈનીઓ કોઈ દિવસ પણ ધનના નામે ધર્મક તીર્થનો ભોગ આપવાનું માની શકે નહિતેમજ કહી શકે નહિ. (મી. લશ્કે) કુમારપાલ મહારાજ વખતના લખાયેલા ૬ શ્રીમદ્ ગાયકવાડ સરકારે પ્રગટ કરેલા પત્રો, શ્રી દેશવિરતિ સમાજે પ્રગટ કરેલા પ્રશસ્તિ સંગ્રહના તેરમી સદીના અનેક તાડ પત્રોના પુસ્તકોની પ્રશસ્તિઓ, સ્વયં કુમારપાલ મહારાજે બનાવેલ ચોવીશ જિનેશ્વરની સ્તુતિ, વીતરાગસ્તોત્રની અવચૂરિ વિગેરેમાં શ્રીકુમારપાલ મહારાજનું દ્વાદશવ્રત ગ્રહણ, કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્ર અધ્યાત્મ ઉપનિષદ્ તરીકે કરવામાં આવેલો પાભિષેક જણાવ્યો છે તે શ્રીવીતરાગસ્તોત્રના શ્લોકો, ત્રિષષ્ઠીય શલાકાપુરૂષચરિત્રની પ્રશસ્તિમાં જણાવેલ કુમારપાલમહારાજની પ્રાર્થના, શ્રી મહાવીરચરિત્રમાં જીવતસ્વામિની પ્રતિમાના ઉદ્ધાર પ્રસંગમાં શ્રીકુમારપાલ મહારાજની જણાવેલી પરમાહિતતા, શ્રીગિરનારજી, શ્રીસિદ્ધાચલજી અને શ્રીતારંગાજી વિગેરેમાં શ્રીકુમારપાલ મહારાજે કરાવેલ અનેક
ગગનચુંબી જિનાલયોની વિદ્યમાનતા તેરમી સદીમાં જ થયેલા શ્રી સોમપ્રભાચાર્યે કરેલ
કુમારપાલ પ્રતિબોધ કાવ્ય” વિગેરેને જો કનૈયાલાલ મુન્શીએ અંદર અને બાહ્ય ચક્ષુ ઉઘાડીને દેખ્યા હોય તો પરમાહિત શ્રીકુમારપાલમહારાજના જૈનત્વને અંગે શંકાનું પણ સ્થાન રહેત નહિ. (મુંબઈ) ગાંધીજીના પક્ષમાં રહેલા અગર તેમની આશ્રીત એવી સંસ્થાઓ ગાંધીજીએ ખોટી રીતે જૈન સાધુ ઉપર અહિંસા વિષયમાં કરેલા આક્ષેપના સાચા પ્રતિકાર સામે અણગમો દર્શાવે તે સત્ય ધર્મથી વિરૂધ્ધ છતાં પણ વ્યવહારને અનુકુલ ગણાત. પરંતુ હિંદુસ્થાનના જૈનોમાં અગ્રપદ ધરાવનારી શ્રીઆણંદજી કલ્યાણજીની પેઢીના એક ટ્રસ્ટી
જ્યારે તેવા ખોટા પ્રતિકારની સભા ભરવા તૈયાર થાય અને તેની ઉત્તરકારવાહી કરે ત્યારે તો ખરેખર તે પ્રતિનિધિ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રતિનિધિપણાનું જાહેર લીલામ કરે છે, એટલું જ નહિ પરંતુ પોતાનામાં જાહેર તરીકે ગણાતું જે જૈનત્વ તેનું પણ તે લીલામ જ કરે છે અને અજૈનને શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીમાં પ્રતિનિધિ તરીકે રહેવાનો હક્ક ન હોવાથી સ્વયં પોતાનું તે તરીકેનું રાજીનામું જ આપે છે. (સંદેશ)