________________
છે. જો
તા.
૧૨-૩૮
યાત્રાળુનો મોટો વર્ગ શ્રી સિદ્ધાચલજીની યાત્રા કરનાર હોવાથી શ્રી સિદ્ધાચલજીની યાત્રા સાથે શ્રીઆગમ મંદિરની પણ યાત્રા થાય. અર્થાત્ બીજે શ્રી આગમમંદિર થાત તો માત્ર દર્શનીય ધામ બનત. જ્યારે શ્રી સિદ્ધાચલજી પાસે અને તળેટીમાં રહેલું શ્રી આગમ મંદિર યાત્રાનું ધામ બને.
શ્રી સિદ્ધાચલજીને લીધે જ્યારે આ આગમ મંદિર બનાવાય છે તો પછી શ્રી ગિરિરાજ ઉપર કેમ નથી બનાવાતું?
પ્રથમ તો શ્રીગિરિરાજ ઉપર આટલી વિશાળ જગ્યા એકે જગા પર નથી. વળી ઉપર બનાવવાના ખર્ચને પહોંચી શકાય પણ નહિ. શ્રી ગિરિરાજ ઉપર બારે માસ જવાતું ન હોવાથી એ આગમ મંદિરની સતત સેવા પણ બને નહિ.
ગિરિરાજ ઉપર જણાવેલ કારણથી શ્રી આગમ મંદિર કરવામાં ન આવ્યું, પણ બાબુના દહેરાની સામે સરસ્વતી ગુફાવાળી જમીનમાં કેમ ન થયું?
શ્રી વર્ધમાન જૈન આગમ મંદિરના દર્શન પૂજા સંબંધી લાભ સકલ શ્રીસંઘ બારે માસ લઈ શકે અને આજ્ઞા કે આચરણાથી વિરોધ ન થાય માટે ગિરિરાજની એકપણ શિલાન દબાય, તેવી રીતે આ આગમ મંદિર થયું છે. કંઈ સેંકડો વર્ષોથી શ્રી સંઘમાંથી કોઈપણ ચોમાસું રહેનાર પણ શ્રી ગિરિરાજ ઉપર યાત્રા કરવા જતો નથી.એ વાત દીવા જેવી જાહેર છે. શ્રીતપાગચ્છ અને તે સિવાયના ગચ્છવાળાઅનેકમુનિઓએ ચોમાસાં ગિરિરાજની છાયામાં કરેલાં છે, પરંતુ કોઈપણ સુવિહિત મુનિ ચોમાસામાં શ્રી ગિરિરાજ ઉપર યાત્રા માટે ગયા નથી. તલાટીથી ઉપર બાબુજીનું દહેરૂં થયા પહેલાં કોઈપણ ખરતરગચ્છીયે કે સુવિહિતે શ્રી ગિરિરાજ ઉપર અહિં ચોમાસું કરી ચોમાસામાં યાત્રા કરી કે કરવાની વાત કરી જણાઈ નથી, તેમજ તેમ કરવાનું યોગ્ય હોય એમ જાહેર કરેલું પણ નથી. સેંકડો વર્ષોથી અહીં ચોમાસું રહેવાવાળા સુવિહિતો તલાટીથી જગિરિરાજને ભેટી પવિત્રતાનો લાભ લે છે. વર્તમાનયુગમાં પણ ખરતરના સાધુઓ ચોમાસામાં શ્રીગિરિરાજજી ઉપર તો ચઢતા નથી. ગચ્છમમત્વથી જેટલું અવળું કરાય તે શુદ્ધમાર્ગના વિધ્વરૂપ જ છે.