________________
તા. ૧૯-૨-૩૯ )
શ્રી સિદ્ધચાક
૨૩૫
લ. જૈનશાસ્ત્રના અભ્યાસીઓની જાણ બહાર એ વાત તો નથી જ કે માત્ર વર્ણઆદિનું યત્કિંચિત્માત્રજ
સાધર્મ લઈને કપોતી કે કાપોત વેશ્યા પણ કહેવામાં આવી છે. (જો વૃત્તિ અને વર્ણની યત્કિંચિત્માત્ર સરખાવટથી વૃત્તિ અને વેશ્યા કાપોતી કહેવાય તો પછી વર્ણ અને આકારદિની સરખાવટ લઈ ભૂરા
કહોળાને કપોતશરીર કહેવાય તેમાં આશ્ચર્ય જ નથી.) એ. વોયસરીસ શબ્દથી વનસ્પતિ લેવાથી પુલ્લિગમાં કરેલો નિર્દેશ યુક્ત ગણાય. જૈનશાસ્ત્રોમાં એવા પ્રસંગ
| સિવાય શરીર શબ્દ નપુંસકમાં આવે તેથી સરીસિન એમ થવું જોઈએ. એ. કપોતશબ્દનો પારેવા સિવાય બીજો અર્થ જ નથી થતો એમ ધારણા હોય અને તેથી કપોતશરીર એ ચોફખો
જુદો શબ્દ છતાં કપોતશબ્દથી પારેવો અર્થ કરવા માગતા હો તો નીચે જણાવેલા તરફ ધ્યાન દેવાની જરૂર
કપોતક – સાજીખાર
કપોતવેગા – બ્રાહ્મી કપોતચરણા – નલુકા
કપોતસાર – લાલ સુરમો કપતપુટ – આઠાગોમર્યાચ પુટ
કપોતાંધ્રિ – નલિકા કપોતબાણા -નલુકા
કપોતાશ્વન – નીલો સુરમો કપોતવંકા – બ્રહ્મી, સૂર્ય ફુલવલ્લી
કપોતાણ્યોપમફલ – સારાસ્ત લીંબુભેદ કપોતવર્ણા – એલચી, નલિકા
કપોતિકા – કોહલામૂળા-ચાણાખ્ય મૂળા ઉપર જણાવેલા નિઘંટુરત્નાકર કોષનો અધિકાર વિચારશો એટલે જરૂર તમને જણાશે કે વર્ણની અપેક્ષાએ ભૂરું કોહળું અથવા આકાર અને પ્રમાણની અપેક્ષાએ ખાટાં મીઠાં લીંબુ કપોતશબ્દથી લેવાય અને લીંબુ પણ બે લઈને તેનો સંસ્કાર કરી રાખ્યો હોય તો યુક્ત ગણાય. કેમકે તે રક્તને શોધે અને પિત્તને સમાવે, એ સર્વ લોકોમાં પ્રસિદ્ધ પણ છે. માટે કોહળુ અગર લીંબુ એ અર્થ જ પ્રકરણને અનુકૂલ થઈ શકે, પણ તમારો કરેલ અર્થ વ્યાજબી થાય નહિ.
વાસ્તિક રીતિએ તો આ ૩ઊંડયા સુધીના પાઠની કંઈપણ ગંભીરતા નથી, કારણ કે તે કહોળાનો ઉપયોગ ભગવાને ખાવામાં કે અન્ય રીતિએ કર્યો જ નથી, છતાં ભગવાન મહાવીરની નદી વાર્ફ તારી યાવિ નવ અર્થાત જેવો ઉપદેશ આપે તેવું પોતે પણ વર્તન રાખે. એ નિયમને ઉદેશીને શ્રી સૂયગડાંગજીના પહેલા શ્રુતસ્કંધના બીજા અધ્યયનમાં સમન્વયંસલો એવો અને શ્રી દશવૈકાલિકમાં મગ્નમંતિ ગમછરીના એવા પાઠથી મધ અને માંસના ત્યાગનો ઉપદેશ આપનાર તેઓ તેનો ઉપયોગ કરે જ નહિ. એ સાફ હોવાથી શુદ્ધ ભક્તિ ભાવને જ ધારણા કરનારી રેવતી મહાવીર ભગવાન માટે માંસ રાંધે જ નહિ એ જણાવવા માટે આ પાઠ ચર્યો છે.
મહાશય ! વધારે તમારે એ વિચારવાની જરૂર છે કે ભગવાન મહાવીર મહારાજા શ્રી સુયગડાંગ અને શ્રી દશવૈકાલિકના વાક્ય મુજબ સમસ્ત સાધુવર્ગને મદ્ય માંસનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે, એટલું જ નહિ, પરંતુ શ્રી ઠાણાંગજી, શ્રી ભગવતીજી, અને શ્રી ઉવવાઈજી આદિમાં પંચેન્દ્રિયજીવોની હિંસાને નરકે જવાના કારણ તરીકે જણાવ્યાં છતાં જે મહાપ્રભુ મહાવીરે માંસાહારથી નરકગતિ થાય એમ જુદું જાહેર કર્યું છે તે મહાપ્રભુ મહાવીરે માટે એક સદ્ગુહસ્થની સુશીલા સ્ત્રી માંસ રાંધે એ કેટલું બધું અસંભવિત અને અયુક્ત છે? એ તમે તો શું?