SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસંધાન ટાઈટલ પાનું ૪ થું મધ્ય અને અન્તભાગમાં કલ્યાણરૂપ હોય તેજ અનુષ્ઠાન કે પ્રવૃત્તિને ધર્મ તરીકે ગણી શકાય, અર્થાત્ આ અનુષ્ઠાનમાં આત્માને શરૂઆતમાં કે અનુષ્ઠાન કરતી વખતે અથવા તો અનુષ્ઠાનના પરિણામમાં કલ્યાણની બુદ્ધિ અને કલ્યાણકની જ પ્રાપ્તિ હોય છે. જૈનશાસનના પગથીયે યથાસ્થિતપણે ચઢેલાઓની જ્યારે આ સ્થિતિ હો છે ત્યારે જૈનશાસનના પગથીયાથી બહાર રહેલા એટલે ભવ બાલ્યકાળમાં રહેલા જીવોની અગર તે પગથીયા ઉપર સંપૂર્ણપણે નહિં આવેલા જીવોની સ્થિતિ કંઈક વિચિત્ર જ હોય છે. તે જીવો પોતાના આત્માના સ્વાભાવિક સુખને જાણતા અને માનતા હોય અગર ન હોય તોપણ આત્માથી પર એવા અને આત્માથી સર્વથા જુદા સ્વભાવવાળા એવા પુદ્ગલો મેળવવા માટે મથે છે, અને તેવા પુદ્ગોલારાએ થતા શબ્દ-રૂપ-રસ ગંધ અને સ્પર્શ આદિ સુખોને પામવામાં પોતાની કૃતાર્થતા ગણે છે, આવી રીતે ભવબાલ્યકાળમાં રહેલા જીવોની પ્રવૃત્તિ જે થાય છે અને તે બાહ્ય સાધનો મેળવવાની પ્રવૃત્તિમાં જ્યારે હોય ત્યારે તે અર્થ પુરૂષાર્થ તરીકે ગણાય છે, તેમજ જ્યારે તે સાધનોથી સુખનો અનુભવ કરે છે ત્યારે તેને કામપુરૂષાર્થ તરીકે ગણાય છે, પરંતુ વાસ્તવિકરીતિએ એ એક્ટ પુરૂષાર્થ નથી, પરંતુ પુદ્ગલાર્થ જ છે, એટલું જ નહિ, પરંતુ પુરૂષ એટલે મનુષ્ય ગણાય, શિવાયના જીવો પણ બાહ્ય સુખના સાધન તરીકે પુદ્ગલોને મેળવવા માગે જ છે. અને તેથી પુદગલો મેળવીને તે મેળવવા દ્વારા જે બાહ્યસુખો મળે તે પણ અનુભવે જ છે. એટલે જૈનશાસ્ત્રકારો જે અર્થ અને કામને પુરૂષાર્થ તરીકે નથી માનતા તેનું કારણ તેનું પુગલાર્થપણું જ છે, વળી આ અર્થ અને કામ બે પુરૂષાર્થ આદિમાં લોભ વિગેરે દોષોથી ઘેરાયેલા છે મધ્યદશામાં અતૃપ્તિ તથા ઈષ્યદિ દોષોથી ઘેરાયેલા છે તથા અન્તમાં શોક અને આક્રન્દન વિગેરેથી ઘેરાયેલા હોઈને તે અર્થ અને કામને કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ વાસ્તવિકરીતિએ અનર્થ તરીકે જ ગણાવે છે. વળી તે અર્થ અને કામ વર્તમાનજીવનમાં ઉપર જણાવ્યા પ્રમાણે અનર્થદાયી થાય છે એટલું જ નહિં, પરન્તુ ભવાંતરમાં પણ તે અર્થ અને કામ લાલસાને લીધે દુર્ગદુર્ગતિમાં દોડ કરવી પડે છે. આ જીવ અર્થ અને કામ પુરૂષાર્થથી જો કોઈપણ પ્રકારે શ્રેયઃ મેળવી શક્યો હોત તો અનાદિકાળથી અર્થ અને કામપુરૂષાર્થ એટલે પુલો રૂપ સાધનો મેળવવા અને તે પુદ્ગલો મેળવીને તેનાં સુખો અનુભવવાં એવી ધારણાવાળો સર્વકાળે હોય જ છે. અને એવો અનાદિ કાળથી છે તો પછી તેને આ દુઃખહેતુક દુઃખરૂપ અને દુઃખના ફલવાળા સંસારચક્રમાં રખડવાનું હોય જ નહિં. આ વસ્તુ વિચારનારો સુજ્ઞ મનુષ્ય સ્ટેજે સમજી શકશે કે ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવભાવના અને પુષ્પમાલામાં જે અર્થ અને કામના ઉપદેશને દેવાવાળાઓ છે તેઓને પડયા ઉપર પાટુ જુઓ અનુસંધાન પાનું ૩૪૮
SR No.520956
Book TitleSiddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Original Sutra AuthorN/A
AuthorAshoksagarsuri
PublisherSiddhachakra Masik Punarmudran Samiti
Publication Year2001
Total Pages674
LanguageGujarati
ClassificationMagazine, India_Siddhachakra, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy