________________
( ‘માર્ચ : ૧૯૩૯ શ્રી સિહાયક
આ હપણે આ જાહેરાત કરવાથી આગમની નોંધમાં લોકોને જાહેરાત થતાં કચવાટ રહ્યો તે રહે નહિ. ટુંકાણમાં રૂ. ૭૦૦) થી અંકે સાતસોથી રૂમ ઉપરને રૂ. ૭૦) અંકે સિત્તેરથી કબાટ ઉપર નામ આવશે, જો કે પતિતધર્મીઓને તો આમાં પણ બળાત્કાર લાગશે, પરંતુ શાસનસેવકો તો તેવાઓને તિરસ્કારથી નવાજવા પણ તૈયાર નથી.
-એ શાસનનું સદભાગ્ય જ છે. -
પૂજ્ય સાધુ ભગવંતોને વિનંતિ આ ખાતામાં લગભગ દશ આની રૂમ અને કબાટોની રકમ આવવાથી આપ સાહેબોને નીચે લખ્યા પ્રમાણે પુસ્તકો રાખવાની અનુકૂળતા થશે. ૧. ઓછામાં ઓછા પાંચસો પુસ્તકો અને ચોપડીઓ સારી જાત અને સારી સ્થિતિની હશે અગર રહેશે તો
તે માટે સ્વતંત્ર રૂમ રોકાશે. ૨. જે સાધુ ભગવંત અહિં પુસ્તક ધરાવશે તે સાધુ ભગવંત એકથી માંડીને બધાં પુસ્તક જ્યારે પણ મંગાવવા
માંગશે તો મંગાવી શકશે. ૩. પુસ્તક ધરાવનાર સાધુ ભગવંત પોતાના પધરાવેલા કે પધરાવનાર તરફથી મળેલા પુસ્તક સંગ્રહને
પોતાની ખ્યાતિમાં કે પછી જે સાધુ ભગવંતની નિશ્રામાં રાખવાનું લિખિત જણાવેલ હશે તે સાધુ ભગવંતની નિશ્રામાં તે પુસ્તક રહેશે. અગર સંસ્થાની નિશ્રામાં રાખવાનું લિખિત જણાવશે તો તેમ થશે. અત્રે રાખેલા પુસ્તક આદિની આખી ટીપ આ ખાતાને પહેલેથી અને વધે તેમ આપવી જોઈશે. શ્રી સિદ્ધક્ષેત્રમાં કે બીજે સ્થાને સાધુ ભગવંતોની વાચના આદિમાં જરૂર પડશે તે પહેલાં પુસ્તકો મોકલી આપશે સગૃહસ્થોથી ડીપોઝીટ વગેરે બંદોબસ્ત સંસ્થા કરી લેશે. અહિં પુસ્તકના રૂમવાળા સાધુ ભગવંતના કાગળથી કે તેઓના કહેવાથી એકી જાતનાં કે જુદી જુદી
જાતનાં પચાસ પુસ્તકો વગર ડીપોઝીટે સંસ્થા બીજા રૂમોમાંથી પણ આપી શકશે. ૭. અહિ રાખેલા પુસ્તકો મંગાવવા અને મોકલવાનું ખર્ચ પુસ્તક મંગાવનારે કરવાનું રહે છે. ૮. સંસ્થાને જરૂર લાગશે તો પોતાના જોખમે અને ખર્ચે જે કાંઈ ફેરફાર યોગ્ય હશે તે કરશે, પરંતુ તેમાં
સંમતિ લેવાની જરૂર હશે તો સાત રૂમની નિશ્રાવાળાની જરૂર સંમતિ લઈ કાર્ય કરશે. ૯. રૂમ ઉપર રાખેલ બોર્ડ પુસ્તકો લઈ જવાથી અગર ઓછાં રાખતાં ખસેડી લેવાશે અને બીજાની નિશ્રાએ * તે રૂમ થશે પછી ખાલી હશે તો જ નિશ્રામાં રૂમ મળશે. ૧૦ પુસ્તકો રાખનારાઓ પુસ્તકો વ્યવસ્થિત કરીને જ રાખશે છતાં જો કોઈને વ્યવસ્થા અને ટીપ પોતાની
તરફથી અહીં માટે કરાવવી હશે તો તેમની તરફના ખર્ચે કરી આપવામાં આવશે. ઉપર જણાવેલ શરતોમાં યોગ્ય ફેરફાર કરવો હશે તો કમીટી સલાહ મળવાથી જ કરશે.
આ આખું ખાતું આ સંસ્થા હસ્તક અલગપણે કે અન્ય રીતે રહેશે.