________________
बध्नाति नरकायुस्तु, महारम्भात् परिग्रहात्। पंचेन्द्रियवधान्मांसाहारादपि च देहभृत्॥१॥तिर्यगायुर्निबधाति, माययाऽलीकवाक्यतः। कूटया तुलया कूटमानेन च शरीरभृत्॥२॥स्वभावविनयित्वेन, सानुक्रोशतयाऽपि च।अमत्सरितया जीवो, मनुष्यायुर्निबन्धकः ॥३॥देवायुर्बन्धकोऽकामनिर्जराज्ञानकष्टतः।सरागसंयमाजीवः संयमासंयमादपि॥४॥
संवेगरंगभूः १।
કઈ ગતિનું આયુષ્ય શાથી બંધાય ?
તાત્પર્ય - જીવ મહાઆરંભ કરે, મહાપરિગ્રહ રાખે, પંચેન્દ્રિય પ્રાણીનો વધ કરે (જીવહિંસા) તથા માંસનો આહાર કરે તો નરકમાં જાય છે, માયા કરે, ખોટું બોલે, ખોટાં ત્રાજવાં રાખે, ખોટું તોલી દે, તો એવાં કૃત્યોથી તિર્યંચગતિમાં
જીવ જાય છે, સ્વભાવથી વિનયવાનું હોય, દયાવાળો હોય, અદેખાઈ વગરનો . હોય, તેવો જીવ મનુષ્યનું આયુ
બાંધે છે, અકામનિર્જરા, અજ્ઞાનથી કષ્ટ કરવું, (તપ આદિ) સરાગસંયમ, ને સંયમસંયમથી જીવ
દેવગતિમાં જાય છે.