________________
(અનુસંધાન ટાઈટલ પાના ૩જાનું) રઆદિના ઉપાદેયપણાને અંગે છે અને તે સમજી શકાય તેવું છે. અને એમ સમજવામાં આવે તોજ પરસ્પર વિરોધ ન રહે એટલે નક્કી થયું કે સામાન્યસાધુઓ શેષ વખતે વ્યાખ્યાન કહે તોપણ સાધ્વી અને શ્રાવિકોએ તેમાં જવું નહિં જો કે તે નવા મતવાળા પણ પજુસણ આદિના વ્યાખ્યાનો દિવસના શેષ વખતમાં પણ કહે છે અને તેમાં તેઓ માનેલી સાધ્વી અને શ્રાવિકા જાય છે. પરન્તુ આ હકીકત સામાન્ય નથી. એમ તો ખરૂંજ. શ્રીવાસુદેવહિંડીમાં જણાવેલ સીમનગ પર્વતના સંબંધને જાણનાર અને માનનાર તો કોઈ દિવસ પણ એમ બોલી શકે જ નહિં કે રાત્રિએ ભગવાન્ જિનેશ્વર મહારાજના દર્શન નજ થાય. આચાર્ય મહારાજ શ્રીધર્મઘોષસૂરિ તો અવતરણમાં જ જણાવે છે કે अधभव्यजनानुग्रहाय विशेषतो रात्रिसिद्धपूजास्तुतिप्रदीपादिपूजोपदर्शनार्थं सीमनगપર્વતપ્રવંધઃ પ્રસ્થતિ અર્થાત્ ફેલ નૈવેધ આહાર પૂજામાં મૃગબ્રાહ્મણનું દૃષ્ટાન્ત જણાવ્યા પછી હવે ભવ્યજીવોના ઉપકારને માટે વિશેષથી રાત્રિએ પૂજા સ્તુતિ અને દીપકઆદિથી | સિદ્ધ એવી પૂજા દેખાડવા માટે સીમનગપર્વતનો સંબંધ જણાવાય છે. આવી રીતે સ્પષ્ટ હકીકતને જાણનાર અને માનનાર મનુષ્ય જો ભવથી ભીરૂ હોય તો કદીપણ એમ કહી શકેજ નહિ કે રાત્રિએ ભગવાનનાં મંદિર ખુલ્લાં ન હોય કે રાત્રિએ દર્શન કરવા જવાયજ નહિ કે રાત્રિએ ભગવાનનાં મંદિરો ખુલ્લાં ન હોય કે રાત્રિએ દર્શન કરવા જવાયજ નહિં. કોઈક આચાર્ય વિશેષ કારણ વિના વગેરે કહ્યું કહેવાય છે તે માત્ર નવીનમતવાળાને તથા તેમનાને લાગતાવળગતાવાળાને ક્લેશ ન થાય એટલા પુરતું જ હોય. વળી પંચાલકજી વગેરેમાં પૂજા માટે ત્રણ સંધ્યાનો વખત કહ્યો તે પણ ઓથે જ કહ્યો. નિર્વાહની અપેક્ષાએ તો પૂજનમાં પણ સર્વકાલ છે. દર્શનને માટે તો કોઈપણ શાસ્ત્રકારે કોઈપણ સ્થાને કાલની નિયતતા કરીજ નથી. ભગવાન્ મહાવીર મહારાજનો નિર્વાણ મહોત્સવ શ્રીપાવાપુરીમાં રાતનોજ થાય છે તો શું એ નવા પંથવાળા તેમાં પોતાના તે ત્રીજા સંઘને રોકવા ચોકી : બેસાડશે અથવા શું મહિમાનો વખત ફેરવશે ? મતલબ એજ છે કે ભગવાન્ જિનેશ્વર છે મહારાજના મંદિરમાં અમુક વખત ન જવાય આવું કથન શાસ્ત્રથી વિરૂદ્ધ હોઈ કોઈ પણ શાસનપ્રેમીએ તે સાંભળવા કે માનવા લાયક નથી. પ્રભુનાં દર્શન રાત્રે કર્યા, રાત્રિજાગરણ | દહેરામાં કર્યાં, રાત્રે શહેરના દહેરે જવું વગેરે અનેકવચનો રાત્રિ વખતે પણ ભગવાન્ના દર્શનની સિદ્ધિ માટે અનુકૂળતાવાળા છે.