________________
(અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું) માટે નથી, પરંતુ આ માનવદેહજ એવો છે કે જેને પ્રાપ્ત કરવાવાળો મનુષ્ય સંસારનું અલ્પપણું કે સંસારનું સર્વથા અભાવપણું કરી માનવદેહની સફળતા મેળવી શકે છે. અર્થાત્ જે લોકો માનવદેહને પામ્યા છતાં કે માનવજાતિને પામ્યા છતાં સમ્યગદર્શન આ સમ્યગ્રજ્ઞાન કે સમ્યગચારિત્રની આરાધના દ્વારાએ એટલે ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિ દ્વારાએ માનવજાત કે માનવદેહને સફળ કરી શક્તો નથી. તેના હાથમાં આવેલું મનુષ્યપણું માનવજાતિ કે માનવદેહ કેવલ ધર્મ અને ક્લેશની પરંપરાને વધારી સંસારની વૃદ્ધિ કરનારો જ થાય છે. અને એ જ અપેક્ષાએ શાસ્ત્રકારો કેટલેક સ્થાને જણાવે છે કે એવા કર્મકલેશની પરંપરાને વધારી સંસારને વધારનાર મનુષ્યો એટલે માનવદેહવાળા કરતાં ઘોડા, ગાય વિગેરે જાનવરો ઘણા જ ઉત્તમ ગણી શકાય. યાદ રાખવું કે માનવજાતિ પામેલો જીવ માનવજાતિના અનુભવમાં દરેક ક્ષણે પુણ્યના ઢગલાના ઢગલા ભોગવીને ખાલી કરી નાખે છે અને તે પુણ્યના ઢગલા ખાલી કરવાની સાથે દરેક ક્ષણે પલ્યોપમના પલ્યોપમો સુધી ભોગવવાં પડે તેવાં પાપો પેદા કરે છે. જ્યારે કેટલાક જાનવરો દરેક ક્ષણેપોતાની જીંદગીમાં પૂર્વભવનાં કરેલા પાપોનાં ઢગલાને ઢગલા ખાલી કરે છે, અને કેટલાક પવિત્ર મનવાળા અગર ખરાબ મન વગરના જાનવરો ક્ષણે ક્ષણે કઈ પલ્યોપમ સુધી કામ લાગે તેવા પુણ્યના ઢગલાઓ ઉપાર્જન કરે છે. એટલે માનવજાતિમાં આવેલો મનુષ્ય જો દુર્ગતિ તરફ પ્રયાણ કરવાને તૈયાર થયેલો હોય તો તેના કરતાં સદ્ગતિ તરફ પ્રયાણ કરવાવાળું જનાવર જરૂર ઉત્તમત્તાનું પાત્ર અને પ્રશંસાનું સ્થાન છે, જેમ નીતિશાસ્ત્રકારો સાહિત્યાદિકથી રહિત એવા માનવદેહવાળાને જ જાનવરની સાથે તોલે છે, તેવી રીતે ધર્મશાસ્ત્રકારો ધર્મરહિત એવા માનવદેહધારીને તિર્યંચથી પણ અધમદશામાં ગણે છે.
* ઉપરની હકીક્ત ધ્યાનમાં લેવાવાળો મનુષ્ય માનવજાતને માનવદેહને ઉત્તમ માનવાવાળો થાય તેમાં આશ્ચર્ય નથી! પરંતુ તે માનવજાતની કે માનવદેહની ઉત્તમત્તા માનવદેહ કે માનવજાતી તરીકે નથી એ સ્પષ્ટપણે સમજી શકાય તેમ છે.
(જુઓ અનુસંધાન પાનું ૧૬૭)
ની રિરિરિરિરિ
ધી “જૈન વિજયાનંદ” પ્રિ.પ્રેસ કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલબદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.