________________
અનુસંધાન ટાઇટલ પાનું ત્રીજાનું ચાલું. દેનારા ગણે છે, સંસારસમુદ્રમાંથી ઉદ્ધરનાર તો તેઓને જ ગણેલા છે કે જેઓ ધર્મ અને મોક્ષ 1 એ પુરૂષાર્થનો ઉપદેશ આપી જગનો ઉદ્ધાર કરનાર છે. ભાષ્યકાર શ્રી ઉમાસ્વાતિવાચકજી પણ એજ 3 જણાવે છે કે નર્સે વ મોક્ષના હિતોપશોતિ નતિ ત્રેડસ્મિન અર્થાત્ આ આખા જગમાં મોક્ષમાર્ગના ઉપદેશકો સિવાયનો કોઇપ ઉપદેશ હોય તે હિતનો ઉપદેશ કહેવાય જ નહિં, આવી સ્થિતિ છતાં પણ જ્યારે કેટલાક ભવના બાલ્યકાળમાં રહેલા જીવો નિરિચ્છિકપણે કે નિસ્પૃહપણે ધર્મની પ્રવૃત્તિ ! કરી શકે નહિ, ત્યારે તે જીવોને તેમની અર્થ અને કામની ઈચ્છા પૂરા કરવાના સાધન તરીકે પણ ધર્મ | કરવાનો ઉપદેશ તેઓ જ આપે કે જેઓ ભવબાલ્યકાળથી નીકળીને ભવના યૌવનકાળમાં આવેલા હોય, પર્યુષણનાં વ્યાખ્યાન સાંભળનાર શ્રાવકોને સાફ સાફ માલમ છે કે પંચશૈલમાં ઉત્પન્ન થનાર વિદ્યુમ્નાલિદેવ | કે જે પહેલા ભવમાં પાંચસે સ્ત્રીયોથી પણ સંતોષ નહિં પામતાં હાસા-મહાસાને માટે અગ્નિમાં બળી ? મર્યો હતો, તેવા તે વિદ્યન્માલિને નાગિલ નામનો શ્રાવક કે જે તે વખતે અશ્રુત દેવતાની સ્થિતિમાં છે અને તે વિદ્યુમ્નાલિના પૂર્વભવના વર્તનથી આ અશ્રુતદેવતાને જીવે વૈરાગ્યપામીને દીક્ષા ગ્રહણ કરી હતી, તે જ નાગિલશ્રાવક વિદ્યુન્માલિને જણાવે છે કે નિવકુસક્લેઇi નાડુના તરસ મિત્તે જે મળો ઘ વાસ્થવિહુ VIણુ મટ્ટા અર્થાત્ જીનપ્રવચનમાં કુશલ એવા નાગિલનામના તેના મિત્રે વિદ્યુમ્માલિને કહ્યું કે તું કામની ઇચ્છાવાળો છતાં પણ હે ભદ્ર ! ધર્મને જ કર અર્થાત્ અર્થ : અને કામને પ્રાપ્ત કરાવનાર પણ ધર્મ જ છે, તેથી અર્થ અને કામની ઇચ્છામાં વર્તવાવાળાએ પણ ધર્મ | જ કરવો જોઈએ, ભગવાન્ હરિભદ્રસૂરિજી પણ એજ જણાવે છે કે -
धनदो धनार्थिनां धर्मः, कामिनां सर्वकामदः (कामदः सर्वकामिनां) धर्म एवापवर्गस्य T (4fપવો :) પરંપૂર્વેઇન સાથ: IA
' અર્થાત્ ભગવાન્ શ્રી હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે ધનની ઇચ્છાવાળાઓએ પણ ધર્મ આદરવો, કારણ કે આ ધર્મ એવો છે કે ધનની ઇચ્છાવાળાઓને ધન આપે છે. વળી જેઓને ઇષ્ટવિષય વિગેરે સુખોની ઇચ્છા હોય તેવા કામના અર્થપુરૂષોએ પણ ધર્મ જ કરવો, કારણ કે આ ધર્મ જ એવો છે ! કે કામ (એટલે બાહ્યસુખ)ની ઇચ્છાવાળાઓને કામ એટલે બાહ્ય સુખ આપે છે, અને આજ ધર્મ પરંપરાએ ! મોક્ષ (સ્વર્ગ અને મોક્ષ) ને આપવાવાળો છે. આ વસ્તુ સમજનાર મનુષ્ય અર્થ કે કામની અપેક્ષાએ 1 થતી ધર્મની આરાધનાને કોઇપણ પ્રકારે રોકવાલાયક ગણી શકે નહિં. ખરી રીતે તો ધર્મની આરાધના | આત્માના અખંડસુખના અનુભવરૂપ જે મોક્ષ છે તે માટે જ કરવાની છે અને કરવી એમાં જ શ્રેયઃ છે, પરંતુ માર્ગ તરફ વળતા લોકોને અર્થ અને કામની દૃષ્ટિએ કે અર્થ અને કામના સાધન તરીકે જે ધર્મનો ઉપદેશ અપાય કે ધર્મની પ્રવૃત્તિ કરાવાય તે સર્વથા છાંડવા લાયક જ છે એમ જૈનપ્રવચનની
કુશળતાવાળો તો કોઇપણ દિવસે બોલી શકે જ નહિ, તત્ત્વથી ધર્મ અને મોક્ષ એ બેજ પુરૂષાર્થ છે : એ વાત વાચકોએ ધ્યાનમાં રાખવાની છે.