SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩છે શ્રી સિદ્ધચક્ર (તા. ૧૯-૨-૩૯) પરંતુ હરકોઈ સમજી શકે તેમ છે અને તેથી સંયમ માટે હિંસા વર્જવાની નથી એવી પોકળ વાતને બોલી શકે તેમજ નથી. આ આહાર તૈયાર કરનાર ભગવાન મહાવીર મહારાજા નથી, પણ એક માત્ર સગુહસ્થની સ્ત્રી ધર્મશીલા જે એટલે અપવાદ માર્ગનું નામ લેવાય તેમ નથી. * ઉપર જણાવ્યા પ્રમાણે અનુપયોગી છતાં અધિકારી અનધિકારીપણાની ચર્ચા પુરતું જણાવી હવે ઉપર યોગી પાઠ ઉપર આવીએ. આગળનાં પાઠની કંઈક ચર્ચા કરાય તેની પહેલાં ઉપર જણાવેલ આખા પાઠમાંથી તે આગળના પાઠને બરોબર ધ્યાનમાં રાખવો આવશ્યક હોવાથી તે આગળનો પાઠફરીથી જોઈએ. अन्ने पारियासिए मज्जरकडए कुक्कुडमंसए, तमाहराहि, एएणं अट्ठो પટેલ ગોપાલદાસ અને બીજા વાચકો પણ આ આગળ જણાવવામાં આવેલા શ્રી ભગવતીજીના પાઠ ઉપર બરોબર ધ્યાન આપશે. ૧. પ્રથમ તો બન્ને સ્થાનકે ટીકાકાર મહારાજ શ્રી અભયદેવસૂરિજીએ ગોપાલજીભાઈ તમારી બુદ્ધિ જેવી બુદ્ધિ ધરાવનારને તો વિવું એમ કહીને ફેંકી દીધા છે, અને બંને સ્થાને વાસ્તવિક એવા વનસ્પતિના અર્થને કરનાર મહાનુભાવોને જ પરે અને મારે જેવા આદરમાં કવિયોએ રૂઢ કરેલ એવા પદનો પ્રયોગ કર્યો છે. ૨. વનસ્પતિનો અર્થ ટીકાકાર મહારાજે સ્વતંત્રપણે યોગ્ય રીતિએ કર્યા છતાં તે વનસ્પતિના અર્થને . ગોપાલજીભાઈ તમો જાણ્યા છતાં લો નહિ અને એકલો માંસ અર્થ કે જે કવિરૂઢિથી તિરસ્કૃત છે તેને લો એમાં તમારી કે તમારા પ્રેરકની બુદ્ધિ છે એમ કોણ માને? ૩. આ અધિકારમાં પ્રથમ એ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જે રેવતી આ ભિક્ષા આપનારી છે તે સ્વય ગૃહસ્વામિની છે. અર્થાત વૈધવ્યદશામાં છે અને સુશીલાસ્ત્રીયો પોતાના શીલના રક્ષણ માટે વૈધવ્યદશામાં દુધ, દહિ વિગેરેના ભક્ષણથી પણ ઘણા ભાગે દૂર રહે છે. અને માંસ મદ્ય અને મધનો તો સંબંધ પણ જે આહારમાં ન હોય તેવો જ આહાર કરે છે. એ વાત શ્રી ઉવવાઈસૂત્રમાં મહુમષ્ણમંરિવત્તિયાહારીગો આવો સર્વથા મઘ, મધુ અને માંસ વગરનો જ આહાર સુશીલ એવી વિધવાઓને હોય છે. એ વર્ણન જે કરેલું છે તેને જોનાર સમજી શકશે. એટલે સ્પષ્ટ સમજી શકાશે કે તે રેવતીએ ભગવાન મહાવીર મહારાજા માટે પણ માંસ રાંધ્યું નથી, તેમ પોતાના માટે પણ તેણીએ માંસ રાંધ્યું નથી. અર્થાત માંસની કલ્પના તો ખુણામાં બેઠેલી બાઇઓની કલ્પનાથી પણ અધમની કલ્પના જ છે. ૪. શ્રી જૈનાગમોમાં માંસ માટે વપરાતો માંસ શબ્દ કોઈપણ સ્થાને પુલ્લિગમાં વપરાયો નથી, તો પછી અહિં અત્રે શબ્દથી શી રીતે માંસવાચક માંસ શબ્દ લઈ શકાય? " ૫. પહેલા વાક્યમાં લીધેલ શરીર શબ્દ વનસ્પતિ અર્થમાં લઈને પુલ્ડિંગમાં લીધો હોવાથી જ અહિં પણ બન્ને એમ કહીને તે વનસ્પતિ શિવાયની બીજી વનસ્પતિ જ જણાવે છે. વિચારકો આ વાત સહેજે સમજી શકે તેમ છે. ૬. મને ય છે મ0િ આવો સ્પષ્ટ સૂત્રપાઠ હોવાથી અન્ય શબ્દથી કોઈક સ્પષ્ટપણે પુલિંગમાં વપરાતો વનસ્પતિ વિશેષ લેવાનું જણાવે છે.
SR No.520957
Book TitleSiddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages680
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy