________________
શ્રી સિદ્ધચક
તા. ૯-૧૦-૩૮
સાર-સમાધાન .
પ્રશ્ન : આનન્દશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં
થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રી ગૌતમસ્વામીએ સદહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ? અથવા અસભૂત પદાર્થની
અશ્રદ્ધા કહેવાય કે નહીં? સમાધાન સભૂત પદાર્થની અશ્રદ્ધા તો ગણાય અને
તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે શ્રી ગૌતમ સ્વામીજીને આલોચનાદિ કરવાનું
ફરમાવ્યું છે. પ્રશ્ન : સદ્ભૂત પદાર્થની શ્રદ્ધા થાય નહિ તે
મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ? સમાધાન: સમ્યગ્દષ્ટિનો નિયમ છે કે સર્વજ્ઞ ભગવાને
કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે. સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનોની શ્રદ્ધા ન થાય તેને તો સમ્યત્વ હોય જ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવ્યો હોય તેને લીધે અથવા તેવા ક્ષયોપશમની ગેરહાજરીને લીધે અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગોચર થયો હોય તો તે આલોચનાદિ કરવા લાયક ગણાય, પરન્તુ તેટલા માત્રથી સર્વજ્ઞ અને શાસ્ત્ર વચનોની પ્રતીતિ હોવાથી સર્વજ્ઞોક્ત અને શાસ્ત્રોક્ત પદાર્થ માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ. સમ્યગ્દષ્ટિજીવ બીજાએ એની માન્યતાને ખોટી જણાવી હોય તો તરત તેના સત્યત્વને જાણવા શ્રી સર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથી જ ભગવાન ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજને તે પ્રશ્ન કર્યો અને પોતે
તરત આલોચનાદિ કર્યા. કર્મગ્રન્થને જાણવા વાળાની ધ્યાન બહાર નથી કે શ્રીકર્મપ્રકૃતિમાં સ૬ ૩ સીમા નામનો એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજી મહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિછતાં પણ જો સભાવની શ્રદ્ધા થાય તો તે અજ્ઞાનથી જ થાય અને અજ્ઞાની ન હોય તો જરૂર સદ્ભાવનીજ શ્રદ્ધા થાય. અજ્ઞાનથી સદ્ધાવ પદાર્થની શ્રદ્ધા થાય તો પણ સમ્યગ્દષ્ટિપણાને બાધ આવે નહિ, જો તેને તે પદાર્થના નિર્ણયની શ્રી ગૌતમસ્વામિ આદિની માફક ચીવટ હોય અને સત્ય જાણે આલોચનાદિ કરનાર હોય. અર્થાત્ અજ્ઞાનને નામે અસદ્દભાવની શ્રદ્ધા ચલાવી લેનાર તો ન જ હોય. એટલું તો જરૂર છે કે શાસ્ત્રવચનોથી જે વાતનો એકનિશ્ચય થાય તેવું ન હોય તો વિશિષ્ટધરોને કે કેવલિયોને ભળાવી દે. પરન્તુ એકકે પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિ. આથી જ શ્રી અભયદેવસૂરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેઓને જ ભળાવે છે. શ્રી ભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને તમેવ સર્વાં. ને ધારવાથી કાંક્ષામોહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અસદ્ભાવપદાર્થને માનતાં શ્રી ઉત્તરાધ્યયનની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાનો ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશો૦) પ્રમાણે ઉપઘાત ન માનીયે તો પણ અભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તો માનવું જ જોઈએ.