________________
. (એપ્રિલ ૧૯૩૯)
થી સિરાક
છે
કે ઉતરે
સાગર-સમાધાન
પ્રશ્ન-સમ્યગદર્શનના પ્રતિપન્નોની અપેક્ષાએ જ્ઞાન
ક્રિયાની માફક શ્રુતશીલ લેવામાં આવ્યાં હોય તો જ્ઞાન પક્ષમાં દેશ વિરાધના કહી તેમ ક્રિયા પક્ષમાં પણ દેશ વિરાધના હોવી
જોઈએ? સમાધાન-જ્ઞાન અને ક્રિયા અથવા શ્રુત અને શીલના
અંશો સરખા છતાં જ્ઞાન અને શ્રુતની મહત્તાને લઈને માત્ર દેશની વિરાધતા રખાય. જેમ ક્રોધને શમાવવારૂપ આરાધકતા સરખી, છતાં સ્વપક્ષની ક્ષમાની મહત્તા હોવાથી તેમાં દેશ વિરાધકતા શ્રીજ્ઞાતાસૂત્રમાં રાખવામાં આવી છે, અને પરપક્ષની ક્ષમાને દેશ આરાધકતાની દશા જણાવી છે તે સમજી શકાય નહિ તેમ નથી. આશ્ચર્યની વાત તો એ છે કે બન્ને જગા પર જ્ઞાન અને સ્વપક્ષનું સહન કરનારને જ્યારે દેશથી વિરાધક ગણ્યા છે, જયારે ક્રિયા અને પરપક્ષનું સહન કરનારને દેશના પણ આરાધક કહ્યા છે. આ વસ્તુનો વાસ્તવિક ખુલાસો ત્યારે જ થાય કે જ્યારે સમ્યગદષ્ટિ જીવ આરાધનાની મહત્તાને જેટલું અગ્રપદ આપે તેના કરતાં અલ્પ પણ વિરાધના ઘણા અગ્રપદને ભોગવે. જ્યારે અન્ય સંસ્કારોવાળાઓ તો “હાયા એટલું પુણ્ય' એમ માનનારા
હોઈ અલ્પ પણ આરાધનાને અગ્રપદ આપે એ વસ્તુ સામાન્યથી લક્ષ્યમાં આવે. વસ્તુતઃ જ્ઞાનવાન થઈને સદાચારથી દૂર રહેનાર ભવસન્મુખ જનાર અને ભદ્રિકપણે ક્રિયા કરનાર મોક્ષ સન્મુખ થનાર થાય એ ભાવાર્થમાં અસંગતતા નથી જ. ક્ષમાના વિષયમાં પણ શ્રમણ મહાત્મા અન્યના આક્રોશાદિકને સહન કરનાર કહે તેટલી વિરાધના અને ડુબવાની સ્થિતિ છે,
જ્યારે શાસન બહારનો મનુષ્ય અલ્પ પણ સહન કરે તે આગળ વધનારો થાય છે. જ્ઞાન ક્રિયા અને સ્વપર ક્ષમામાં એકેક વ્યક્તિને ધારીને જુદા જુદા વિષય લઈને સર્વ દેશ આરાધક વિરાધકપણું લેવામાં પણ અસંગતતા આવશે નહિં. એક દેવદત્ત વિનય વૈયાવચ્ચાદિ કાર્યોમાં જ્ઞાન ક્રિયાના ઉભય અન્યતર અને અનુભવાળો હોય અગર એક આક્રોશમાં સ્વપરના ઉભયં અન્યતર અને અનુભયના સહનવાળો થાય ત્યારે સવદેશ આરાધના વિરાધના થાય એ અસંભવિત નથી, પરંતુ અંશે વિજ્ઞાત ધર્મતા અને ઉપરતતા માનવી જોઈએ. અન્યથા શ્રદ્ધાદ્વારાએ ઉભય સંપન્નતા છતાં તેની વિવક્ષા ન કરી પૃથપૃથફ વિષયોની વિવક્ષા કરી આરાધકતાદિ વિચારાય. એક