________________
(અનુસંધાન પાના ૧૬૮ ચાલુ) - જૈનશાસ્ત્રનું યત્કિંચિત્ પણ જેને જ્ઞાન હોય અને જેઓ સ્મવલ્લભ કે પ્રિયાવલ્લભ જેવા જડદાસો ન હોય તેઓ એટલું તો સ્ટેજે સમજી શકે તેમ છે કે આ માનવ દેહ કે આ
માનવ જાતી આ જીવને પહેલ વહેલી મળેલી છે એમ નથી પરંતુ આ માનવ જાતી કે આ છે માનવદેહ અનંતી વખત મળેલો છે, પરંતુ તે અનંતી વખતે મળેલો માનવદેહ અર્થ ©)
અભિલાષાનો ઓટ જ અને કામાભિલાષાનો નિલય થઈ જવાને લીધે તે કેવળ પાપાલય જ થયેલો હતો, પરંતુ આ માનવદેહને જો દેવાલયના સેવક બનાવીએ તથા ધર્માનુષ્ઠાના ) સ્થાનભૂત બનાવીએ તો જ આ માનવદેહ સફલતાને પામેલો કહી શકીએ.
હે માનવ ! તું ઉપરની હકીકત બરોબર સમજજે અને ગુંડાગીરીના ગહનવનમાં ©) ઝંપલાયેલા રમાવલ્લભો અને રામાવલ્લભોની માનવદેહને દેવાલય ગણવા જેવી અપવિત્ર અને તુચ્છમાં તુચ્છ વાણીને કાનમાં પણ પેસવા દઈશ નહિ, પરંતુ અનન્તા પુદ્ગલ પરાવર્તે છે) મળેલા આ માનવદેહને દેવ ગુરૂ અને ધર્મની પવિત્ર સેવાથી અલંકૃત કરીને જરૂર સફળ જૈ બનાવજે.
ઉપર જણાવેલા કથનનું તત્ત્વ શ્રીદેવ ગુરૂ અને ધર્મની આરાધનમાં સમજવાનું છે. ' 6. પરંતુ એ ઉપરના કથનથી માનવજાતિ તરફ કે કોઈપણ પ્રાણીજાતિ તરફ થતો અનુકંપાભાવ છે
કે પરમ પવિત્ર ધર્મને આચરવાવાળા માનવજાતિ ધારી સાધર્મિકો તરફ ભક્તિભાવની ન્યૂનતાને માટે કોઈપણ અંશે ઈસારો હોય એમ સમજવું નહિ.
અરે માનવ ! તું દુનિયાદારીથી વિચાર કરે તો તને જરૂર એમજ લાગશે કે આ માનવદેહ જગતના સર્વ જીવો પ્રાણીઓ અને પુદ્ગલો તરફથી માત્ર પોષણ મેળવનાર . સ્થિતિનો છે, પરંતુ કોઈના પણ જીવનને મદદ કરનારો નથી, જ્યારે પાશવીય જીવન જો કે જાતીમાં હલકું ગણાય છે, છતાં તે એટલું બધું ઉત્તમ છે કે તારા જેવા માનવજીવનને જીવવાવાળાને આધારભૂત થાય છે. સ્પષ્ટ વાત તું સમજી શકે તેમ છે કે જાનવર વગર તારું જીવન પ્રવર્તવું એ સર્વથા અશક્ય છે, પરંતુ તારું જીવન ન હોય તો પશુવર્ગને પાશવીય જીવન જીવવામાં તો કોઈ પણ જાતની અડચણ આવે તેમ નથી માટે તું કોઈના છ પણ જીવનમાં મદદગાર થવા માટે માનવ જાતિની મહત્તા કંઈપણ અંશે ગણતો હોય તો . તે ભૂલી જજે અને સર્વદા દેવ ગુરૂ અને ધર્મની આરાધના દ્વારાએ એટલે શુદ્ધ ધર્મના * અનુષ્ઠાનની પ્રવૃત્તિદ્વારા જ તારા દેહને ગુંડાઓના કથન પ્રમાણે દેવાલય નહિ, પણ & પુણ્યાલય તરીકે બનાવજે.
હે માનવ ! યાદ રાખજે કે આ ઉપર જણાવેલું કથન કોઈપણ દેશકાલને અપેક્ષિત થયેલું નથી, તેમજ કોઈપણ કાલે ઉપરના કથનમાં ફેર થઈ શકે તેમ નથી માટે ઉપરનું કથન સત્ય તરીકે ધારજે, એટલું જ નહિ, પરંતુ ઉપરના કથનને સનાતન સત્ય તરીકે ધારજે.