________________
(અનુસંધાન પાના ૧૯૨ ચાલુ) વ્રતને અંગીકાર કરવું તેજ છે. જો કે સુવર્ણદાન અને સુવર્ણજીનભુવન કરાવવાની કોટિમાં છે મેલેલું સામાયિક અને બ્રહ્મચર્ય કેટલાકો તરફથી શ્રાવકનું સામાયિક અને બ્રહ્મચર્ય હોય એમ ગણવામાં આવે છે, પરંતુ તેઓએ મુલગ્રંથના પૂર્વાપરભાગને અને પ્રકરણને જોવાની તસ્દી લેવાની આવશ્યકતા છે, જો તે મહાનુભાવો તેવી લેશે તો તેઓને સ્પષ્ટ માલુમ પડશે કે ગાથાઓના મૂલગ્રંથની અપેક્ષાએ લાખ્ખો સોનૈયાના દાન અને સુવર્ણના જીનભુવનની સ્પર્ધામાં મુકાયેલું સામાયિક અને બ્રહ્મચર્યજે છે તે કેવલ સાધુનું જ સામાયિક અને સાધુનું જ બ્રહ્મચર્ય છે. શાસ્ત્રકારો અને શાસ્ત્રને અનુસાર મહાનુભાવો જ્યારે બાળપણાની દીક્ષાને અનુમોદવા માટે આટલા બધા સરસ ઉગારો કાઢે છે, ત્યારે એવો કોણ નિભંગી પુણ્યહીન સત્વ હશે કે જે બાલદીક્ષાનું અનુમોદન નહિ કરે.
. પૂર્વે જણાવ્યા પ્રમાણે બાલપણામાં દીક્ષા લેનારની ભવિષ્ય દશાને આખા જન્મની અવસ્થા હું એકલી પ્રશંસાપાત્ર જ છે. અને તેથી અત્યંત ધન્ય અને અત્યંત કૃતાર્થ જન્મવાળી કહેવાય છે
એટલું જ નહિ, પરંતુ તે બાલ્યપણાની દીક્ષાવાળી અવસ્થા સુર અસુર અને મનુષ્ય એટલે ત્રણે જાતના વિવેકીજીવોને પૂજવાલાયક છે એમ શ્રાવકના ઉચ્ચારાયેલા બાલદીક્ષિતના બહુમાનના
વાક્યમાં આચાર્ય ભગવાન શ્રી દેવન્દ્રસૂરીજી મહારાજ જણાવે છે. જો કે અરિહંત મહારાજ (૯ વિગેરે જૈનોમાં નમસ્કાર કરવા લાયક ગણાતા પંચ પરમોષ્ઠિમાં સાધુવર્ગ હંમેશા નમસ્કાર કરવાને
લાયક જ હોય છે, છતાં આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી શ્રાવકના મુખે બાલદીક્ષિતનું બહુમાન જણાવવા. ફરમાવે છે કે બાલપણામાં દીક્ષીત થનારાઓ ત્રણે જગતનો પૂજ્ય જ છે. અર્થાતુ હાથ અને મસ્તક
જોડવા વિગેરે રૂપ નમન નામના પૂજનને તો સર્વસાધુવંર્ગ લાયકજ છે. પરંતુ જેઓ બાલપણામાં © ગૃહસંસારનો ત્યાગ કરીને સર્વવિરતિરૂપ મહાવ્રતોને અંગીકાર કરનારા થયા છે તેઓ તો નમસ્કાર
કરવાની લાયકાત કરતાં પણ ઉંચી હદ જે પૂજનીય પણાની છે તેને પામેલા છે. વાચકવર્ગ સમજી શકશે કે શ્રી દેવેન્દ્રસૂરિજીના કહેવા પ્રમાણે જેઓ બાલપણામાં દીક્ષીત થયેલા છે તેઓને અત્યંત ધન્ય માને, તેઓના જન્મને અત્યંત કૃતાર્થ માને અને તેઓને ત્રણ જગતના પૂજનીય તરીકે માને તેવા મહાનુભાવ શ્રાવકો સાધુની ઉપાસના કરનાર રૂપે શ્રમણોપાસક ગણાઈને સંઘના અવયવરૂપ ગણી શકાય. અર્થાત્ જેઓ દીક્ષા કે બાલદીક્ષાના વિરોધી હોય, અત્તરાય કરનારા હોય રોકનારા હોય કે નિંદનારા હોય, તેઓ શ્રાવકપણાના નામને એટલે શ્રમણોપાસ શબ્દને પણ લાયક જ ગણાય નહિ અને તેથી તેવાઓનો સમુદાય ચાહે જેટલો સ્ફોટો પણ હોય તો પણ તેને જૈનશાસનને અનુસરનાર એવો સંઘ ન કહેવાય, કિન્તુ પાશવવૃત્તિને ધારણ કરનારા અને ધર્મનું નિકંદન કરનાર ? એવું ટોળું જ કહી શકાય. કદાચ કહેવામાં આવે છે કે કેટલીક વખત કુમળીવયની સ્ત્રીઓને 3 છોડીને દીક્ષાના પ્રસંગો બને છે તેથી તેને અંગે કુબુદ્ધિથી ઉદ્ધત બનેલો વર્ગ વિરોધ કરે છે, તો તેને અંગે સમજવું કે શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ તેવા બાલદીક્ષીતોને ધન્યવાદ અપાવે છે કે જે બાળકો
દુઃખના સ્થાનરૂપ એવા સ્ત્રી, પુત્ર, માતા, પિતા આદિ સંસારવાસને છોડીને બાળપણામાં દીક્ષા દિ લેનારા છે. અર્થાત્ તેઓ અત્યંત ધન્ય છે. તેઓનો જ જન્મ અત્યંત કૃતાર્થ છે, અને તેઓજ ત્રણ હું જગતને પૂજવાલાયક છે.
આચાર્યશ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજના ઉપર જણાવેલા વચનો વાંચી વિચારી અને તેની શ્રદ્ધા કરીને શ્રી જૈનધર્મ માનનારો અને જૈની કહેવડાવનારો વર્ગ હંમેશા વ્રતધારી અને તેમાં પણ બાલદીક્ષીતોના બહુમાનને કરનારો જ થાય એ સ્વાભાવિક છે.