________________
શ્રી સિદ્ધરાક
(તા. ૧૯-૨-૩૯) ૪ ‘કુવે વોયસરી' એ પદો ઉપરથી વનસ્પતિ અર્થ લેવાનાં કારણ સમજી શકો એમ છે, અને તે નીચે મુજબ છે. અ. ફળોના મુરબા થાય છે, તેમાં ફળો આખારૂપમાં હોવાથી બે ફળો એમ કહી શકાય. (પારેવા આખાં રંધાય
નહિ, અને તેથી બે પારેવાનાં શરીર રાંધ્યાં એમ કહેવાય નહિ.) આ. નલિકાનામની ઔષધિ કપોત એટલે પારેવાના રંગની હોવાથી તેને કોરાકારો પોતવ એમ કહીને
જણાવે પણ છે. જુઓ નિઘંટુરત્નાકર છે. ભૂરા કોળાનો રંગ પારેવા જેવો હોય છે અને તેથી તેને કપોતશરીર કહેવામાં આવે. ઈ. સાહિત્ય તરફ નજર કરી હોય તો માલમ પડે કે પોતાના ધારેલ માંસના કથન માટે તો મૃગ મહિષ ગો અશ્વ
ગજ વગેરે શબ્દોજ વપરાય છે. તેમાં શરીર શબ્દ હોતો નથી. અને વાપરવાની જરૂર પણ રહેતી નથી. ઉ. તમો રક્તપિત્તના જવથી ભગવાનનું શરીર વ્યાપ્ત છે એમ જાણો છો, તો પછી તેમાં માંસનો ઉપયોગ કોઈ
દિવસે કોઈપણ ન કરે એ સમજાય તેમ છે. (તેજોલેશ્યાની વિલક્ષણતા હોત તો એ પછીએ પંક્તિની જરૂર જ નહોતી. વળી રેવતી જે ઔષધ બનાવનારી છે તે વ્યવહાર પરાયણા જ છે માટે અલૌકિકપણાનું નામ
દઈ ખોટી વાત રજૂ કરવી એ સજ્જનતા ન ગણાય). ઊ. ભગવાનને શરીરે દાહ થયેલો છે એમ સ્પષ્ટ છે તો પછી તે વખતે પારેવા જવાનું અત્યંત ગુરૂ તથા
ઉષ્ણતમ માંસ ઔષધ માટે કલ્પવું અક્કલવાળાને શોભશે ખરું! (મહાશયે જવર અને દાહની પીડા તરફ
ધ્યાન ન રાખતાં માત્ર કપોત શબ્દ જ પકડ્યો તે ઠીક ન થયું.) ઋ. કહોળામાં મોટા અને નાના કહોળાની બે જાત આવે છે, અને તેમાં મોટા કહોળા માટે સુવે શબ્દ બીન
જરૂરી થાય, પરંતુ નાના કહોળા માટે બે શબ્દની જરૂર ગણાય. જુઓ નાનાકહોળાના ગુણો–પુષ્માંડ
ઉં, મધુરં પ્રદિશીતનમ્ રોષi #fપતખ્ત, મત્રતં વંર પરમ્ III અર્થાત નાનું કોહળું રૂક્ષ હોવા સાથે મધુર હોય છે. અને નરમ ઝાડો ન કરે તેવું ગ્રાહક છે. (ભગવાનને ઝાડા અત્યંત અને લોહીવાળા થાય છે એ હકીકત સૂત્ર સિદ્ધ છે.) વળી દાહને મટાડનાર એવું શીતલ છે. (ધ્યાનમાં રાખવું કે ભગવાનના શરીરે અત્યંત દાહ છે અને તેથી સૂત્રકાર હવઘંતિ એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે,) વળી તે દોષલ હોવા સાથે રક્તપિત્તને નાશ કરનાર છે, તેમજ મલને સ્તંભન કરનાર હોવા સાથે ગુરૂ પણ છે. ઉપર જણાવ્યા પ્રમાણે નાના કહોળાના ગુણો અને ભગવાનના રક્તપિત્તજ જવર, નરમ ઝાડા, લોહીવાળા ઝાડા, અને દાહની
વેદના ધ્યાનમાં લેશો તો મહાશય ! તમે જરૂર માંસના અર્થને સુધારી ફલના અર્થમાં આવી જશો. ઋ. કપોતશરીર શબ્દથી જ્યારે ભુરુ કહોળું લેશો ત્યારે કુવે એટલે બે નાના કોહળા એવો અર્થ સ્પષ્ટપણે
સમજાશે. નાના કહોળામાં આખાનો પણ ઉપયોગ શાકમાં કે પાકમાં થવો અસંભવિત નથી. પારેવામાં
બેની સંખ્યા અને શરીર બંને શબ્દ નકામાં ગણાય. લુ. એ વાત તો સુજ્ઞની ખ્યાલ બહાર ન જ હોય કે જુદા જુદા ઠેકાણે જુદા જુદા શબ્દો લાગુ કરાય છે. જો એમ
માનવામાં નહિ આવે તો શ્રી ઉત્તરાધ્યનસૂત્રમાં વોયા ના ના વિત્તી એમ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે. એટલે શું ત્યાં કપોત એટલે પારવાને મારીને ખાઈ જવાની વૃત્તિ લેવી?